વાદ પ્રતિવાદ

ચાર રહસ્યોમાં ચાર બાબત: ઇબાદતની સ્વીકૃતિ આ અને મૃત્યુ પછીની દુનિયામાં સર્વશ્રેષ્ઠ

મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી

શેરે ખુદા હઝરતઅલી અલૈયહિ સલ્લામ કહે છે કે, અલ્લાહે ચાર રહસ્યોમાં ચાર બાબતો છુપાવી છે. આપ હઝરતના આ શબ્દોના ગહન અર્થો છે એને પ્રત્યેક ઇમાની (શ્રદ્ધાળુ)એ તેની પર મનન કરી લાભદાયી તારણો કાઢવા જોઈએ:
૧ – અલ્લાહે તેની પ્રસન્નતા તેના આદેશના પાલનમાં છૂપાવી છે, તેથી તેના કોઈપણ આદેશને બિન-મહત્ત્વનો ગણી નજરઅંદાઝ, બેધ્યાન કરવો જોઈએ નહીં.

  • શક્ય છે કે આપણા દૃષ્ટિકોણથી નાના આદેશનું પાલન તેની પ્રસન્નતાનું કારણ બને.
  • તેની પ્રસન્નતા શેમાં છે તેની આપણને જાણ નથી.
  • ઘણી વખત ઈબાદત (પ્રાર્થના, સ્તૂતિ)ને નાની અને મોટીમાં વિભાજિત કરીએ છીએ. ઉદાહરણ તરીકે –
  • હજ (ધાર્મિક યાત્રા)ને મોટી ઈબાદત ગણીએ છીએ
  • એ કારણે તેને અદા કરવામાં મોટી ધનરાશિ તેમજ કષ્ટદાયી પ્રવાસ કરવો જોઈએ તેવી પણ એક સોચ ધરાવતા હોઈએ છીએ, કુટુમ્બ-પરિવારથી અલગ થવું પડે, ત્યારે
  • જીવનસાથી અથવા માવિત્રો સાથે વિવેકી વર્તણૂકને નાનું કામ ગણીએ છીએ.
  • વાસ્તવમાં બંદગીનું પ્રત્યેક કાય મોટું જ છે.
  • શક્ય છે કે અતિ સૂક્ષ્મ સદ્કર્મમાં રબતઆલાની પ્રસન્નતા છુપાયેલી હોય!
  • અંતે તો સંકલ્પ અને આશય મૂલ્યવાન છે.
  • બંદગીનો આશય શું છે?
  • પુરસ્કાર અથવા અલ્લાહની પ્રસન્નતા!
  • દાનનો સંકલ્પ શું છે?
  • કિર્તી કે સમાજનું ઋણ પરત કરવાનો અભિગમ!
    ૨ – અલ્લાની ખફગી અર્થાત્ નારાજગી તેના આદેશના અનાદરમાં છુપાયેલી છે.
  • આપણી દૃષ્ટિએ કોઈપણ નાના દુષ્કર્મમાં અલ્લાહની ખફગી છુપાયેલી હોઈ શકે છે.
  • સંભવ છે કે આપણો તે જ અપરાધ અલ્લાહને ન ગમે!
  • નાના અને મોટા અપરાધોના આપણે કાજી (નાના-મોટા કાર્યનો ફેંસલો કરનાર) બની જઈએ છીએ અને કહીએ છીએ કે,
  • આવા નાના છબકલા તો અલ્લાહ ચલાવી લેશે.
  • હત્યા અને બળાત્કારને મોટા અને
  • થોડા રૂપિયાની ચોરી અથવા કરજ લઇને પરત ન કરવા તેને નાના અપરાધ ઠરાવીએ છીએ.
  • અપરાધ તો અપરાધ છે.
  • કારણ કે તે અલ્લાહની આજ્ઞાની અવગણના છે.
  • નાના કે મોટા અપરાધોમાં અલ્લાહના અપરાધી જ છીએ અને તેની સજા ભોગવવી જ પડશે.
  • સારાંશ:
  • કોઈપણ પ્રકારના અપરાધ ન આચરવા આપણા હિતમાં છે.
    ૩ – અલ્લાહે આપણી યાચિકાનો પ્રતિસાદ તેની ઇબાદતમાં છુપાવ્યો છે.
  • જીવનમાં કેટલી વખત પ્રતિભાવનો ધીરજથી પ્રતીક્ષા કરીએ છીએ!
  • માનીએ છીએ કે દીર્ઘ યાચિકા વધારે અસરકારક હોય છે.
  • તેથી પુસ્તકોમાંની અને અન્ય લાંબી યાચિકાઓનું પઠન કરીએ છીએ.
