ઈડીએ શિવસેના (યુબીટી)ના લોકસભા ઉમેદવારને સમન્સ પાઠવ્યા
મુંબઈ: શિવસેના (યુબીટી) એ બુધવારે વાયવ્ય મુંબઈ મતદારસંઘમાંથી લોકસભા ઉમેદવાર તરીકે અમોલ કીર્તિકરનું નામ જાહેર કર્યું તેના થોડા સમય પહેલાં જ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ કોવિડ -19 રોગચાળા દરમિયાન ખીચડી વિતરણમાં કથિત અનિયમિતતા અંગે પૂછપરછ માટે તેમને સમન્સ મોકલ્યા હતા.
આ પણ વાંચો: લોકસભા ચૂંટણી: મતદારો વોટર આઈડી સિવાય આ 12 વૈકલ્પિક ડોક્યુમેન્ટનો પણ કરી શકશે ઉપયોગ
આ બાબતથી વાકેફ કેટલાક લોકોએ જણાવ્યું હતું કે ઈડીને શંકા છે કે કીર્તિકરે ખીચડીના વિતરણનો કોન્ટ્રાક્ટ મેળવનારા કૉન્ટ્રેક્ટરને મદદ કરી હતી અને તે સંદર્ભમાં કેટલાક લાખોના આર્થિક વ્યવહારો કરવામાં આવ્યા હતા. જોકે, કીર્તિકરે તેની સામેના બધા આરોપોને નકારી કાઢ્યા છે.
શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે બુધવારે કહ્યું હતું કે ઈડીએ કીર્તિકર સામે કાર્યવાહી શરૂ કરી છે પરંતુ તેઓ તેમની ઉમેદવારી બદલશે નહીં.
આ પણ વાંચો: Money Laundering Case: યુપીમાં સમાજવાદી પાર્ટીના નેતાના નિવાસ્થાને ઈડીના દરોડા, દીકરાની ધરપકડ
મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગ (ઈઓડબ્લ્યુ)એ સપ્ટેમ્બરમાં કીર્તિકરની પૂછપરછ કરી હતી. ઈડીએ આ કેસમાં તેમની કથિત ભૂમિકા માટે શિવસેના (યુબીટી)ના પદાધિકારી સૂરજ ચવ્હાણ સામે ચાર્જશીટ દાખલ કરી હતી. એજન્સીએ ચવ્હાણની રૂ. 88.51 લાખની સ્થાવર મિલકતો અસ્થાયી રૂપે જપ્ત કરી છે. ચવ્હાણને ગુનાની આવકમાંથી કથિત રીતે રૂ. 1.35 કરોડ મળ્યા હતા.