વાણી અને વર્તનમાં વિરોધાભાસ અલ્લાહ સાથે મજાક કરવા સમાન | મુંબઈ સમાચાર
વાદ પ્રતિવાદ

વાણી અને વર્તનમાં વિરોધાભાસ અલ્લાહ સાથે મજાક કરવા સમાન

મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી

‘માનવ માત્ર ભૂલને પાત્ર’ એ ઉક્તિ અનુસાર જે માનવી સંસારિક છે, કુટુંબ-કબીલા ધરાવે છે તેનાથી જાણતા- અજાણતા ભૂલો થઈ જતી હોય છે, નાના-મોટા ગુનાહ તે કરી બેસતો હોય છે. આવા ગુનાહોના ફરી ન કરવાની શરતે જો પ્રાયશ્ર્ચિત-તૌબા કરવામાં આવે તો રબ (પાલનહાર ઈશ્ર્વર) તેની ક્ષમા જરૂર આપે છે.

  • ઈન્સાને તૌબા માગવાના કાર્યથી કદીય વિમુખ થવું જોઈએ નહીં.
  • મૃત્યુ એવા સમયે આવે કે મનુષ્ય ‘તાયબ’ અર્થાત્ તૌબા કરેલો જ હોય.
    જગતકર્તા કહે છે કે
  • હે ઈમાનવાળા, શ્રદ્ધાળુઓ!
    તમે સઘળા, અલ્લાહ (ઈશ્ર્વર પ્રભુ) સમક્ષ તૌબા કરો કે જે ‘ખાલિસ’ તૌબા હોય
    અર્થાત્
  • કરેલા ગુનાઓનો અહેસાસ થાય પછી
  • ગુનો કર્યો તેની શરમીંદગી થાય પછી
  • ભવિષ્યમાં ગુનો ન કરવાનો સંકલ્પ….
  • અને એ રીતે
  • અલ્લાહ (ઈશ્ર્વર)ના દરબારમાં અશ્રુ વહાવતો વહાવતો ગુનાઓની મારી માટે તૌબા કરી લે તો તેવી તૌબા ‘ખાલિસ’ એટલે સાચી અથવા શુદ્ધ તૌબા કહેવાય.
  • રબની રહેમત અને મહેરબાની તો જુઓ કે તેણે કેવી રીતે બંદાઓને તૌબાની તરફ બોલાવ્યા, તૌબાનો હુકમ આપ્યો અને બંદાએ ગુનો કબૂલ કર્યો હતો છતાં, તેનું નામ મોમિન (એક સાચો-ઈમાનદાર મુસલમાન) રાખ્યું. ઉપરાંત તૌબા કરનારની તૌબા કબૂલ કર્યા બાદ બંદાને જે ઈજ્જત અને નેઅમત મળશે, તેનું વર્ણન રબતઆલાએ પોતે કુરાને કરીમમાં આ પ્રમાણે કર્યું છે. * ‘અને તે લોકો જ્યારે કહે છે કોઈ બુરુ કામ અથવા પોતાના તરફથી બુરાઈ કરી બેસે છે, ત્યારે અલ્લાહને યાદ કરે છે અને પોતાના ગુનાઓની બક્ષિસ ચાહે છે અને કોણ બક્ષે છે રબ સિવાય? અને ઈરાદાપૂર્વક અડી રહેતા નથી, તે કાર્ય પર જે તેમણે કર્યું છે. તેમનો બદલો એ છે કે તેમના રબ તરફથી તેમીન બક્ષિસ છે અને બાગ છે જેની નીચે નહેરો વહે છે અને તેમાં જ તે લોકો રહેશે. કમા કરનારાઓનું આ કેવું સમર મહેનતાણું છે’?

વળી, ખુદાવંદે કરીમે તો તૌબા કરનારા બંદાઓ માટે ત્યાં સુધી ફરમાવી દીધું છે કે, * ‘બેશક! અલ્લાહતઆલા તૌબા કરનારા અને પાક-પવિત્ર, સાફ-સુથરા લોકોની સાથે મહોબ્બત રાખે છે.’ એવો પણ ઈર્શાદ થયો છે કે, * ‘બંદાઓ માટે તૌબાનું કૃત્ય એ ગુનાઓની નજાત (છુટકારા) પછી મેળવેલી પવિત્રતા છે.’ – આ તમામ આયત્ (કથન, વાક્યો)થી સાબિત થયું કે, મોમિન માટે તૌબા કરવી જરૂરી છે.’
તૌબા માટે ચાર શરતો છે, તે પણ જાણી લેવી જરૂરી બની રહેવા પામે છે. જો તે ચાર પૈકી એક પણ શરત ઓછી હશે તો તૌબા બરાબર કબૂલ થશે નહીં. પ્રથમ શરત એ છે કે * થઈ ગયેલા ગુનાઓ માટે દિલમાં શરમિંદા થવું, ગમગીન થવું, દર્દમન્દ થવું.

