નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

બોલીવૂડની આ હીરોઈન ઉમેદવાર નથી છતાં કરી રહી છે પ્રચારઃ જાણો કોના માટે

આજકાલ ચૂંટણીનો માહોલ જામ્યો છે. 26મી એપ્રિલે બીજા તબક્કાનું મતદાન છે. ઘણા ફિલ્મ કલાકારોએ તો પોતે જ રાજકારણમાં ઝૂકાવ્યું છે ત્યારે એક હીરોઈન ઉમેદવાર ન હોવા છતાં પ્રચારમાં બિઝી છે. આ હીરોઈન છે નેહા શર્મા. નેહાના પિતા ચૂંટણી લડી રહ્યા છે અને હાલમાં નેહા તેમના પ્રચારમાં બિઝી છે.

બોલિવૂડ એક્ટ્રેસ નેહા શર્માએ ફિલ્મ ‘ક્રૂક’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં તે ઈમરાન હાશમી સાથે જોવા મળી હતી, તેની સાથે તેના બોલ્ડ વ્યક્તિત્વે પણ લોકોના દિલ જીતી લીધા હતા. આ ફિલ્મ પછી, નેહા ઘણી લોકપ્રિય ફિલ્મોમાં જોવા મળી છે, જેમાં 2013માં રિલીઝ થયેલી ‘યમલા પગલા દિવાના 2’ અને 2020માં રિલીઝ થયેલી અજય દેવગન સ્ટારર ‘તાનાજી’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. નેહા સોશિયલ મીડિયા પર પણ ઘણી ફેમસ છે, તેની તસવીરો અને વીડિયો દરરોજ સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. આવી સ્થિતિમાં તાજેતરમાં નેહાનો વધુ એક નવો વીડિયો સામે આવ્યો છે, જે ચર્ચામાં છે.


આ પણ વાંચો:
લોકસભા ચૂંટણીઃ ઉદ્ધવ ઠાકરેના પ્રચાર ગીત સામે ચૂંટણી પંચની લાલ આંખ

લાંબા સમયથી નેહા શર્મા વિશે એવા અહેવાલો હતા કે તે તેના પિતાના પગલે ચાલીને રાજકારણમાં પ્રવેશ કરી શકે છે. બિહારના ભાગલપુરના કોંગ્રેસના ધારાસભ્ય અજીત શર્માએ પણ પુત્રી નેહાના રાજકારણમાં પ્રવેશના સંકેત આપ્યા હતા. જોકે, નેહા શર્માએ ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો હતો. નેહાએ કહ્યું હતું કે બોલીવુડ મારી પ્રથમ પ્રાથમિકતા છે. હવે નેહા ચૂંટણી લડે કે ન લડે, હાલમાં તેના પિતા કોંગ્રેસની ટિકિટ પર બિહારના ભાગલપુરથી લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. આવી સ્થિતિમાં નેહા તેનાં પિતાને સપોર્ટ કરતી જોવા મળી હતી. તેણે પિતા સાથે રોડ શો કર્યો હતો. રોડ શોમાં નેહા શર્માને જોવા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.

અગાઉ શ્રીદેવી અને રેખાએ પણ પિતા માટે કેમ્પેઈન કર્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button