એમવીએએ રાજ્યની સમસ્યાઓમાં વધારો કર્યો: મોદી
મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 માટેની રેલીમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા અને દાવો કર્યો કે પાર્ટીએ હંમેશા ગરીબોને ગરીબ રાખવાના એજન્ડા પર કામ કર્યું છે. પીએમ મોદીએ એમ પણ કહ્યું કે કોંગ્રેસે ગરીબી દૂર કરવાના નામે ગરીબોને લૂંટ્યા છે.
પીએમ મોદીએ કહ્યું હતું કે, ‘કોંગ્રેસે હંમેશા ગરીબોને ગરીબ રાખવાના એજન્ડા પર કામ કર્યું છે. પેઢી દર પેઢી, તેમણે ગરીબી હટાઓ’નું ખોટું સૂત્ર આપ્યું છે. કોંગ્રેસે ગરીબી નાબૂદીના નામે ગરીબોને લૂંટ્યા છે,’ એમ મોદીએ કહ્યું હતું.
‘મોટા ભાગના રાજ્યોમાં, કોંગ્રેસનું અસ્તિત્વ જોખમમાં છે. તેમના અસ્તિત્વને બચાવવા અને સત્તામાં આવવા માટે, કોંગ્રેસ કંઈ પણ કરશે. તેમનો એક કોંગ્રેસી નેતા ખુલ્લેઆમ જાહેર કરી રહ્યો છે કે તેઓ ઘૂસણખોરો, રોહિંગ્યાઓ અને બાંગ્લાદેશીઓને ગેસ સિલિન્ડરો આપશે. સસ્તા દરે સિલિન્ડરો વોટ ખાતર તમારા બાળકોના ભવિષ્ય સાથે કેવી રીતે રમત રમી રહ્યા છે તેનું ઉદાહરણ છે.
આ પણ વાંચો: મુંબઈ લોકોને જોડવા માગે છે અને કૉંગ્રેસ અને સાથીઓ સમાજને તોડવા માગે છે: વડા પ્રધાન નરેન્દ્ર મોદી
છત્રપતિ સંભાજી નગરમાં બીજી એક રેલીને સંબોધિત કરતી વખતે, તેમણે કહ્યું હતું કે એમવીએ (મહા વિકાસ અઘાડી) એ રાજ્યની સમસ્યાઓમાં વધારો કરવા સિવાય બીજું કંઈ કર્યું નથી.
‘મરાઠવાડામાં લાંબા સમયથી જળ સંકટ છે, પરંતુ કોંગ્રેસ અને આઘાડીના લોકો હંમેશા નિષ્ક્રિય રહ્યા છે. અમારી સરકારમાં પ્રથમ વખત, દુષ્કાળ સામે લડવા માટે નક્કર પ્રયાસો શરૂ થયા હતા,’ એમ તેમણે કહ્યું હતું.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 20 નવેમ્બરે યોજાવાની છે અને ત્રણ દિવસ પછી મતગણતરી થશે.
2019ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં, ભાજપે 105 બેઠકો જીતી હતી, શિવસેનાએ 56, અને કોંગ્રેસે 44 બેઠકો મેળવી હતી. 2024ની લોકસભા ચૂંટણીમાં, એમવીએએ 48માંથી 31 બેઠકો જીતીને મજબૂત પ્રદર્શન કર્યું, જ્યારે મહાયુતિ માત્ર 17 બેઠકો જીતી શકી હતી.