  • બીજી શરત એ છે કે, * તત્કાલિક ગુનાનાં કાર્યો છોડી દેવાં *ત્રીજી શરત એ છે કે હવે એવો પાકો-મક્કમ ઈરાદો કરી લેવો કે.
  • ભવિષ્યમાં આવું કામ અથવા કાર્યો કદીય કરશું નહીં અને ચોથી શરત એ છે, * ઉપરોક્ત ત્રણે કૃત્યો રબના ખૌફ (ડર)ને લીધે હોવા જોઈએ. – આ ચોથી શરત સમજાવવા માટે એક દાખલો તૌબાના પ્રાયશ્ર્ચિતને સમજવા સરળ થઈ પડશે:-
    એક શરાબી માણસ શરાબ પીવાનું એટલા માટે છોડી દીધું કે શરાબ પીવાથી તેનું માથું દુખ્યા કરતું હતું. અથવા તેનું સ્વાસ્થ્ય જળવાતું નહોતું અથવા સગાં-સંબંધી, દોસ્ત-બિરાદર, સમાજમાં તે વગોવાય છે, તો આવો શખસ તૌબાની માફીનો અધિકારી લેખવામાં આવશે નહીં, એજ પ્રમાણે બીજો દાખલો છે. * એક શખસ જીભથી વારંવાર ‘અસ્તગફીરૂલ્લાહ’ એટલે કે ઈશ્ર્વર પાસે ક્ષમાની યાચના સંબંધી તસ્બીહ (તેના નામની માળા)નું રટણ કરતો રહેતો હોવા છતાં તેનું દિલ તો ગુનાઓ તરફ ખેંચાતું રહે છે, તો તેની આ તૌબા સ્વીકારવાને પાત્ર રહેતી નથી. રસૂલે કરીમ હઝરત મુહમ્મદ સલ્લલ્લાહો અલયહે વસલ્લમનું કથન છે કે *‘જીભથી તૌબા કરનારો અને દિલથી ગુનાઓ પર અડી રહેનારો શખસ એવો છે, જાણે તે અલ્લાહતઆલા સાથે મજાક કરી રહ્યો છે.’ માટે * સાચા દિલથી તૌબા કરવી. * ભવિષ્યમાં ગુનાના રસ્તે નહીં જવાનો દૃઢ ઈરાદો કરવો – અને * જે કાંઈ થઈ ગયું, તે માટે બારગાહે ખુદાવંદીમાં માફી માગવી આ સાચી રીત છે. * ખુદાવંદે કરીમ ઘણો જ મોટો બક્ષનાર અને મહેરબાન છે. * માનવી જ્યારે ગુના કરે છે અને પછી સાચા દિલથી તૌબા કરે છે તો અલ્લાહ મહાન દયાળુ, કૃપા કરનારો હોય. બંદાની યાચનાને કબૂલ ફરમાવે છે.

ધર્મસંદેશ:

  • હે મારા બંદાઓ!
  • તમો રાત્રે પણ ગુનાહ કરો છો અને દિવસે પણ
  • અને હું
  • બધા ગુના માફ કરી દઈશ,
  • આથી તમો મારાથી માફી માગો,
  • હું તમોને માફ કરી દઈશ.
    (ફરી કોઈ ગુનાહ ન કરવાની બાહેંધરી – શરતે જ)
    બોધ:
  • સાચી-નિખાલસ તૌબા ગાઢ અંધકારમાં જ્યોત જેવી હોય છે. – અલ-કુરાન
  • જાફરઅલી ઈ. વિરાણી
  • * *
    કભી ખુશી –
    કભી ગમ:
  • જ્યાં રંજો ગમની સ્થિતિ પૈદા થાય છે ત્યાં આંસુ હંમેશાં તેનો સાથ આપે છે
  • ગમ (દુ:ખ) અને અશ્રુ હંમેશાં સાથે જ હોય છે, એમાં જુદાઈ હોતી નથી.
  • રડવાને બિદઅત (આશ્ર્ચર્ય – અચંબો) કહેવાવાળાઓ! કેમ જાણી જોઈને તમારા આંસુઓને રોકો છો?
  • અહીં સુન્નતે રસુલ સલ્લલ્લાહો અલૈયહિ વ આલેહિ સલ્લામ અર્થાત્ પયગંબર હઝરત મુહંમદ સાહેબનું અનુકરણ શા માટે અદા કરતા નથી?
  • * *
  • વહેવા દો આ અશ્રુઓને અને પયંગબર હુઝૂરે અનવર (સ.અ)ના નિયમ પર અમલ કરો.
  • * *
  • રડવું ઈન્સાનની ફિતરત (જન્મજાત ટેવ) છે જેને મનુષ્ય તેના જન્મતા સમયથી પોતાની સાથે લાવ્યો હોય છે, જે તેના મરણ પછી પોતાના રિશ્તેદારોને સોંપી જાય છે.
  • * *
  • ક્યારેક એવા પણ પ્રસંગો આવે છે જ્યાં ઈન્સાનને ખુશ થવું જોઈએ, પરંતુ આવા અવસર પર પણ તેની આંખોમાંથી આંસુ છલકાઈ જતા હોય છે.
  • આ થયા ‘ખુશીના આંસુ.’
  • ખડખડાટ હસવાવાળાઓ પર નજર કરો તો હસવાની સાથે સાથે તેની આંખોમાંથી અશ્રુઓ પણ વહેતા જોવા મળશે.
    યહ આંસુ મેરે દિલકી ઝૂબાંન હૈ,
    મેં રો’દુ તો, રોતે આંસુ
    મેં હસદુ તો, હસતે આંસુ….

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button