હઝરત અબૂબ, સિદ્દીક સિરિયાથી મક્કા પહોંચ્યા ત્યારે અબૂ જહલે તેમને શું કહ્યું?
મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી
હઝરત અબૂબક્ સિદ્દીક રદ્યિલ્લાહો અન્હો એક ઉદાર પ્રમાણિક વેપારી હતા. વેપાર અર્થે આપ મક્કાથી સિરિયા જતા હતા ત્યારે સિરિયાની સરહદ નજીક રાતવાસો કરવા આપ હઝરત રદ્યિલ્લાહો અન્હોનો કાફલો રણ પ્રદેશના એક અવાવરા ખ્રિસ્તી દેવળ પાસે પહોંચ્યો. જ્યાં છેલ્લાં સો વર્ષથી યાદે ઈલાહીમાં મશગૂલ રહેતા એક પાદરી સાથે આપ હઝરત (રદ્.િ)ની મુલાકાત થઈ. આપનો મુબારક હાથ ચૂમી લેતાં ઈસાઈ પાદરીએ તેમને થયેલ આસમાની બશારત (વધામણા)ની વાત કરતાં કહ્યું કે, આજે મારી વાતો પર કદાચ આપને વિશ્ર્વાસ નહીં આવે પણ ધ્યાનથી સાંભળો. મક્કામાં અલ્લાહ તઆલાના અંતિમ નબી ટૂંક સમયમાં જાહેર થશે. આપ એ અંતિમ નબીના ખાસ સાથીદાર હશો. અંતિમ નબીની જે નિશાનીઓનું વર્ણન અમારી કિતાબોમાં છે (યાદ રહેવું ઘટે કે પયગંબર હઝરત ઈસા અલૈયાહ સલ્લામ્ પર નાઝિલ (ઊતરેલ) ઈશ્ર્વરીય કિતાબ ઈંજલ (બાઈબલ)માં અલ્લાહ તઆલાઓ સ્પષ્ટ સંકેત આપેલ છે, કે ઈસા (અ.સ.) પછી હજુ એક પયંગબર આખરી નબી તરીકે આ ધરતી પર પધારશે. જેનું નામ ‘અહમદ’ હશે. હઝરત મુહંમદ (સલ)નું એક નામ એહમદ પણ છે. એમાં આપ હઝરત અબૂબક્ સિદ્ીક (રદ્)િનો પણ ઉલ્લેખ છે અને આપનું સંપૂર્ણ વર્ણન પણ એમાં છે. એટલે સુધી કે આપના કાંડાના તલનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો આપ ઈબ્રાની ભાષા જાણતા હો તો અમારી કિતાબોમાં આપનું વર્ણન વાંચી શકો છો.
દેવળ પાસેના બીજા ઓરડામાં હઝરત અબૂબક્ સિદ્ીક (રદ્.િ)ના આરામની વ્યવસ્થા કરવામાં આવી. રાતભર આપ પાદરીની વાતો પર ઊંડો વિચાર કરતા રહ્યા. બીજા દિવસે સવારમાં જ્યારે આપ ત્યાંથી રવાના થયા ત્યારે ઘરડા પાદરીએ કહ્યું કે, હઝરત! જ્યારે આપ (રદ્યિલ્લાહો અન્હો)ને ફૈઝાને ઈલાહી (કૃપા, મહેરબાની)થી નવાઝવામાં આવે ત્યારે મને ભૂલતા નહીં, મારા માટે અવશ્ય દુઆ ફરમાવશો. પાદરીની આંખો અશ્રુભીની હતી.
હઝરત અબૂબક્ સિદ્ીક (રદ્)િ ત્યાંથી રવાના થયા. કેટલોક સમય સિરિયા દેશમાં રોકાયા પછી રાત દિવસ મુસાફરી કરતા રહ્યા અને મક્કા શહેરની નિકટ પહોંચતા આપને એ ઈસાઈ પાદરીએ કહેલી વાતો યાદ આવી ગઈ. શહેરમાં દાખલ થતા આપ હઝરતની સામે અબૂ જહલ આવી પહોંચ્યો અને કહ્યું, આપ ઘણા સમય પછી પાછા ફરી પણ રહ્યા છો એટલે આપને કદાચ ખબર મળી નહીં હોય, કે અહીં મક્કામાં શું નવા જૂની થઈ રહી છે.
હઝરત અબૂબક્ સિદ્ીક (રદ્.િ)એ ફરમાવ્યું, હું ઘણા સમય પછી પાછો ફર્યો છું એટલે મને અહીંની કાંઈ ખબર નથી.
અબૂ જહલે કહ્યું, અબ્દુલ્લાહના પુત્ર (હઝરત) મુહમ્મદ (સલ્લલ્લાહે વસલ્લમ્)ને તો આપ ઓળખો છો, એ પોતાના કબીલાના ઘણા જ ઉત્તમ માણસ છે. આખું શહેર એમની શરાફત (નિષ્ઠા, સદાચાર)ના ગુણ ગાય છે. પણ થોડાક સમયથી (હઝરત) મુહમ્મદ (સલ.) એક નવી અજીબોગરીબ વાત શરૂ કરી છે. તેઓ પોતાના ખુદાનો અંતિમ નબી પોતાને કહે છે અને કહે છે કે એક ફરિશ્તો મારી પાસે આસમાનથી વહી (દિવ્યવાણી) લાવે છે. હવે તો તેઓ ખુલ્લમખુલ્લા આપણા બાપ દાદાઓના ખુદાઓનું અપમાન પણ કરે છે. આપણા ખુદાઓથી દ્રોહ કરીને તેઓ લોકોને અણદીઠા (અદૃશ્ય) ખુદાની ઈબાદત કરવાનું કહે છે. મક્કા શહેરના રહેવાસીઓ તેમના પર ક્રોધિત થઈ ગયા છે. હમણા તો અબૂ તાલિબની ઝમાનતના કારણે તેમની પાસે કોઈ પ્રકારનાં પગલાં શક્ય નથી. પણ યાદ રાખજો કે જે દિવસે એ પોતાના ભત્રીજાની તરફેણ કરવાનું છોડી દેશે. એ દિવસે મક્કાની ધરતી તેમના માટે તંગ થઈ જશે. મક્કામાં, કોમમાં, કબીલાઓમાં આપ (રદ્યિલ્લાહો અન્હો)ની બુદ્ધિ અને ગંભીરતા મશહૂર છે. આપની વાતોનું વજન પડે છે. અમને ઉમ્મીદ (આશા) છે કે આ દાવાને કચડી નાખવામાં આપ અમારી સહાયતા કરશો.
અબૂ જહલની વાતો સાંભળીને હઝરત અબૂબક્ સિદ્ીક રદ્યિલ્લાહ અન્હોની નજર સામે નવજીવન, એક નવું ભવિષ્ય ચમકવા લાગ્યું. અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જતી એ હકીકતને લેખના આવતા અંકના ૪થા અને છેલ્લા ભાગમાં વાંચીશું. ઈન્શા અલ્લાહ.
- કબીર સી. લાલાણી
આ ત્રણ મિત્રોમાં
તમે કોની પસંદગી કરશો
એક માણસ હતો. તેના ત્રણ મિત્રો હતા. જેઓ પ્રત્યેક પળે સાથે રહેતા અને એકબીજાનો સંગ છોડતા નહોતા. આ માણસ આમાંના બે મિત્રો સાથે વધુ સદ્ભાવના દાખવતો જ્યારે ત્રીજા મિત્રની અવગણના કરતો. તેની સાથે ભેદભાવ રાખતો. આમ છતાં ત્રીજો મિત્ર તેની સાથે કોઈ સ્વાર્થ વગર તેનો સંગાથ છોડતો નહોતો.
એક વખત આ માણસ વિકટ પરિસ્થિતિમાં સપડાયો. કોઈક આરોપસર સિપાહીઓ તેને પકડીને લઈ ગયા અને ન્યાયાધીશ સમક્ષ હાજર કર્યો. આ બાબતની જાણ ત્રણે મિત્રોને કરવામાં આવી અને વિનંતી કરાઈ કે કોઈ ઉપાય કરી આ પરિસ્થિતિમાંથી પોતાને છોડાવવામાં આવે.
ન્યાયાધીશ બહુ હડક હતા. આથી એક મિત્રે અહીંતહીંના બહાના શોધી છટકી ગયો.
બીજો મિત્ર કોર્ટના દ્વાર સુધી તો આવ્યો પણ ન્યાય મંદિરની અંદર ન આવતા દરવાજાની બહાર જ ઊભો રહ્યો.
