નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

INDIA ગઠબંધનની રાંચીની રેલીમાં હંગામો, ખુરશીઓ ફેંકાઈ

રાંચીઃ ઈન્ડિયા ગઠબંધનની રાંચી ખાતે યોજાયેલી રેલીમાં બે જૂથ વચ્ચે બોલાચાલી થતા વાત વણસી હતી અને હંગામો થયો હતો.

રવિવારે રાંચીમાં ઈન્ડિયા બ્લોકની રેલીમાં હંગામો થયો હતો. બે જૂથના કાર્યકરો એકબીજા સાથે અથડાયા હતા અને ઉગ્ર બોલાચાલી કરી હતી. કાર્યકરોએ એકબીજા પર ખુરશીઓ ફેંકી હતી અને લાકડીઓ વડે હુમલો કર્યો હતો.

આ પણ વાંચો:
30મી એપ્રિલે PM Narendra Modi Maharashtraમાં? ગજાવશે જાહેરસભા…

બે જૂથના કાર્યકરો એકબીજા સાથે બાખડ્યા હતા અને ઉગ્ર બોલાચાલી કરી હતી. કાર્યકરોએ એકબીજા પર ખુરશીઓ ફેંકી હતી. આ ઘટનામાં કેટલાક કાર્યકરો ઘાયલ થયા હતા. વીડિયોમાં એક વ્યક્તિના માથામાંથી લોહી નીકળતું જોવા મળે છે. કહેવામાં આવ્યું હતું કે ટિકિટની વહેંચણીને લઈને ઉમેદવારો વચ્ચે મતભેદ હતા, જે બાદ તેઓએ એકબીજા તૂટી પડ્યા હતા.


ઉલ્ગુલાન રેલીમાં RJD અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ચતરા સીટ પર એકબીજા સાથે અથડાયા હતા. આરજેડી ચતરા સીટ પરથી કે.એન. ત્રિપાઠીનો વિરોધ કરી રહી હતી. કોંગ્રેસ તરફથી કે. એન. ત્રિપાઠીને ચતર બેઠક માટે ઉમેદવાર બનાવાયા છે.

ઝારખંડના રાંચીમાં આજે ઈન્ડિયા બ્લોકની રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં મહાગઠબંધનના ઘણા મોટા નેતાઓ પહોંચ્યા છે. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ, પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન, AAP સાંસદ સંજય સિંહ અને તેમની પત્ની ઉલગુલાન રેલીમાં ભાગ લેવા માટે રાંચી પહોંચ્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઈન્ડિયા બ્લોકની આ મેગા રેલીમાં ભાગ નહીં લે, કારણ કે તેમની તબિયત અચાનક બગડી ગઈ છે. ઝારખંડના પૂર્વ મુખ્ય પ્રધાન હેમંત સોરેન અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ માટે સ્ટેજ પાસે બે ખાલી ખુરશીઓ રાખવામાં આવી છે.

આ પણ વાંચો:
રાજકારણમાં મહિલા પ્રતિનિધિત્વની માત્ર વાતો, લોકસભા ચૂંટણી 2024માં કયા પક્ષે કેટલી ટિકિટો આપી?

આ રેલીમાં 14 પક્ષોના નેતાઓ ભાગ લઈ રહ્યા છે. જેમાં RJD પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, NCP નેતા ફારૂક અબ્દુલ્લા ભાગ લેશે. આ ઉપરાંત અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ, ટીએમસીના ડેરેક ઓ બ્રાયન, શિવસેના (યુબીટી) તરફથી પ્રિયંકા ચતુર્વેદી, સીપીઆઈ (એમએલ)ના દિપાંકર ભટ્ટાચાર્ય પણ આ રેલીમાં ભાગ લઈ રહ્યા છે. ભાજપે ખુલ્લેઆમ પોસ્ટરો અને બેનરો મામલે આ રેલી સામે વિરોધ નોંધાવ્યો હોવાના અહેવાલો પણ મળ્યા છે.

Back to top button
ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું પ્રેમભર્યો સ્પર્શ કરી શકે છે આ ચમત્કાર

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker