આપણું ગુજરાતટોપ ન્યૂઝવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

આણંદ લોકસભા સીટ: પાટીદાર V/S ક્ષત્રિય વચ્ચે ચૂંટણી જંગ, ભાજપના મિતેશ પટેલ સામે કોંગ્રેસના અમિત ચાવડા મેદાને

દેશમાં લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ રાજકારણ ગરમાયું છે. ગુજરાતમાં પણ કોંગ્રેસ પાર્ટીએ ઉમેદવારોના નવા નામ જાહેર કર્યા છે તેમાં આણંદ લોકસભા સીટ માટે આ વખતે અમિત ચાવડાની પસંદગી કરવામાં આવી છે. આણંદ બેઠક પરથી ભરતસિંહ સોલંકી દ્વારા ચૂંટણી લડવાના કરાયેલા ઈન્કાર બાદ આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાનું નામ સામે આવ્યું હતું. હાઈકમાન્ડ દ્વારા તેમના નામ પર મંજૂરીની મહોર મારવામાં આવી છે. હવે અમિત ચાવડાની સીધી ટક્કર ભાજપના ઉમેદવાર મિતેષ પટેલ સાથે થશે.

લોકસભાની ચૂંટણી જાહેર થયા પૂર્વે જ ભાજપ દ્વારા ગત ટર્મના વિજેતા મિતેષભાઈ પટેલને રીપીટ કરાયા છે. આણંદ લોકસભા સીટ આમ તો પરંપરાગત રીતે જ કોંગ્રેસનો ગઢ રહી છે, ભરતસિંહ સોલંકીના નાના ઇશ્વરસિંહ ચાવડા આ બેઠક ઉપરથી કૉંગ્રેસનું પ્રતિનિધિત્વ કરતા હતા. ભરતસિંહ સોલંકી પણ 2004 અને 2009માં આ સીટ પરથી વિજેતા બન્યા હતા. જો કે છેલ્લી બે ટર્મથી ભાજપના ઉમેદવારો સતત જીતી રહ્યા છે. ચરોતરમાં પાટીદારો અને ક્ષત્રીયોનું પ્રભુત્વ છે અને તેઓ કોંગ્રેસના વફાદાર રહ્યા છે જો કે આ વખતે લોક જુવાળ કોના તરફી છે તે જાણવું રસપ્રદ બની રહેશે.

આણંદ લોકસભા મતવિસ્તારમાં ચાલુ વર્ષે તા.5 જાન્યુઆરી, 2024 સુધીમાં જિલ્લામાં કુલ 17,68,851મતદારો નોંધાયા છે. જે પૈકી 90,34,02પુરૂષ મતદારો, 8,65,317 સ્ત્રી મતદારો જ્યારે 132 ત્રીજી જાતિના મતદારો નોંધાયા છે. કુલ મતદારો પૈકી આણંદ જિલ્લામાં 18 થી 19 વર્ષની વય ધરાવતા 38,447 મતદારો, 85 વર્ષથી વધુની વય ધરાવતા 13,693 મતદારો તેમજ 13743 દિવ્યાંગ મતદારો નોંધાયા છે.

આણંદ લોકસભા મતક્ષેત્ર હેઠળ ખંભાત, બોરસદ, ઉમરેઠ, આણંદ, આંકલાવ, પેટલાદ, સોજીત્રા એમ સાત વિધાનસભા બેઠકો આવે છે. લોકસભાની ચૂંટણી અંતર્ગત ખંભાત વિધાનસભામાં 238, બોરસદ વિધાનસભામાં 264, આંકલાવ વિધાનસભામાં 227, ઉમરેઠ વિધાનસભામાં 283, આણંદ વિધાનસભામાં 296, પેટલાદ વિધાનસભામાં 234 અને સોજિત્રા વિધાનસભામાં 231 આમ મળી કુલ 1773 મતદાન મથકો ઉભા કરવામાં આવનાર છે.

આ પણ વાંચો…
વલસાડ લોકસભા સીટ: કોંગ્રેસના અનંત પટેલ સામે ભાજપના ધવલ પટેલ વચ્ચે ખરાખરીનો જંગ

કૉંગ્રેસના ભરતસિંહ સોલંકી અને ભાજપના મિતેષ પટેલ વચ્ચે ચૂંટણી જંગ થયો હતો. આણંદ બેઠક પર વર્ષોથી કોંગ્રેસનો દબદબો રહ્યો હોવા છતાં આણંદ બેઠક પર ભાજપના ઉમેદવાર મિતેષ પટેલ 699338 મતથી આગળ અને કોંગ્રેસ ઉમેદવાર ભરતસિંહ સોલંકી 486271 મત સાથે પાછળ રહેતા ભાજપના ઉમેદવાર મિતેષ પટેલ 1,97,718 મતોની લીડ સાથે જીત મેળવી હતી. આણંદની બેઠક 2019માં 66.79 ટકા મતદાન નોંધાયું હતું. આ મતવિસ્તારમાં 602132 પુરુષ, 503425 મહિલાએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, કુલ 1105587 નાગરિકોએ મત આપ્યો હતો.

