Loksabha Election 2024 : જો ભાજપને બહુમત નહિ મળે તો શું છે પ્લાન બી, ગૃહમંત્રી અમિત શાહે આપ્યો આ જવાબ
નવી દિલ્હી : લોકસભા ચૂંટણી(Loksabha Election 2024) વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે(Amit Shah) મોટું નિવેદન આપ્યું છે. એક ન્યૂઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે મને ખાતરી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) જંગી બહુમતી સાથે સત્તામાં આવશે. તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે શું ભાજપ બહુમતીની સંખ્યા સુધી ન પહોંચે તો શું કોઈ પ્લાન બી છે.તો કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે પ્લાન બી ત્યારે જ બનાવવાની જરૂર છે જ્યારે પ્લાન એ ની સંભાવના 60 ટકાથી ઓછી હોય.
છેલ્લા 10 વર્ષમાં વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા વધી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વધુમાં કહ્યું કે આખો દેશ ઇચ્છે છે કે આ દેશ સુરક્ષિત રહે, સમગ્ર વિશ્વમાં આ દેશનું સન્માન વધે, આ દેશ સમૃદ્ધ બને, આ દેશ આત્મનિર્ભર બને, આ દેશ વિકસિત ભારત બને અને દરેક ભારતીય ભલે તે સૌથી ગરીબ હોય કે સૌથી અમીર હોય એ દરેક માને છે કે છેલ્લા 10 વર્ષમાં વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા વધી છે. અમારે ચોક્કસપણે 400 બેઠકોની જરૂર છે કારણ કે દેશની સરહદો મજબૂત કરવી પડશે. મજબૂત દેશ માટે 400 સીટોની જરૂર છે. તેમણે કહ્યું કે અમે 10 વર્ષ સુધી પૂર્ણ બહુમત સાથે કલમ 370 હટાવી અને રામ મંદિરનું નિર્માણ કર્યું છે.
બંધારણ બદલવાના સવાલ પર શાહે શું કહ્યું?
બંધારણ બદલવાના સવાલ પર અમિત શાહે કહ્યું કે અમારી પાસે 10 વર્ષથી બહુમત છે. અમે ક્યારેય આવો પ્રયાસ કર્યો નથી. મારી પાર્ટીનો બહુમતીના દુરુપયોગનો ઇતિહાસ નથી. હા, ઈન્દિરા ગાંધીના સમયમાં કોંગ્રેસ દ્વારા જનાદેશનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો.
કેજરીવાલને ક્લીન ચીટ નથી મળી
આ ઉપરાંત તેમણે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના પર કહ્યું કે આ કેજરીવાલને ક્લીન ચીટ નથી. કોર્ટે માત્ર 1 જૂન સુધી ચૂંટણી પ્રચાર માટે જ પરવાનગી આપી છે. તે જ્યાં પણ જશે ત્યાં લોકોને દારૂનું કૌભાંડ જ યાદ હશે. ઘણા લોકો મોટી બોટલ જોશે.
ઓડિશામાં સરકાર બદલાવા જઈ રહી છે
અમિત શાહે ઓડિશા અને કાશ્મીર વિશે પણ મોટી વાત કહી. તેમણે કહ્યું કે ઓડિશામાં સરકાર બદલાઇ રહી છે. કાશ્મીર અંગે તેમણે કહ્યું કે અગાઉ કાશ્મીરમાં ચૂંટણી બહિષ્કારના નારા લાગ્યા હતા. કાશ્મીરમાં અત્યારે શાંતિપૂર્ણ મતદાન થયું છે. પ્રથમ વખત 40 ટકા કાશ્મીરી પંડિતોએ મતદાન કર્યું છે.