ઉત્સવ

તરે તૃણ ને તુંબડું, તરે ગાય ને વહાણ, ભાગ્યશાળીનું પુણ્ય તરે, તરે ન પાપી વહાણ

ઝબાન સંભાલ કે – હેન્રી શાસ્ત્રી

પદ્ય એ સાહિત્યનું કર્ણપ્રિય, મધુર અને સ્મરણશક્તિને વિશેષ સુગમ એવું અંગ હોવાથી સર્વ ભાષાના સાહિત્યમાં તેનો વિકાસ ગદ્ય કરતાં વહેલો થયો છે. શ્લોક, કવિતા અને દુહા ગેય રચના હોવાથી કર્ણ મધુર લાગે છે. કવિતાની બે પંક્તિ વાર્તા કે નિબંધની બાવીસ પંક્તિઓ સામે બળુકી પુરવાર થવાની ક્ષમતા ધરાવે છે. ગયા હપ્તામાં આપણે કવિતાની પંક્તિઓમાં કહેવતની નિરૂપણના કેટલાક ઉદાહરણ જાણ્યા. આજે એ પ્રભાવી પથ પર આગળ વધીએ. તન કી જાણે, મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, વહાં કે આગે કૌન છુપાવે, જાકે હાથ મેં દોરી. કવિતાની આ પંક્તિઓમાં ગજબનું તત્ત્વજ્ઞાન નજરે પડે છે. સરળ શબ્દોમાં જીવનનું સત્ય ઉજાગર થાય છે. કોઈ માણસ પોતાનું શારીરિક દરદ છુપાવે તો કોઈ મનની વાત કળાવા ન દે અને કોઈ વળી ખોટા વિચારો ઉઘાડા ન પડી જાય એની તકેદારી રાખે. જોકે જગતનો દોરીસંચાર કરતા ઈશ્વરથી કંઈ છૂપું નથી રહેતું એ વાત અહીં સચોટ રીતે વ્યક્ત થાય છે. પેલા હિન્દી ગીત જેવી વાત છે કે લાખ છુપાઓ છુપ ના સકેગા રાઝ હો કિતના ગેહરા, દિલ કી બાત બતા દેતા હૈ અસલી નકલી ચેહરા. મનુષ્યકર્મના હિસાબ કિતાબ સમજાવતી પંક્તિઓ છે કે તરે તૃણ ને તુંબડું, તરે ગાય ને વહાણ, ભાગ્યશાળીનું પુણ્ય તરે, તરે ન પાપી વહાણ. તૃણ એટલે તરણું –  તણખલું કે ઘાસ અથવા ખડ. તુંબડું એટલે કડવી દૂધી અથવા તુંબડીનું ફળ. તણખલું અને તુંબડું મામૂલી કદના અને નજીવા મૂલ્યના હોય છે પણ પાણીની સપાટી પર તરતા રહે છે, ડૂબી નથી જતા. ગાય અને વહાણ વજનદાર હોવા છતાં પોતાની ગુણવત્તાને જોરે તરે છે અને નસીબવંતા માણસના પુણ્ય એવા હોય કે એને મુશ્કેલીના સમયમાં પણ ડૂબવા ન દે (ખતમ ન થવા દે). તરતો રાખે, મતલબ કે જીવવાનું પીઠબળ પૂરું પાડે. જોકે એ જ વહાણ પાપીનું હોય તો એ ડૂબી જાય. મતલબ કે બૂરે કામ કા બુરા નતીજા જેવી વાત છે.16મી સદીના મહાન સંત અને કવિ તુલસીદાસે શ્રીરામચરિતમાનસ ઉપરાંત અનેક યાદગાર રચનાઓ આપી છે. તેમના દોહામાં અનન્ય જીવનદર્શન જોવા મળે છે. સ્વમાનથી – આબરૂ સાથે જીવવાની ઈચ્છા ધરાવતા લોકો પર પ્રકાશ પાડતી શ્રી તુલસીદાસની પંક્તિઓ છે કે તુલસી કહત પુકાર કે, સુનિયે સબ દે કાન, હેમદાન, ગરજદાન સે, બડો દાન સન્માન.  અહીં કવિ ધ્યાનથી સાંભળવાની અરજ કરી જણાવે છે કે હેમદાન (સોનાનું દાન) ગરજદાન (કોઈની ગરજ ભાંગવી) એ તો સારા દાન છે જ પણ એથી મોટું દાન છે કોઈને સન્માન આપવું, સન્માન જાળવવું. જીવનની વ્યવહારિક સમજણ આપતી પંક્તિઓ પણ સરળ ભાષામાં કેવી મહત્ત્વની વાત સમજાવી દે છે એ જાણવા જેવું છે. તીન બોલાવે તેર આએ, હુઈ રામ કી બાની, રામભગત એમ ભણે, કે દે દાળમાં પાણી. ઘરે મહેમાન બોલાવ્યા હોય ગણીને ત્રણ, પણ જો એની બદલે તેર આવી ચડે તો વધારાના દસને ભૂખ્યા થોડા રખાય છે.વ્યવહારૂ ઉકેલ કાઢવો પડે જે દાળમાં પાણી નાખવાના સુઝાવથી સમજાય છે. દાળમાં પાણી નાખવાથી એ ત્રણની જગ્યાએ તેરને પૂરી પડે અને ટાણું સચવાઈ જાય. (વધુ કવિતા કહેવત આવતા સપ્તાહે).

