નવી સરકારની રચનામાં વિલંબ: બધુ ગેરબંધારણીય, રાષ્ટ્રપતિ શાસન લાદવાની સ્થિતિ છે: વકીલનો દાવો
મુંબઈ: વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયાને અઠવાડિયાથી વધુ સમય થઇ ગયો છે. છતાં હજી સુધી રાજ્યમાં નવી સરકારની રચના કરવામાં આવી નથી ત્યારે આ બધુ બંધારણ પ્રમાણે થઇ રહ્યું નથી, એવો દાવો વરિષ્ઠ વકીલ અસીમ સરોદેએ ફેસબુક પોસ્ટ પર કર્યો હોવાનું એક મરાઠી ન્યૂઝ વેબસાઇટે જણાવ્યું હતું.
આ પણ વાંચો: અમને મોડું થાત તો અત્યાર સુધી રાષ્ટ્રપતિ શાસન લાદી દીધો હોત: ઉદ્ધવ ઠાકરે
વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિનો અદ્ભુત વિજય થયો અને મહાવિકાસ આઘાડીનો દેખાવ નબળો રહ્યો. વિપક્ષોએ પોતાની હારનો દોષનો ટોપલો ઇવીએમ પર ફ્ોડ્યો છે અને પૈસા ભરીને ફરી મત ગણતરી કરાવવાની માગણી કરી છે. બહુમતિ મેળવ્યા છતાં મહાયુતિએ હજી સુધી સરકારની રચના કરી નથી એ ચર્ચાનો વિષય બન્યો છે.
અસીમ સરોદે આ અંગે બંધારણની અમુક જોગવાઇઓને ટાંકીને કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં અત્યાર સુધી કોઇએ પણ નવી સરકાર રચવા અંગે કોઇએ દાવો પણ કર્યો નથી અને રાજ્યપાલે રાષ્ટ્રપતિ શાસન લાદવા અંગે કોઇ અહેવાલ અથવા દરખાસ્ત રાષ્ટ્રપતિ પાસે કરી નથી. આ બધુ બંધારણ પ્રમાણે થઇ રહ્યું નથી અને ગેરબંધારણીય છે, એવો દાવો સરોદે ફેસબુક પોસ્ટ પર કર્યો છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં શપથ ગ્રહણ સમારંભ પહેલા એકનાથ શિંદેની તબિયત વધુ બગડી, ડોક્ટરોએ આપી આરામની સલાહ
રખેવાલ મુખ્ય પ્રધાન એવી કોઇ જોગવાઇ બંધારણમાં નથી. હાલમાં મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની પરિસ્થિતિ છે અને રાષ્ટ્રપતિ શાસન લદાય તો સરકારને રદ કરી શકાય છે. બંધારણનો ઉપયોગ ફક્ત ચૂંટણી પ્રચાર માટે કરવામાં આવે છે, પરંતુ તે પ્રમાણે કોઇ ચાલી રહ્યું નથી, એવી પોસ્ટ સરોદે કરી હતી.