ઉત્સવ

છતાં આપણે અગિયારે અગિયારને ગળે લગાડીએ

આજે આટલું જ -શોભિત દેસાઈ

૧૯-૧૧-૨૩
આ દુનિયાના રિવાજો જીતવા કે હારવાના છે
રમતના સૌ પરિણામોને મનમાં ધારવાના છે
અમર છે પ્રેમ તો હારી ગયા હો એમને ચાહી
નિરાશામાં ગયા છે ડૂબી એને તારવાના છે
આટલા અગણિત અવસરો ખુશીના આપવા બદલ આજે તો એમનો આભાર જ માનીએ. ‘પણ’ ‘છતાં’ ‘જો કે’ ‘આમ તો’ ઇત્યાદિથી શરૂ થતાં દરેક વાક્યને, આજ પૂરતું તો છાતીભર દસ મણ વજન મુકાયું હોવા છતાં આજ પૂરતી તો તિલાંજલિ જ આપીએ અને જાણે આખી દુનિયાનો ભાર ઉપાડયો હોય એવા અહમ સાથે ખાંડનો એક દાણો ઉપાડીને જતી કીડી જે સહજતાથી એ ભાર અળગો કરી શકે છે, એ સહજતાથી આજે તો આ અગિયારે અગિયારને એટલું જ કહીએ કે
જીવન મહેકાવવા માટે તમારો ખૂબ ખૂબ આભાર
હૃદય બહેલાવવા માટે તમારો ખૂબ ખૂબ આભાર
— * —
૨૬-૧૧-૨૩
સાત ઓવર અને બે મેદાન પરની વિકેટ સાથે છ વિકેટ સેફ ડિપૉઝિટ વોલ્ટમાં અકબંધ રાખીને અઢી કરોડની વસ્તીવાળા દેશે ૧૪૧ કરોડની વસ્તીવાળા દેશને એની જગ્યા દેખાડી દીધી, એ પરથી આજે કેટલાક ધડા લઇએ.

(૧) માનસિક નાદારી જેવડું ભરાઇ ગયેલું ક્રિકેટનું
ભૂત અસ્તિત્વમાંથી કાઢી નાખીએ. ક્રિકેટને જીવન કે
જીવનના પર્યાય તરીકે નહીં, એક રમત તરીકે ગણતરીમાં લઇએ.

(૨) Hero દેશને ખાતર ખપી જનારાઓ, યુદ્ધમાં આગળ પડતો ભાગ ભજવનાર જવાનોને માટે અનામત રાખીએ. અઢી કલાકમાં, સાડા ચાર, પિસ્તાલીક કે સાડા ચારસો વરસનો ન્યાય અપાવતા કચકડાના અદાકારો કે અધધધ મોભો-પૈસા- ‘પ્રતિષ્ઠા’ રળતા ખેલાડીઓને અદાકાર કે ખેલાડી જ રહેવા દઇએ.

(૩) નાત-જાતથી ઉપર ઊઠીને યધ્વાતધ્વા દિવસે યથાયોગ્ય આવડત પ્રદર્શિત કરનાર દરેક ક્રિકેટરને સપ્રમાણ ચાહવાનું શરૂ કરીએ. ભૂતકાળની કથા-દંતકથા વાગોળવાનું અને ભવિષ્યના સપનાં જોવાનું બંધ કરીએ.

(૪) ગુજરાતીના એકમાત્ર સદાકાળ પરમ આદરણીય પત્રકાર-તંત્રી હસમુખ ગાંધી એ વખતની ભારતની ૮૫ કરોડની વસ્તી માટે બહુ જ યોગ્ય કહેતા હતા કે ભારતની માંસલ બજારો પર આખું વિશ્ર્વ મીટ માંડીને બેઠું છે, એમ ક્રિકેટનું વેપારીકરણ એ રીતે ન વકરાવીએ કે છેવટે વેપારીકરણ જ બચે અને ક્રિકેટ નામશેષ થઇ જાય. ભલે ક્ષણેક્ષણની રમતનું tele – Castingફૂટબોલ-હોકી જેવા ખેલમાં જ શક્ય છે, પણ ક્રિકેટના tele – Castingમાંથી ખેલાડી પત્નિઓ-કોર્પોરેટ પ્રતિભાઓ-રાજકારણીઓ- ફિલ્મ અદાકારોને તો જાકારો જ આપીએ. અને tele – Casting તેમ Live Commentariesને વધુમાં વધુ ક્રિકેટજન્ય બનાવીએ. જો રમનારાઓ માત્ર ખેલાડીઓ જ હોય તો આ Hero Worshipping શા માટે? અદાકારો Screenઅને રાજકારણીઓ લોકસભા-વિધાનસભાના સ્ટેજ કે બહુ બહુ તો છાપા ભલે શોભાવે… ક્રિકેટના મેદાન પર પણ એમને જોવાના? આ કૃત્રિમ ચળકાટ તો બંધ જ કરીએ.

(૫) ક્રિકેટમાં ક્રિકેટને જ સર્વેસર્વા ગણીએ. IPL નામના દારુણ, ભીષણ આકારને નાથીએ. પલિત નામના કોઇક પૂંજીપતી દ્વારા પાણી પીવડાવાયેલા આ મહાદૂષણે કેટલાક ખેલાડીઓને પ્રકાશમાં લાવવા સિવાય સમયનો વ્યય – ભારતની બહારના બધા જ દેશોના ખેલાડીઓને મસમોટા ફાયદા અને અનૈતિક રમત વ્યવસ્થા જ ઊભા કર્યા છે. વીસ ઓવરની રમત અને એમાં માલા નાજુક-સુંવાલા- રૂ જેવા લમનારાઓ માટે બે Drinks interval? અરેઽફટ રે આ…

(૬) IPLમાં સૌથી વધુ નાથવાની જરૂર છે ખેલાડીઓની હરાજીના જાહેર પ્રદર્શનની અને છતી અને magnify કરીને જણાવાતી રકમની. ખેલાડી રમતની કળામયતાને અતિક્રમીને નિર્જીવ, ખરીદી કરી શકાય એવી વસ્તુ બની જાય એથી વિશેષ અપમાનિત માનવજાત થઇ હોય તો મારી જાણમાં નથી. (નથનીયાને હાય રામ બડા દુ:ખ દીના, કંઠ શોભા ગુર્ટુ) IPLની બેશરમીની એક ઔર હદ તોCovidના સમયમાં થયેલી, જ્યારે દુબઇના ખાલી સ્ટેડિયમોમાં રમાતી મેચને સહારો મળતો’તો Pre Recorded human Sounds અને ગોકીરાનો.

ઉપરના છ અને બીજા ઘણા કારણોને લઇને દશેરાને દિવસે ઘોડાઓ થાક ખાતા હોય એવું બને અથવા ન ય બને. કપિલ દેવ અને મહેન્દ્ગ સિંઘ ધોનીને હજુય ઘણી વધુ રાહ પણ જોવી પડે, પેંગડા લાયક પગની…
આજે આટલું જ…

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