સગ્ગી बहिण

अनेकार्थी शब्द

मराठी भाषेत कित्येक शब्द असे असतात की त्यांचे ध्वनिरुप सारखे असले तरी त्यांच्या द्वारा व्यक्त होणारा आशय अगदी वेगळा असतो. મરાઠીમાં કેટલાક શબ્દો એવા હોય છે કે તેમનો ધ્વનિ – ઉચ્ચાર આબેહૂબ હોવા છતાં એ શબ્દોના અર્થ – એના દ્વારા વ્યક્ત થતો ભાવ સાવ અલગ હોય છે. કેટલાક ઉદાહરણથી વાત સ્પષ્ટ થઈ જશે. उदाहरणार्थ हवा आणि हवा. एक हवा म्हणजे वायु. हवा थंडगार आहे. હવામાં ઠંડક છે. दूसरा म्हणजे पाहिजे. मला नवीन घर हवा आहे. મને નવું ઘર જોઈએ છે. थाप शब्दाचे तीन अर्थ आहे. पहिला म्हणजे थोपटणे। હાથના પંજાની થપાટ મારવી. थापा मारणे म्हणजे खोटं सांगणे।  ખોટું બોલવું – ફેંકાફેંક કરવી એવો અર્થ પણ છે. मनोजच्या सांगण्यावर नेहमी विश्वास ठेवू नका. कदी तो थापा मारत असतो. મનોજની વાત પર કાયમ વિશ્વાસ ન મૂકવો, કારણ કે ક્યારેક એ ફેંકાફેંક કરતો હોય છે. ગુજરાતીમાં પણ કહેવાય છે ને કે થાપા મારવાનું રહેવા દે. तालवाद्यावरील आघात असा पण एक अर्थ आहे थापचा. તબલા વગાડતી વખતે હથેળીના ઉપયોગથી તબલા પર થાપ મારવામાં આવે છે. पार असा आणखी एक शब्द आहे ज्याचे वेगवेगळे अर्थ आहे. एक पार म्हणजे बसण्याचे आसन. ગુજરાતીમાં ઓટલો, ચોતરો કે ચબૂતરો તરીકે પણ ઓળખાય છે. पार जाणे म्हणजे समोरच्या किनरावर जाणे। પાર જવું કે મારે જાવું પેલે પાર વાક્ય પ્રયોગમાં એક કિનારેથી બીજા કિનારે જવાની વાત છે. तो पार विसरला વાક્યમાં પાર સાવ, તદ્દનનો અર્થ ધરાવે છે. એ વાત કે કામ સાવ કે તદ્દન ભૂલી ગયો એવો અર્થ છે.

 રાષ્ટ્ર भाषा

भरमानेवाले शब्द

ગજબનાક સામ્યને કારણે ભ્રમ પેદા કરી ચોંકાવી દેનારા શબ્દ સમૂહની મજેદાર યાત્રા થોડી વધારે આગળ વધારીએ. આજનું પહેલું યુગ્મ છે खानखानाँ और खानसामा. ખાનખાનાં એટલે ખાનોનો ખાન યાને કે સરદાર અથવા પઠાણ. गन्ना और गल्ला – गल्लाफरोश યુગ્મમાં જોડિયા ન અને લ જેટલો ફરક છે, પણ અર્થમાં તો કોઈ મેળ નથી. ગન્ના એટલે શેરડી. गन्ना ऐसी फसल है जो पानी का सबसे ज्यादा उपयोग करती है. શેરડીના પાક માટે ખૂબ પાણીની જરૂર પડે છે. હિન્દીમાં ગલ્લા એટલે ફસલની ઉપજ, અનાજ એવો એક અર્થ છે. सरकार की तरफ से कोटेदारों ने गल्ला बाँटा था. સરકાર તરફથી રેશન દુકાનદારોએ અનાજ વિતરણ કર્યું હતું. ગલ્લાફરોશ એટલે અનાજ વેચનારો. गँवार और गवारा જોડી જાણવા જેવી છે. ગંવાર એટલે મૂર્ખ અથવા ગામડિયો. રાજેન્દ્ર કુમારનું ગીત છે ને કે मैं हूं गँवार मुझे सबसे है प्यार. ગવારા એટલે સહ્ય. हीर और रांझा को एक दुसरे से बिछड़ना गवारा नहीं था. હીર અને રાંઝા માટે એકબીજા વિના રહેવું અસહ્ય હતું. गोंद और गोद યુગ્મમાં ફરક માત્ર એક અનુસ્વારનો જ છે પણ એક અનુસ્વારની તાકાત અફાટ હોય છે. ગોંદ એટલે ગુંદર. बबूल, आम और नीम आदि पौधों से भी गोंद निकलता है इसका उपयोग दवा बनाने एवं विभिन्न उद्योग धंधों में होता है। ગોદ એટલે ખોળો. बच्चा अपनी माँ की गोद में चैन से सो रहा है. હવે જે જોડીની વાત કરવાના છીએ એને ઝીણવટથી જોજો. गश और गश्त જોડીમાં અર્ધ અક્ષરનો જ ભેદ છે. ગશ એટલે મૂર્છા, બેહોશી અથવા તમ્મર. गश खाना એટલે તમ્મર આવવી કે બેહોશ થઈ જવું. ગશ્ત એટલે પહેરો અથવા ભ્રમણ. गीदड़ और गीध આ બને શબ્દ પ્રાણી સૂચક છે. ગીદડ એટલે શિયાળ. બહુ જાણીતી કહેવત છે ને કે गीदड़ की जब शामत आती है तो वह शहर की ओर भागता है. માઠા સમયમાં અક્કલ અવળી ચાલે એવો એનો અર્થ છે. ગુજરાતીમાં વિનાશ કાળે વિપરીત બુદ્ધિ કહેવાય છે એ જ અર્થ છે. ગીધ જેને ગુજરાતીમાં પણ ગીધ કહેવાય છે.

ENGLISH વિંગ્લિશ

HOMOGRAPHS  

અંગ્રેજી ભાષાની અનેક ખાસિયતો છે, લાક્ષણિકતાઓ છે. એક જુઓ અને એક ભૂલો એવી પરિસ્થિતિ છે. Homographs are words that have the same spelling but different meanings, whether they’re pronounced the same or not. હોમોગ્રાફ્સ શબ્દોની એવી જોડી (ક્યારેક ત્રિપુટી) છે જેના સ્પેલિંગ સરખા હોય છે અને ઉચ્ચાર ક્યારેક સરખા તો ક્યારેક ભિન્ન હોય છે, પણ અર્થ સાવ જુદા હોય છે. કેટલાક ઉદાહરણ પરથી આ પ્રયોગને સમજવાની કોશિશ કરીએ. BANK means financial establishment and BANK also means shore of a river. બેન્કનો એક અર્થ થાય છે નાણાકીય સંસ્થા. I took a home loan from a bank. બેન્કનો બીજો અર્થ થાય છે નદીનો કિનારો. My village is situated near the bank of a river. બીજો શબ્દ છે BARK, one meaning is hard outer covering of a tree. ઝાડ – વૃક્ષના થડની છાલ – આવરણ અંગ્રેજીમાં બાર્ક તરીકે ઓળખાય છે. BARK also means the short, loud noise of a dog. શ્વાનનું ભસવું પણ બાર્ક જ કહેવાય છે. અંગ્રેજીમાં એક જાણીતી કહેવત છે ને કે Barking dog seldom bites. ભસતા શ્વાન ભાગ્યે જ કરડે. LEAD is also a homograph with different meanings. Shubman Gill is likely to lead India in future. અહીં લેડનો અર્થ નેતૃત્વ છે. શુભમન ગિલ ભવિષ્યમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરે એવી સંભાવના છે.The leader should lead by example વાક્યમાં ઉદાહરણ રૂપ બનવાનો અર્થ સમાયેલો છે. નેતાએ કે સુકાનીએ દાખલારૂપ બને એવું વર્તન કે પરફોર્મન્સ કરવાનું હોય છે. Who is playing the lead role in the film? સવાલમાં મુખ્ય ભૂમિકા વિશે સવાલ ઉપસ્થિત કરવામાં આવ્યો છે. ફિલ્મમાં મુખ્ય પાત્ર કયો અભિનેતા ભજવી રહ્યો છે? Lead is used in pipes, roofs etc. અહીં સ્પેલિંગ એ જ હોવા છતાં ઉચ્ચાર ભેદ છે. લેડ ધાતુના અર્થમાં છે જે ગુજરાતીમાં સીસું તરીકે ઓળખ ધરાવે છે. પાઇપ અને છાપરામાં સીસાનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં જોકે, નરસિંહ મહેતાની પંક્તિઓ નામરૂપ જૂજવા અંતે તો હેમનું હેમ હોય એની બદલે હેમની બદલે અંતે તો બીજું ઘણું પણ હોય એમ કહેવું પડે, ખરું ને!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દેખાવમાં પોતાના Grand Parentsની Carbon Coppy છે આ Star Kids… તમે ગમે તેટલી કમાણી કરો આ 10 દેશોમાં આવકવેરો લેવામાં આવતો નથી Sachin Tendulkar Turns 51: Cricket Legend’s Journey Dhoni’s Fiery Side: When Captain Cool Lost His Composure