મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામ: પતિ ફહાદ પાછળ રહેતા સ્વરા ભાસ્કરે EVM પર સવાલ ઉઠાવ્યા | મુંબઈ સમાચાર

મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામ: પતિ ફહાદ પાછળ રહેતા સ્વરા ભાસ્કરે EVM પર સવાલ ઉઠાવ્યા

મુંબઈ: મહારાષ્ટ્રમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો (Maharashtra assembly election)જાહેર થઇ રહ્યા છે. દરીમિયન અનુશક્તિ નગર બેઠક (Anushakti nagar) પર સૌની નજર છે. બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કરના પતિ ફહાદ અહેમદ (Fahad Ahmed) આ બેઠક પર NCP (SP) તરફથી ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે NCPએ નવાબ મલિકની પુત્રી સના મલિકને મેદાનમાં ઉતાર્યા છે.

એનસીપીના સના મલિક અનુશક્તિ નગર સીટ પર સતત આગળ ચાલી રહ્યા છે. તે 3378 મતોથી આગળ છે. ફહાદ અહેમદ બીજા સ્થાને છે. 19માંથી 18 રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે.

એવામાં સ્વરા ભાસ્કરે EVM પર સવાલ ઉઠાવ્યા છે. સ્વરાએ પૂછ્યું ચૂંટણી પંચે જવાબ આપવો જોઈએ. અનુશક્તિ નગર વિધાનસભામાં 99 ટકા ચાર્જ મશીનો ખુલતાની સાથે જ ભાજપ સમર્થિત NCPને વોટ કેવી રીતે મળવા લાગ્યા?

આ પણ વાંચો : વાવ વિધાનસભા પેટાચૂંટણી પરિણામઃ ત્રિપાંખિયા જંગમાં કમળ ખીલ્યું, ગુલાબ સિંહની હાર

ચૂંટણીના રાજકારણની દૃષ્ટિએ આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ બેઠક પર નવાબ મલિકનું પ્રભુત્વ માનવામાં આવે છે. તેઓ અહીંથી ઘણી વખત ચૂંટણી જીતી ચૂક્યા છે. જો કે મની લોન્ડરિંગના આરોપ પછી તેમને જેલમાં જવું પડ્યું હતું, જ્યારે તેઓ જેલમાંથી છૂટ્યા ત્યારે તેઓ NCPમાં અજિત જૂથમાં જોડાયા હતા. આ વખતે તેમની પુત્રી સના મલિકને મેદાનમાં ઉતારવામાં આવી છે.

શરદ પવાર NCPએ સ્વરા ભાસ્કરના પતિ ફહાદ અહેમદને ટિકિટ આપી ત્યારે આ બેઠક વધુ ચર્ચામાં આવી. ફહાદ પહેલા સમાજવાદી પાર્ટીમાં હતા, પરંતુ જ્યારે સપાને ઈન્ડિયા બ્લોકમાં વધુ સીટો ન મળી, ત્યારે ફહાદને શરદ પવારની એનસીપી તરફથી મેદાનમાં ઉતારવામાં આવ્યા.

સંબંધિત લેખો

Back to top button