  • ભૂલી જઈએ છીએ કે જૂજ વાક્યોની નાની યાચિકા વધારે ફળદાયી હોઈ શકે છે.
  • કેન્દ્રબિંદુમાં છે પવિત્ર કુરાનની પદ્ધતિ અને અલ્લાહના આજ્ઞા દ્વારા તેની પ્રણાલિકા,
  • તીવ્ર ઉન્માદ અને તન્મય તાદમ્ય!
    … આ છે યાચિકા સ્વીકૃતિના મંત્ર!
  • જાણવું જોઈએ કે ઈબાદતની સ્વીકૃતિ આપણા માટે આ અને મૃત્યુ પછીની દુનિયામાં સર્વશ્રેષ્ઠ બાબત છે.
    ૪ – અલ્લાહતઆલાએ તેના નિકટતમ સેવકોમાંથી સુપાત્ર મિત્રોને પોતાના રહસ્યમાં અકબંધ રાખ્યા છે.
  • સમસ્ત માનવજાતમાંથી કોઈપણ વ્યક્તિ તેની નજીક હોઈ શકે છે.
  • તે વ્યક્તિઓ કોણ છે તેની ઓળખ આપણને નથી.
  • તેથી પ્રત્યેક મનુષ્ય જોડે સન્માનીય વ્યવહાર કરવો આપણાં, પ્રત્યેક મોમીનના અર્થાત્ સાચા મુસલમાનના હીતમાં છે.
  • આપણે સંસારી માણસો નિરક્ષર, નિમ્નકક્ષાના અને દ્રરિદ્ર વ્યક્તિઓથી અંતર રાખી તેમની અવગણના કરીએ છીએ, તેમજ
  • સત્તાધારી
  • વગદાર અને
  • ધનાઢ્ય વ્યક્તિઓનો સંગાથ શોધીએ છીએ.
  • આ યુગમાં ઉપયોગીતા મૈત્રીનૌ આધાર બને છે.
  • જેને આપણે ઉપયોગી થઈએ તે આપણા મિત્ર બને છે અને આપણને ઉપયોગી થાય તેના મિત્ર આપણે બનીએ છીએ.
  • અલ્લાહના સ્નેહનો આ માપદંડ નથી.
  • શેરે ખુદા હઝરતઅલી સાહેબ કહે છે કે, કોઈપણ ઈનસાનને તુચ્છ ન સમજો કારણ કે શક્ય છે કે તે વ્યક્તિએ તન્મયતા કેળવીને ફરિસ્તા (અલ્લાહના દૂત, પ્રતિનિધિ)થી પણ ઉચ્ચસ્થાન પ્રાપ્ત કર્યું હોય!
  • અલ્લાહ પ્રત્યેનો ભક્તિભાવ માપવાનું યંત્ર આજ પર્યંત વિકસ્યુ ન હોઈ,
  • અલ્લાહના સર્જનને સમભાવ અને વાજબી ધોરણે સ્વીકારવા પ્રત્યેક મોમીનનું- નામે મુસલમાન બંધુનું કર્તવ્ય બની જાય છે.
    બોધ: સંભવ છે કે સફાઈ કામદાર અથવા ગંદુ ઉપાડનાર અલ્લાહના નિકટતમ મિત્રોમાં હોય અને
  • જે પોતાને ધર્મિષ્ઠ અને પાક-પવિત્ર સમજે છે તેઓ તેની નજરમાં ઊણા હોય!
    ધર્મસંદેશ:
  • દુનિયામાં રહેવાનો પ્રયાસ કરો
  • તેને તમારા ભીતર પ્રવેશ ન આપો
  • કારણ કે,
  • જલવાહન જલ પર હોય છે ત્યાં સુધી જ તરે છે.
  • જલ તેમાં પ્રવેશ કરે કે તુરત જ તે ડૂબવા લાગે છે. – હઝરત અલી (અ.સ.)
  • આબિદ લાખાણી

સાપ્તાહિક સંદેશ:
અલ્લાહનો બંદો પોતાના ગુનાહોની તૌબા (પ્રાયશ્ર્ચિત) કરતા સમયે અલ્લાહતઆલા પાસે મગફેરત (છૂટકારા, મોક્ષ)ની દુઆ માંગતો હોય છે ત્યારે ગદ્ગદ્ થઈ આજીજી કરી રડતાં રડતાં દુઆ માગતો હોય છે. આવી માંગેલી દુઆ વધારે અસર રાખતી હોય છે.

  • એટલે રડવું ઇન્સાનની ઝિન્દગીમાં બહુ મોટી એહમિયત (મહત્ત્વ) રાખે છે.
  • રોવું ઇન્સાન જાતની ફીતરત (જન્મજાત) ટેવ છે.
  • હદીસ
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…