આમચી મુંબઈમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

ચૂંટણીની મોસમમાં લાતુરના કાકાએ કરી મોટી વાતઃ વોટ તો આપીશું તમને…

મુંબઈ: લોકસભા ચૂંટણી (Loksabha Election 2024) માટે પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને હવે રાજકીય પક્ષો અને તેમના ઉમેદવારો બીજા તબક્કાની તૈયારીમાં લાગી ગયા છે અને તે બાદ ત્રીજા તબક્કામાં ચૂંટણીની તૈયારીઓ કરવામાં આવશે. મહારાષ્ટ્રના લાતુરમાં ત્રીજા ચરણમાં ચૂંટણી થવાની છે ત્યારે ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના એક સમર્થકે હાસ્યાસ્પદ નિવેદન આપ્યું છે.

રાજકીય પક્ષોના કાર્યકરો, સમર્થકો તેમ જ નેતાઓ દ્વારા હાસ્યાસ્પદ નિવેદનો આપવાના અનેક વીડિયો અવારનવાર વાઇરલ થતાં હોય છે. હાલમાં ભાજપના એક સમર્થકનું એવું જ નિવેદન આપ્યું હતું. ભાજપનો એક સમર્થક કહે છે કે અમે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જોઈને વોટ આપીશું. જો મોદીજી ગધેડાને પણ ઉમેદવાર તરીકે ઊભા કરશે તો તેને પણ વોટ આપીશું.


આ પણ વાંચો:
લોકસભા ચૂંટણીઃ ઉદ્ધવ ઠાકરેના પ્રચાર ગીત સામે ચૂંટણી પંચની લાલ આંખ

આ પહેલા પણ પીએમ મોદીના અનેક સમર્થકોના નિવેદનો સામે આવ્યા હતા. અનેક લોકોએ તો પોતાના લગ્નના કાર્ડ પર પીએમ મોદીની તસવીર પ્રિન્ટ કરીને મોદીને વોટ કરવાની અપીલ કરી હતી. થોડા દિવસ પહેલા કૉંગ્રેસમાંથી ભાજપમાં સામેલ થયેલા પૂર્વ બોક્સર વિજેન્દર સિંહનું પણ એક નિવેદન ચર્ચામાં આવ્યું હતું.

વિજેન્દર સિંહને અચાનકથી કૉંગ્રેસ છોડીને ભાજપમાં જોડાવાનું કારણ પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે હું સૂઈ ગયો હતો અને સૂઈને ઉઠ્યા બાદ મને લાગ્યું કે હું ખોટું કરી રહ્યો છું, મને ભાજપમાં જવું જોઈએ અને હવે હું સાચી દિશામાં જઈશ તે માટે હું ભાજપમાં આવી ગયો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button