આણંદ લોકસભા મતક્ષેત્ર હેઠળ ખંભાત, બોરસદ, ઉમરેઠ, આણંદ, આંકલાવ, પેટલાદ, સોજીત્રા એમ સાત વિધાનસભા બેઠકો આવે છે. લોકસભાની ચૂંટણી અંતર્ગત ખંભાત વિધાનસભામાં 238, બોરસદ વિધાનસભામાં 264, આંકલાવ વિધાનસભામાં 227, ઉમરેઠ વિધાનસભામાં 283, આણંદ વિધાનસભામાં 296, પેટલાદ વિધાનસભામાં 234 અને સોજિત્રા વિધાનસભામાં 231 આમ મળી કુલ 1773 મતદાન મથકો ઉભા કરવામાં આવનાર છે.

આ પણ વાંચો…
ગુજરાત લોકસભા ચૂંટણીઃ પોરબંદરમાં માંડવિયા Vs વસોયા, કોણ બાજી મારશે?

કોણ છે મિતેષ પટેલ?

આણંદ લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ સાંસદ મિતેષ પટેલ પર પુનઃ વિશ્વાસ મૂકીને આગામી લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. મિતેશભાઈ પટેલ કે જેઓ “બકાભાઈ” ના હુલામણા નામથી ઓળખાય છે, તેમનો જન્મ 27 મી ઓગસ્ટ, 1965ના રોજ આણંદ જિલ્લાના સારસા ગામમાં એક ખેડૂત પરિવારમાં થયો હતો. તેઓએ બોર્ડ ઓફ ટેકનિકલ એક્ઝામિનેશન, કર્ણાટકમાંથી ટેલિકોમ એન્જિનીયરિંગ (ઈલેક્ટ્રોનિક્સ અને ટી.સી.) માં ડિપ્લોમા કર્યું છે. તેઓ નાનપણથી જ ભાજપ સાથે જોડાયાં હતાં અને રાજકારણમાં સતત સક્રિય છે. આગવી રાજકીય સુઝબુઝ ધરાવતાં મિતેશભાઈ ઉપર ગત ટર્મમાં ભાજપે વિશ્વાસ મુક્યો હતો અને 2019 ની લોકસભા ચૂંટણી માટે આણંદ બેઠકના ઉમેદવાર બનાવ્યાં હતાં. પ્રથમ ચૂંટણીમાં જ મિતેશભાઈ 1,97,718 મતોથી જીત હાંસલ કરી હતી.

કોણ છે અમિત ચાવડા?

મધ્ય ગુજરાતની આણંદ લોકસભા સીટ પર સોલંકી અને ચાવડા પરિવારનો ભૂતકાળમાં દબદબો રહ્યો છે. આણંદ સીટ પરથી અમિત ચાવડાના દાદા ઈશ્વરસિંહ ચાવડા વર્ષો સુધી સાંસદ રહ્યા હતા. આણંદ બેઠક પરથી અંકલાવના ધારાસભ્ય અને વિધાનસભામાં કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા અમિત ચાવડા ચૂંટણી લડશે. 48 વર્ષીય અમિત ચાવડાએ કેમિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. અમિત ચાવડા પાંચ ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવે છે. તેમણે શ્રેષ્ઠ યુવા ધારાસભ્ય તરીકેનો પુરસ્કાર જીત્યો છે. અમિત ચાવડા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. ભરતસિંહના ઇનકાર બાદ અમિત ચાવડા ઉપરાંત બોરસદના પુર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર અને આણંદ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ નટવરસિંહ મહિડાના નામો પણ ચર્ચાયા હતા. પરંતુ આખરે અમિત ચાવડા ઉપર કળશ ઢોળાયો હતો. જે નામ દિલ્હી ખાતે પહોંચ્યું હતું જેના પર આજે મંજૂરીની મહોર સાથે જાહેર કરવામાં આવ્યું છે. હવે આણંદ લોકસભા બેઠક પર ફરી એક વખત ક્ષત્રિય અને પાટીદાર ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ જામશે. આણંદ લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ 2019માં જીતેલા મિતેશ પટેલને રિપીટ કર્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button