જ્યારે ત્રીજો મિત્ર કે જેના પ્રત્યે તે ભેદભાવ અને અણગમો રાખતો હતો, જેના પર તેને વિશ્ર્વાસ નહિવત્ હતો તે વિના સંકોચે આગળ આવ્યો અને ન્યાયાધીશ સમક્ષ મિત્ર નિર્દોષ હોવાની સાક્ષી આપી. ન્યાયાધીશને તેની વાતમાં સંપૂર્ણ વિશ્ર્વાસ હતો પરિણામે તેણે આ માણસને નિર્દોષ છોડી મુક્યો.
બોધ: આ ત્રણ મિત્રો પૈકી પ્રથમ મિત્ર તે ધન. બીજો મિત્ર સગાંસંબંધીઓ અને ત્રીજો મિત્ર એટલે આમાલ (કર્મ). પ્રત્યેક વ્યક્તિના પછી તે પુરુષ હોય કે સ્ત્રી! તેના આ ત્રણ મિત્રો અવશ્ય હોય છે. જ્યારે માનવીની રૂહ (આત્મા) દેહ છોડે છે અને સર્વશક્તિમાન ‘ન્યાયાધીશ’ આગળ હાજર થાય છે ત્યારે મિત્રોમાં જેના પ્રત્યે તેને બહુમાન હતું તે ‘માલ’ અને ‘દૌલત’ તેને પ્રથમ છોડી જાય છે. બીજો મિત્ર ‘સગાં’ અને ‘સંબંધી’ઓ કોર્ટના દરવાજા સુધી એટલે કે કબ્ર સુધી પહોંચાડી આઘાપાછા થઈ જાય છે. જ્યારે કે ત્રીજો મિત્ર કે જેના પ્રત્યે બહુ સદ્ભાવના દાખવી નહીં તે મિત્ર એટલે ‘આમાલ’ (કર્મ) કે જેણે છેવટ સુધી સાથ છોડ્યો નહીં અને ‘ન્યાયાધીશ’ સમક્ષ તેના નિર્દોષ હોવાની સાક્ષી આપી આકરી સજાથી તેને બચાવી લીધો.
સુજ્ઞ વાચક મિત્રો! તમે આ ત્રણ ‘મિત્રો’માં સૌથી પહેલી પસંદગી કોની કરશો? હજુશું વિચારો છો? સીના પર હાથ રાખીને, મન કહે તે નહીં, પણ દિલ કહે તેની પુકાર સાંભળો. હજી પણ મોડું થયું નથી.
અમલ સે ઝિંદગી બનતી હય,
જન્નત ભી, જહન્નમ્ ભી;
યહ ખાકી અપની ફિતરત મેં,
ન નૂરી હય ન નારી હય. - * *
આજનો સંદેશ
હસદ અર્થાત્ ઈર્ષા કરનારાનો અમલ (આચરણ) છઠ્ઠા આસમાન સુધી પણ નથી પહોંચતો તેને રસ્તામાંથી તેના મોં પર પટકી દેવામાં આવે છે. તે દુનિયા અને આખેરત (પરલોક) બંનેમાં પરેશાન રહે છે. - દુનિયામાં પોતાના હસદને કારણે અને આખેરતમાં અઝાબ (યાતના, સજા)ના કારણે પરેશાન થતો રહેતો હોય છે.
- ખબરદાર, પરવરદિગારનાં કાર્યો પર એતરાજ (વાંધો, વિરોધ, શંકા) નહીં કરજો. એમ પણ નહીં બોલજો કે-
- હવા કેટલી બધી ગરમ અથવા ઠંડી છે,
- અથવા એમ કહેવું કે-
- કાશ, મને ખુદાએ માલદાર બનાવ્યો હોત!
- કાશ, મને શફા (તંદુરસ્તી) આપી હોત!
- કાશ, મારી ઔલાદ મારું મકાન, મારી મિલ્કત બચી જાત!
- કાશ, આમ થયું હોત અથવા આમન થયું હોત તો સારું થાત!
- આવું બધું બોલવુું અલ્લાહની મસ્લેહત (ભેદ, મરજી, ઈચ્છા) પર એતરાજ (વાંધો) કરવા સમાન છે અને આખી ગણતરી છૂપા શિર્ક (અલ્લાહની બરોબર કોઈને સરખાવવાના મહા પાપ)માં થાય છે, ગુનામાં થાય છે.