કોંગ્રેસના દિગ્ગજ નેતાની પુત્રવધુએ કેસરીયો ખેંસ કર્યો ધારણ, અર્ચના પાટીલ 30 વર્ષથી કરે છે સમાજ સેવા: ફડણવીસ
નવી દિલ્હી: પૂર્વ લોકસભા અધ્યક્ષ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શિવરાજ પાટીલની (Congress leader Shivraj Patil) પુત્રવધૂ અર્ચના પાટીલ (Archana Patil) ચાકુરકર શનિવારે ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાઈ ગઈ. ડૉ. અર્ચના પાટીલ ચાકુરકર એક દિવસ અગાઉ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને (Devendra Fadnavis) દક્ષિણ મુંબઈમાં તેમના સત્તાવાર નિવાસસ્થાન ‘સાગર’ ખાતે મળ્યા હતા. તે ઉદગીરમાં ‘લાઇફકેર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર’ના અધ્યક્ષ છે અને તેમના પતિ શૈલેષ પાટીલ ચાકુરકર કોંગ્રેસના રાજ્ય સચિવ છે. શિવરાજ પાટીલ 2004 થી 2008 વચ્ચે સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (UPA) સરકારમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન હતા.
આ પણ વાંચો: કોંગ્રેસને ઝટકોઃ રામટેક લોકસભા સીટના ઉમેદવારનું જાતિનું પ્રમાણપત્ર ગેરકાયદે પણ
અર્ચના પાટીલ ચાકુરકરે મુંબઈમાં મહારાષ્ટ્ર બીજેપી અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે, ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને અન્ય ઘણા નેતાઓની હાજરીમાં ભાજપનું સભ્યપદ લીધું. આ પ્રસંગે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, આજે અર્ચના પાટીલે ભાજપમાં પ્રવેશ કર્યો તે ખૂબ જ આનંદની વાત છે. તેમને સામાજિક કાર્યકર તરીકે 30 વર્ષનો અનુભવ છે. માત્ર લાતુર જિલ્લા માટે જ નહીં પરંતુ મરાઠવાડાને પણ સારું નેતૃત્વ પૂરું પાડવામાં આવ્યું છે. અમે 2019માં એવો પ્રસ્તાવ પણ મૂક્યો હતો કે તમે ચૂંટણી લડો.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં I.N.D.I.A. ગઠબંધનને આ પાર્ટી આપી શકે છે પહેલો ઝટકો?
મળતી માહિતી મુજબ, અર્ચના ભાજપમાં જોડાશે તેવી અટકળો ઘણા સમયથી ચાલી રહી હતી. રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા અશોક ચવ્હાણે તેમની પાર્ટીમાં પ્રવેશ માટે મધ્યસ્થી કરી હતી, ત્યારબાદ અર્ચના પાટીલ ચાકુરકર શનિવારે ભાજપમાં જોડાયા હતા.