વાદ પ્રતિવાદ

ઉજ્જવળ અથવા અંધકારમય ભવિષ્યનો આધાર પ્રયત્નો અને પરિશ્રમ પર અવલંબિત

મુખ્બિરે ઈસ્લામ – અનવર વલિયાણી

પવિત્ર કુરાનની સુરા ‘બદલ’ આયત (શ્ર્લોક)ની માહિતીથી શું વાચકો પરિચિત છે ખરા? આ આયતે કરીમા આમ તો મક્કામાં ઊતરી છે. તેમાં એક રૂકુઅ (પેરેગ્રાફ), ૨૦ આયતો, ૮૨ શબ્દો અને ૩૨૦ અક્ષરો છે. કુરાન કરીમમાં અનુક્રમ નંબર ૯૦ પર એ સુર (પ્રકરણ) આપી છે.
આ એક એવો વિષય છે, જે વિશે લખવા માટે એક દળદાર ગ્રંથ પણ ઓછો પડે. તેને ટૂંકાં – ટૂંકાં વાક્યોમાં આ સુરામાં સમાવી લીધો છે. માનવજીવનના સમગ્ર બંધારણને સંક્ષિપ્તમાં (ટૂંકમાં) સમજાવીને કમાલ કરવામાં આવી છે. માણસ માટે સદ્ભાગ્ય અને દુર્ભાગ્ય એવા બે માર્ગો બતાવ્યા છે. તેને જાણવા માટે સમજ આપી છે. માનવી માટે આ દુનિયા એવું કોઈ વિશ્રામગૃહ નથી કે તેમાં તે મોજશોખ કરવા નિવાસ કરી રહ્યો હોય. માનવીના ઉજ્જવળ અથવા અંધકારમય ભવિષ્યનો આધાર તેના જ પ્રયત્નો અને પરિશ્રમ પર આધાર રાખે છે.

પ્રથમ ત્રણ આયતોમાં અલ્લાહતઆલાએ સોગંદ લીધા છે. ૧- એક સોગંદ મક્કા શહેરના, ૨- બીજા સોગંદ પયગંબર હઝરત ઈબ્રાહીમ અલયહિસ્સલામ્ અને તેમની ઔલાદના અર્થાત પયગંબર હઝરત મુહંમદ સલ્લલ્લાહો અલયહે વસલ્લમ (સ.અ.વ.)ના સોગંદ અથવા તમામ ઉમ્મતના સોગંદ એવો અર્થ થશે.

અલ્લાહ પોતે જેના સોગંદ લે, તે વસ્તુની મહાનતા એકદમ વધી જાય છે. પહેલી બે આયત તો જુઓ કે ‘મને આ શહેરના સોગંદ, કે હે મહબુબ! તમે આ શહેરમાં બિરાજી રહ્યા છો.’ વાચક મિત્રો! માત્ર મક્કા શહેરના સોગંદ એવું ન કહ્યું, પરંતુ એવું કહ્યું કે આ શહેર જેમાં તમે બિરાજી રહ્યા છો, તેના સોગંદ લઈને કહું છું. આ બીજી આયતથી હુઝૂરે અનવર (સ.અ.વ.)ની મહાનતા અને દરબારે ઈલાહીમાં આપની મહબુબીયત (દોસ્તાના) કેટલી ચરમસીમાએ પહોંચી છે, તે સાબિત થાય છે.

એ જ પ્રમાણે આયત ચારમાં ફરમાવ્યું કે, ‘બેશક અમે માનવીને કષ્ટમાં પેદા કર્યો છે.’ આ આયતને અરબીમાં શબ્દો આ મુજબ છે: ‘લકદ ખલક નલ ઈન્સાન ફી-કબદ.’ ઘણું જ ટૂંકું વાક્ય છે, પરંતુ તેમાં કષ્ટ શબ્દ (અરબીમાં ‘કબદ’) મૂકીને કમાલ કરવામાં આવી છે. આ શબ્દમાં ઘણા ઘણા અર્થો સમાઈ જાય છે. એ આયત પછીની આયતમાં દલીલ આવવાની છે, તે પહેલાં એવું કહેવામાં આવ્યું કે માનવીને અમે ઘણાં કષ્ટમાં પેદા કર્યો છે. હવે થોડા શક્ય અર્થ જોઈએ:

૧. દુનિયામાં સખતાઈ અને પરિશ્રમ કરવાનો છે.

