ટોપ ન્યૂઝમહારાષ્ટ્ર વિધાનસભા 2024 પરિણામ

Maharashtra Election Result Live: પીએમ મોદી અને સીએમ યોગીના આ નારાઓએ કરી કમાલ, મહાયુતિ સરકાર બનાવવા તરફ અગ્રેસર

મુંબઈ : મહારાષ્ટ્રમાં 288 બેઠકના પરિણામના ટ્રેન્ડ આવી રહ્યા છે. જેમાં મહાયુતિ ગઠબંધન 288માંથી 218 બેઠકો પર આગળ છે. જયારે એમવીએ ગઠબંધન માત્ર 50 બેઠકો પર આગળ છે. જે મહારાષ્ટ્રમાં ભાજપની(Maharashtra Election Result Live)આગેવાની હેઠળ મહાયુતિ સરકાર રચવા જઈ રહી છે તે સ્પષ્ટ છે. તેવા સમયે મહારાષ્ટ્ર ચૂંટણી પ્રચાર દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા “બટેંગે તો કટેંગે “આપવામાં આવેલ સ્લોગન ખૂબ સાંભળવામાં આવ્યું અને લોકોનું ધ્યાન પણ ખેંચ્યું. જો કે, આના પર ભાજપના સહયોગી પક્ષો દ્વારા ઉઠાવવામાં આવેલા વાંધા પછી પ્રચારના અંતિમ દિવસે પીએમ મોદીએ એક નવો નારો આપ્યો-” એક હે તો સેફ હે ” આ નારોઓ મહારાષ્ટ્રમાં ભાજપ અને મહાયુતિની સ્થિતિ બદલી નાંખી છે.


Also read: મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામ: પતિ ફહાદ પાછળ રહેતા સ્વરા ભાસ્કરે EVM પર સવાલ ઉઠાવ્યા


પીએમ મોદીનો ” એક હે તો સેફ હે ” એ નારો સફળ રહ્યો

જેમાં વિશ્વ્લેષકોના મતે પીએમ મોદીનો ” એક હે તો સેફ હે ” એ નારો ભાજપ હકારાત્મક રીતે લોકોમાં ફેલાવવામાં સફળ રહ્યો હતો. ભાજપે કહ્યું હતું કે આપણે અલગ-અલગ ધર્મ, જાતિ અને સમુદાયમાં વિભાજિત ન થવું જોઈએ પરંતુ નવા ભારત માટે મત આપવો જોઈએ. આ સિવાય મદરેસામાંથી જે રીતે કેટલાક ફતવા બહાર પાડવામાં આવ્યા હતા, જેમાં કહેવામાં આવ્યું હતું કે મહાવિકાસ અઘાડીને એકતરફી મત આપો.તેનો ફાયદો પણ ભાજપને થયો છે.

મહાવિકાસ અઘાડીને નુકસાન થયું

આ ફતવાનો સંદેશ લોકોમાં સારો ના ગયો. તેનાથી મહાવિકાસ અઘાડીને નુકસાન થયું છે. એક વાત જે મહાયુતિની તરફેણમાં ગઈ તે એ છે કે તેણે જે રીતે મરાઠા આરક્ષણને લોકો સુધી પહોંચાડવાનું કામ કર્યું છે. તેણે મરાઠાઓના ગુસ્સાને કાબૂમાં રાખવાનું કામ કર્યું છે. એટલે કે જે પણ કામ મહાયુતિએ કર્યું છે તે લોકોમાં સુધી પહોંચી શક્યું છે તેનો વિશ્વ્લેષકો મત છે.

મહત્ત્વનું પરિબળ લાડલી બહેન યોજના

સૌથી મોટું અને મહત્ત્વનું પરિબળ લાડલી બહેન યોજના છે. ભાજપ હોય કે શિવસેના કે અજિત પવારની રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી, તેમના તરફથી વારંવાર કહેવામાં આવ્યું છે કે ત્યાંની મહિલા મતદારો અમારી તરફેણમાં મતદાન કરશે તેમણે લાડલી-બહેન યોજના દ્વારા મહિલાઓનું સન્માન કર્યું છે અને ભવિષ્યમાં પણ કરશે.

ચૂંટણીમાં મહાયુતિને ફાયદો

મહાયુતિ આ બહુ મોટો સંદેશ લોકો સુધી પહોંચાડવામાં સફળ રહી હતી. તેમજ ક્યાંક ને ક્યાંક દિવાળી જેવા તહેવારોમાં પણ મહિલાઓને આનો ફાયદો થયો છે. જો આપણે આની સામૂહિક છાપ જોઈએ, તો તે મહાયુતિ માટે જીતની સ્થિતિ હતી. જેના પરિણામે ચૂંટણીમાં મહાયુતિને ફાયદો થતો જોવા મળી રહ્યો છે. હવે એ પણ જોવાનું રહેશે કે શું એકનાથ શિંદે ફરીથી મુખ્યમંત્રીનો ચહેરો બનશે કે પછી ભાજપ કોઈ નવા ચહેરાને સ્થાન આપે છે.


Also read: By Election Poll Result 2024: યુપી-બિહાર રાજસ્થાનમાં એનડીએ આગળ, તો કર્ણાટકમાં કોંગ્રેસ અને પશ્ચિમ બંગાળમાં મમતાનો દબદબો


મહારાષ્ટ્રમાં આ વખતે મુખ્ય મુકાબલો મહાવિકાસ અઘાડી અને મહાયુતિ ગઠબંધન વચ્ચે હતી. મહાવિકાસ અઘાડીએ જોરદાર લડત આપવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મહાવિકાસ અઘાડીના નેતાઓને તેમના જ ગઢમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button