
જલગાંવ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે રવિવારે જણાવ્યું હતું કે મહા વિકાસ અઘાડી મહારાષ્ટ્રના સામાજિક માળખાના ભોગે તુષ્ટિકરણની રાજનીતિમાં સામેલ છે.
જલગાંવમાં રાવેર વિધાનસભા મતવિસ્તારમાં એક રેલીને સંબોધતા, શાહે મુસ્લિમ સમુદાય માટે નોકરીઓ અને શિક્ષણમાં 10 ટકા અનામતની માંગ કરતા વિપક્ષ કોંગ્રેસને ઉલેમા એસોસિએશન દ્વારા તાજેતરમાં સુપરત કરાયેલ મેમોરેન્ડમ તરફ ધ્યાન દોર્યું હતું.
આ પણ વાંચો: મહાયુતિના સાથી પક્ષો મહારાષ્ટ્રની ચૂંટણી પછી સીએમ ચહેરા અંગે નિર્ણય લેશે: અમિત શાહ
મુસ્લિમ સમુદાય માટે 10 ટકા ક્વોટાની માંગ દલિતો, આદિવાસીઓ અને અન્ય પછાત વર્ગોના લાભો છીનવી લેશે, કારણ કે અનામત માટે પચાસ ટકાની મર્યાદા છે અને કોઈપણ વધારો હાલના લોકોના ભોગે આવશે, એમ તેમણે જણાવ્યું હતું.
ભાજપ તમામ સમુદાયોના કલ્યાણ માટે નિશ્ર્ચિતપણે પ્રતિબદ્ધ છે પરંતુ મુસ્લિમો માટે કોઈપણ પ્રકારના આરક્ષણની સખત વિરુદ્ધ છે. અમે ધર્મ આધારિત આરક્ષણનો વિરોધ કરીશું, આ અમારી પ્રતિબદ્ધતા છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં અમિત શાહ ગર્જ્યા, હરિયાણામાં કોંગ્રેસનો સફાયો થયો એમ…
‘એમવીએના પક્ષોએ તેમની તુષ્ટિકરણની રાજનીતિને કારણે દેશની સલામતી સાથે સમાધાન કર્યું છે. તેઓ મત માટે રાષ્ટ્રીય સુરક્ષાને નુકસાન પહોંચાડી રહ્યા છે,’ એમ તેમણે ઉમેર્યું હતું.
અગાઉ મુંબઈમાં બોલતા શાહે કહ્યું હતું કે ‘આપણું બંધારણ ધર્મના આધારે આરક્ષણ આપતું નથી, પરંતુ કોંગ્રેસ સત્તામાં આવતા પહેલા આવી અનામતનું વચન આપી રહી હતી.