૨. માતાના ગર્ભમાં પણ પ્રત્યેક પળે જોખમમાં હતો. ગર્ભમાં જ મરી જાય અથવા ગર્ભ પડી જાય, પછી પેદા થયો ત્યારે કેટલો લાચાર હતો, ચાલવા લાગ્યો ત્યારે ઘડી ઘડી પડી જતો હતો; બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા સુધી અનેક તબક્કાઓ આવ્યા અને ઘણાં જોખમો ઉઠાવ્યાં. જો બાદશાહ બન્યો તોય કાવતરાનો ડર ઉઠાવ્યો, હર ઘડી બેચેન રહ્યો. જો વિશ્ર્વ વિજેતા બની જાય તો પણ ભય અને ડર સતાવતો રહે, જો કારૂન જેવો ધનાઢય બની જાય તોય ચિંતામાં ડૂબેલો રહે. મતલબ એ છે કે નિર્ભય શાંતિ કોઈને મળતી નથી. કારણ કે માનવીને કષ્ટમાં જ પેદા કરવામાં આવ્યો છે.

૩. ત્રીજી આયતમાં પિતા અને ઔલાદના સોગંદ ખાધા અને તે પછી કષ્ટવાળી દલીલ રજૂ કરી. પિતા એટલે હઝરત ઈબ્રાહીમ અલયહિસ્સલામ મક્કામાં શ્રમ ઉઠાવ્યો, ઘણી મહેનત કરી, પત્ની અને પુત્ર ઈસ્માઈલ અલયહિસ્સલામને અલ્લાહના હુકમ મુજબ નિર્જન જગામાં એકલા અટૂલાં મૂકી દીધા. પરિણામે એ શહેર મક્કા વસ્યું. અરબ પ્રદેશનું તે કેન્દ્ર બન્યું. પયગંબર હઝરત ઈબ્રાહિમ અલયહિસ્સલામે જેમ ઘણી મુસીબતો વેઠી તેમ અલ્લાહ અને ઉમ્મતના પ્યારા મહબુબ (પ્રિય) સ.અ.વ. પણ પોતાના ધ્યેય માટે વિવિધ પ્રકારની મુસીબતો વેઠી. અત્રે વન્ય પ્રાણીઓ માટે તો અમન શાંતિ છે, પણ મોમિન બંદાના પ્રિય મહબુબ માટે શાંતિ નથી.

આ રીતે દરેક માનવીને માતાના ઉદરમાં ગર્ભ રહે ત્યારથી મૃત્યુના અંતિમ શ્ર્વાસ સુધી ડગલે અને પગલે તબલીફ, પરિશ્રમ, સખત મજૂરી, જોખમોના વિવિધ તબક્કાઓમાંથી પસાર થવું પડે છે.
બીજી આયતો અને તે વિશે વિવરણકારો શું કહે છે તે અંગે આવતા અંકમાં માહિતી મેળવીશું અને ઈલ્મો જ્ઞાનમાં વધારો કરીશું.
ઈન્શાલ્લાહ (ઈશ્ર્વર ઈચ્છા આધિન)


નસિહત
ધરતીવાળા પર દયા કરો, આકાશવાળો તમારી પર દયા કરશે.


સાપ્તાહિક સંદેશ
‘યા અલ્લાહ! હું તારા માટે જ ઝૂક્યો (સજદો કર્યો, નમન કર્યું) અને તારા પર જ ઈમાન (આસ્થા) લાવ્યો અને હું તારો જ આજ્ઞાંકિત બન્યો અને તારા માટે જ મારી વિવશતા બતાવી * મારા કાનોએ * મારી આંખોએ * મારા મગજે * મારા હાડકાંઓએ * અને સ્નાયુઓએ અને મારા પગોએ…!’ – હદીસ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમારા ફોનમાં પણ દેખાય છે આ ખાસ સાઈન? કોઈ કરી રહ્યું છે તમારા ફોનની જાસૂસી… આ ફિલ્મોએ સેલિબ્રેટ કર્યા છે ઑલિમ્પિક વિનર્સને ફેન્સ બોલીવૂડની જે હસીનાઓના દિવાના છે, એ છે આમની દિવાની, ફોટો જોઈને જ… શું તમને પણ વાળ ખરવાની સમસ્યા છે તો આ ફળોનું સેવન કરો, જે વાળને ફરીથી ઉગવામાં મદદ કરે છે