ઝારખંડ વિધાનસભા 2024 પરિણામનેશનલ

Jharkhand election result: JMM ગઠબંધને બાજી પલટી, વલણોમાં બહુમતી મેળવી

રાંચી: ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી (Jharkhad Assembly Election result) શરૂ થઈ ગઈ છે. રાજ્યની તમામ 81 બેઠકો પર આજે મતગણતરી થઈ રહી છે. ઝારખંડમાં જેએમએમ ગઠબંધન ફરી એકવાર બહુમતનો આંકડો પાર કરી ગયો છે. બીજેપી ગઠબંધન અહીં 30 સીટો પર આગળ છે. જ્યારે જેએમએમ ગઠબંધન 48 સીટો પર આગળ છે.

શરૂઆતના વલણોમાં ઝારખંડમાં ભાજપની આગેવાની હેઠળનું NDA ગઠબંધન આગળ હતું, પરંતુ ત્યાર બાદ જેએમએમ ગઠબંધને આગે કુચ કરી હતી. હાલમાં NDA અહીં 29 બેઠકો પર આગળ છે, જયારે JMM ગઠબંધન 49 બેઠકો પર આગળ છે, જયારે અન્ય ૩ બેઠકો પર આગળ છે. ઝારખંડ વિધાનસભામાં કુલ 88 બેઠકો છે. ઝારખંડની રાજધાની રાંચીથી જેએમએમના ઉમેદવાર મહુઆ માજી પાછળ રહી રહ્યા છે. અહીંથી ભાજપના સીપી સિંહ 2905 મતોથી આગળ છે.


Also read: Jharkhand Election Result Live : ઝારખંડમાં શરૂઆતી ટ્રેન્ડમાં એનડીએ 26 અને ઇન્ડી ગઠબંધન 15 બેઠક પર આગળ


પૂર્વ સીએમ ચંપાઈ સોરેન ઝારખંડની સરાઈકેલા વિધાનસભા સીટથી પાછળ ચાલી રહ્યા છે. ઝારખંડ વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી ચાલી છે. પ્રદીપ યાદવ, મીરા મુંડા, ચંદ્રદેવ મહતો, વિનોદ સિંહ જેવા નેતાઓ આગેવાની કરી રહ્યા છે, જ્યારે બસંત સોરેન, જયરામ મહતો જેવા દિગ્ગજ નેતાઓ પાછળ ચાલી રહ્યા છે.

જેએલકેએમના નેતા જયરામ મહતો બંને સીટો પરથી પાછળ ચાલી રહ્યા છે. જ્યારે તેમની પાર્ટીની પૂજા મહતો ગોમિયા બેઠક પરથી આગળ ચાલી રહી છે. અરૂપ ચેટર્જી, અનુપ સિંહ, બાબુલાલ મરાંડી, કલ્પના સોરેન આલ્ગા ચાલી રહ્યા છે.

ઝારખંડમાં 13 અને 20 નવેમ્બરે બે તબક્કામાં મતદાન થયું હતું. પહેલા તબક્કામાં 66 ટકા અને બીજા તબક્કામાં 68 ટકા મતદાન થયું હતું. મતદાન બાદ બહાર આવેલા એક્ઝિટ પોલના દાવાઓમાં ભાગલા પડ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button