Lok Sabha Election: રાજસ્થાનમાં ભાજપને નુકશાન, કોંગ્રેસ અને ભાજપ વચ્ચે રસાકસી
લોકસભા ચૂંટણી 2024ના પરિણામમાં રાજસ્થાન(Rajasthan)માં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસી જોવા મળી રહી છે, બંને પક્ષના ઉમેદવારોના હૃદયના ધબકારા વધી ગયા છે.
ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલા પ્રારંભિક વલણો અનુસાર, અત્યાર સુધી ભાજપ-13, કોંગ્રેસ-09, CPI(M)- 1, અન્ય પક્ષો-2 બેઠકો પર આગળ છે, જોકે આ આંકડા ઝડપથી બદલાઈ રહ્યા છે. નોંધનીય છે કે લોકસભા ચૂંટણી 2019માં ભાજપે રાજસ્થાનની તમામ 25 બેઠકો કબજે કરી હતી, ત્યારે કોંગ્રેસ આ ચૂંટણીમાં લડત આપતી દેખાઈ રહી છે. સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઇ જશે.
કોંગ્રેસના ઉમેદવાર અને વર્તમાન સાંસદ નકુલ નાથ છિંદવાડામાં 12 હજારથી વધુ મતોના અંતરથી પાછળ છે. ભાજપના ઉમેદવાર વિવેક સાહુ બંટી હાલમાં ટ્રેન્ડમાં છે, તેને 49125 વોટ મળ્યા છે. તે જ સમયે, નકુલનાથને 36211 વોટ મળી રહ્યા છે.
રાજસ્થાનમાં પ્રથમ તબક્કામાં 57.65 ટકા મતદારોએ મતદાન કર્યું હતું અને બીજા તબક્કામાં 65.03 ટકા મતદારોએ મતદાન કર્યું હતું.