રાહુલ ગાંધીનું ‘સંવિધાન સંમેલન’ માત્ર ‘ડ્રામા’: ફડણવીસ

નાગપુર: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે તેમના ‘સંવિધાન સંમેલન’ ઇવેન્ટ પર કોંગ્રેસના સાંસદ અને લોકસભાના વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધીની ટીકા કરી. ‘તેમને બંધારણ પ્રત્યે કોઈ નિષ્ઠા નથી. આ માત્ર તેમનું નાટક છે અને બીજું કંઈ નથી. તેમના નાટકથી કોઈ તેમને મત આપવાનું નથી,’ એમ તેમણે કહ્યું હતું.
આ પણ વાંચો: દેવેન્દ્ર ફડણવીસે મહાવિકાસ આઘાડીને ફેંક્યો પડકાર, તો જાહેર કરો…
દરમિયાન, કોંગ્રેસના સાંસદ અને લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ રાયબરેલીમાં જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ (દિશા) ની બેઠકની અધ્યક્ષતા કરી. દિશા સમિતિની બેઠકો ત્રિમાસિક રીતે યોજવામાં આવે છે, જેની અધ્યક્ષતા સાંસદ કરે છે. અગાઉ, ગાંધીએ રાયબરેલીમાં નવનિર્મિત શહીદ ચોક અને ડિગ્રી કોલેજ ચૌરાહાનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે શહેરના શ્રી પીપલેશ્ર્વર મહાદેવજી મંદિર અને હનુમાન મંદિરની પણ મુલાકાત લીધી હતી અને પૂજા અર્ચના કરી હતી.