આમચી મુંબઈટોપ ન્યૂઝમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

Maharashtra Election: પ્રચારના છેલ્લા દિવસે જોવા મળ્યું જાહેરાત યુદ્ધ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઇ:
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે જોરદાર ચૂંટણી પ્રચાર સોમવારે સાંજે સમાપ્ત થઈ ગયો, ત્યારે શાસક મહાયુતિ અને વિપક્ષી મહા વિકાસ આઘાડી (એમવીએ) બંનેએ એકબીજાને નિશાન બનાવીને અખબારોમાં જાહેરાત યુદ્ધ છેડ્યું હતું.
શિવસેના અને એનસીપી સાથે મહાયુતિના સહયોગી ભાજપે સોમવારે એક અખબારી જાહેરાત આપી હતી, જેમાં 26/11ના મુંબઈ આતંકવાદી હુમલાથી લઈને કોવિડ કીટ કૌભાંડ સુધીની ઘટનાઓની યાદી આપી અને તેના માટે એમવીએને દોષી ઠેરવી હતી.

જાહેરાતમાં 2020માં પાલઘરમાં સાધુઓની હત્યાના અખબારના અહેવાલો પણ હતા અને એવો આરોપ કરાયો છે કે ‘રાહુલ ગાંધીના આદેશ પર ઉદ્ધવ ઠાકરેએ તેની સીબીઆઈ તપાસ અટકાવી દીધી હતી,’ તેમજ 2006ના મુંબઈ ટ્રેન બોમ્બ ધડાકા, 1993ના મુંબઈ વિસ્ફોટ અને ન રૂઝાયેલા ઘા, અંબાણીના ઘર પર બોમ્બની ધમકીઓ, ભ્રષ્ટાચારના આરોપો વગેરે મુદ્દા પર જાહેરાત આપવામાં આવી હતી અને કેપ્શનમાં લખ્યું છે, એમવીએ – કોંગ્રેસને ના કહો.

આ પણ વાંચો: ‘મહારાષ્ટ્રમાંથી પ્રોજેક્ટ્સ બીજા રાજ્યને આપવામાં આવ્યા…’ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર આરોપ લગાવ્યા

તેવી જ રીતે, કોંગ્રેસ-શિવસેના (યુબીટી)-એનસીપી (એસપી) ગઠબંધનની જાહેરાતમાં મહાયુતિની ‘નિષ્ફળતાઓ’ અને ‘ભ્રષ્ટાચાર’ પર આંગળી મૂકવામાં આવી હતી.

તેમાં હિટ-એન્ડ-રન કેસો, મહિલાઓ સામેના ગુનાઓ, મહાયુતિના ‘અપૂર્ણ વચનો’, શિવાજીની પ્રતિમાની આસપાસના કથિત ભ્રષ્ટાચાર અને રિક્ત સરકારી હોદ્દા પરની ભરતીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

‘મહારાષ્ટ્ર વિરોધી શાસન પૂરતું છે, ભ્રષ્ટિયુતિ ગઠબંધનને દૂર કરવાનો સમય છે,’ એવું મથાળું તેને આપવામાં આવ્યું હતું. ‘ભ્રષ્ટ’ એટલે ભ્રષ્ટાચાર સાથે ‘ભ્રષ્ટયુતિ’ નો ઉપયોગ કરીને મહાયુતિની મજાક ઉડાવવામાં આવી હતી.

ભાજપ 149 બેઠકો પર 20 નવેમ્બરની ચૂંટણી લડી રહ્યું છે, શિવસેના 81 બેઠકો પર મેદાનમાં છે, અને અજિત પવારની આગેવાની હેઠળની એનસીપીએ 59 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે.

આ પણ વાંચો: શિંદેએ કર્યો બળવાનો બચાવ, કહ્યું શિવસેનાનું અગાઉનું નેતૃત્વ વિકાસ વિરોધી હતું


કોંગ્રેસે 101, શિવસેના (યુબીટી)એ 95 અને એનસીપી(એસપી)એ 86 ઉમેદવારો ઉભા રાખ્યા છે.

બહુજન સમાજ પાર્ટી અને ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદ-ઉલ-મુસ્લિમીન (એઆઈએમઆઈએમ) સહિત નાના પક્ષો પણ ચૂંટણી લડી રહ્યા છે, જેમાં બીએસપીએ 237 ઉમેદવારો અને એઆઈએમઆઈએમે 17 ઉમેદવારોેને મેદાનમાં ઉતાર્યા છે.

2019 રાજ્યની વિધાનસભા ચૂંટણીની સરખામણીમાં આ વખતે ઉમેદવારોની સંખ્યામાં 28 ટકાનો વધારો થયો છે. આ વર્ષે, 4,136 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે, જે 2019 માં 3,239 હતા.

આ ઉમેદવારોમાં 2,086 અપક્ષ છે. બળવાખોરો 150 થી વધુ મતવિસ્તારોમાં મેદાનમાં છે, જેમાં મહાયુતિ અને એમવીએના ઉમેદવારો તેમના પક્ષના સત્તાવાર ઉમેદવારો સામે લડી રહ્યા છે.

નોંધાયેલા મતદારોની સંખ્યા વધીને 9,63,69,410 થઈ છે, જે 2019માં 8,94,46,211 હતી, જેમાં 69,23,199 નવા મતદારોનો ઉમેરો થયો હતો.

એક ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે આ વધારો યુવાન અને પ્રથમ વખતના મતદારો પર કેન્દ્રિત વિશેષ નોંધણી અભિયાનને કારણે થયો છે. 18-19 વર્ષની વયના પ્રથમ વખતના મતદારોની સંખ્યા હવે 20,93,206 છે, એમ તેમણે જણાવ્યું હતું.

રાજ્યના મતદારોમાં વિકલાંગતા ધરાવતા 6,36,278 મતદારો અને સશસ્ત્ર દળોના 1,16,355 મતદારોનો પણ સમાવેશ થાય છે. કુલ મતદારોમાંથી, 12,43,192 મતદારો 85 વર્ષથી વધુ વયના છે, જેમાં 47,716 જેટલા શતકવીરો છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

મહારાષ્ટ્રમાં આ વખતે 1,00,186 મતદાન મથકો હશે, જ્યારે 2019ની વિધાનસભા ચૂંટણીમાં 96,654 મતદાન મથકો હતા. મતદારોની સંખ્યામાં થયેલા વધારાને કારણે આ વધારો થયો છે.

લગભગ છ લાખ રાજ્ય સરકારના કર્મચારીઓ ચૂંટણી ફરજમાં સામેલ થશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button