આમચી મુંબઈમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

લોકસભા ચૂંટણીઃ દક્ષિણ-મધ્ય મુંબઈની સીટ પર શિંદે-ઠાકરેના ઉમેદવાર વચ્ચે જામશે જંગ

મુંબઈ: લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રની દક્ષિણ-મધ્ય મુંબઈની બેઠક પર અનેક દિગ્ગજ નેતાઓએ ચૂંટણી લડી ચૂક્યા છે, જેમાં મુંબઈથી સૌથી મહત્ત્વની દક્ષિણ મુંબઈની સીટ પરથી ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના કોમરેડ શ્રીપાદ અમૃત ડાંગે અને દત્તા સામંત જેવા અનેક દિગ્ગજ નેતાઓ આ બેઠક લડી ચૂક્યા છે. 1989માં શિવસેનાના વામાનરાવ મહાડિકે આ સીટ પર વિજય મેળવ્યો હતો ત્યાર બાદ વર્ષ 1991થી 2009ના સમયગાળા દરમિયાન સતત પાંચ લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર મોહન રાવલેએ આ સીટ પર (શિવસેનાનો) ભગવો લહેરાવ્યો હતો, પરંતુ આ વખતની ચૂંટણીમાં એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના ઉમેદવાર વચ્ચે કાંટે કી ટક્કર રહેશે.

આ અગાઉની વાત કરી તો 2009માં કૉંગ્રેસના એકનાથ ગાયકવાડે દક્ષિણ-મધ્ય મુંબઈની સીટ પોતના પક્ષમાં કરી હતી પણ 2014 અને 2019ના ભાજપ સાથે શિવસેનાએ યુતિ કરીને રાહુલ શેવાળેએ દક્ષિણ-મધ્ય મુંબઈની સીટ પર પોતાનો દબદબો કાયમ રાખ્યો છે, જેથી શિવસેનાના બે જૂથ (ઉદ્ધવ ઠાકરે જૂથ, એકનાથ શિંદે જૂથ) થયા બાદ રાહુલ શેવાળે શિંદે જૂથમાં સામેલ થયા હતા અને શિંદે જૂથે તેમને ફરીથી દક્ષિણ-મધ્ય મુંબઈથી ઉમેદવાર તરીકે જાહેર કરતાં ઠાકરે જૂથે અનિલ દેસાઇને પણ આ સીટ પર ઉતારવાની જાહેરાત કરી હતી, જેથી આ સીટ પર અનિલ દેસાઇ અને રાહુલ શેવાળેની વચ્ચે મહાસંગ્રામ જોવા મળશે.

આ પણ વાંચો : Loktantra Bachao Rally: રામલીલા મેદાનમાં વિપક્ષનું શક્તિ પ્રદર્શન, 28 પાર્ટીના નેતા રહેશે હાજર

દક્ષિણ મુંબઈ મધ્યના મતદારસંઘ (વિધાનસભા)માં અનુશક્તિનગર, ચેમ્બુર, ધારાવી, સાયન-કોલીવાડા, વડાલા અને માહિમ આ વિસ્તારોનો સમાવેશ થાય છે. આ ભાગમાં મોટા ભાગે ઓછી આવકવાળા મતદાર છે. આ સાથે સાયનમાં ધરાવી ઝૂંપડપટ્ટી આવવાથી લાખોની સંખ્યામાં મત ઉમેદવારોને મળે છે આ સાથે મુંબઈના અનેક નાના-મોટા ઉદ્યોગો પણ આવેલા છે.

શિંદે જૂથ દ્વારા લોકસભા ચૂંટણીમાં દક્ષિણ-મધ્ય મુંબઈની બેઠક પર રાહુલ શેવાળેની ઉમેદવાર તરીકે જાહેરાત કરી છે. 2019ની લોકસભા ચૂંટણીમાં શિવસેનાના રાહુલ શેવાળેએ કૉંગ્રેસના એકનાથ ગાયકવાડને 1.51 લાખ મતથી હરાવ્યા હતા અને શેવાળેને સૌથી વધુ 91 હજાર વોટ વિધાનસભાના મતદારસંઘમાંથી મળ્યા હતા.

આ પણ વાંચો : ભાજપના ઉમેદાવારની 8મી યાદી જાહેર, પંજાબના ગુરદાસપુરથી સની દેઓલનું પત્તુ કપાયું

હાલ માહિમના વિધાનસભ્ય સદા સરવણકર શિંદે જૂથની સાથે છે, જેથી રાહુલ શેવાળેને તેમનો લાભ થઈ શકે છે, પણ ચેમ્બુરના વિધાનસભ્ય પ્રકાશ ફટરપેકર (ફાતેરપેકર) ઉદ્ધવ ઠાકરે જૂથ સાથે છે, જેથી રાહુલ શેવાળેની સામે ઉતરેલા અનિલ દેસાઇને તેઓ લાભ થવાનો છે. આ સાથે શિંદે જૂથ સાથે યુતિ કરનાર ભાજપના કાલિદાસ કોલંબકર વડાલા વિધાનસભાથી અને કેપ્ટન તમિલસેલ્વન સાયન કોલીવાડા વિધાનસભ્ય રહેતા શેવાળે આ સીટ પર વિજય થઈ શેકે છે, એવું કહેવામાં આવી રહ્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button