ફોકસ: સલામતી માત્ર છોકરીઓની જ શા માટે?
-નિધિ ભટ્ટ
યુવકોની આગામી પેઢી લિંગ બાબતે સંવેદનશીલ હોય તેની ખાતરી કરવાના પ્રયાસરૂપે, ઇક્વલ કમ્યુનિટી ફાઉન્ડેશન પુણેની ઝૂંપડપટ્ટીમાં જઈ ત્યાંના છોકરાઓને લિંગ સમાન વર્તણૂકો વિશે શિક્ષિત કરે છે અને શા માટે સલામતીની જવાબદારી હંમેશાં સ્ત્રીઓ પર ન આવવી જોઈએ.
‘હિંસાનો સામનો કેવી રીતે કરવો તે વિશે મને કહેવાને બદલે, તમે મારા પતિને હિંસા ન કરવાનું કેમ નથી શીખવતા?’
અંજના ગોસ્વામી, જેઓ ૨૦૧૨માં પુણેમાં ઘરેલુ હિંસા પર એક સેશન લઇ રહ્યા ંહતાં, તેમણે વિચાર્યું કે દલીલ સહજ હતી. વંચિત સમુદાયોમાંની એક મહિલા દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાએ તેને તેના વર્કશોપની રચનાઓ પર પુનર્વિચાર કરવાની ફરજ પાડી. મહિલાએ વધુમાં કહ્યું, ‘તમે જે માહિતી આપો છો તે અમને અમારી પર થતી હિંસાથી બચવા માટે પ્રોત્સાહિત કરે છે. પરંતુ જો મારા પતિ મને મોડી રાત્રે મારશે તો શું કરવું? શું તે સમયે મારા માટે રસ્તાઓ સુરક્ષિત છે? શું કોઈ મારા કોલનો જવાબ આપશે અને મને મદદ કરશે?’
તે મહિલાની વાત સંપૂર્ણ રીતે અર્થપૂર્ણ હતી, અંજનાએ સંમત થવું પડ્યું. ઘરેલુ હિંસા એ બહુ-સ્તરીય સમસ્યા હતી, જે સમજની બહાર છે અને તેનો એકમાત્ર ઉકેલ, માનસિકતામાં ફેરફાર કરવો, એવું તેણે અનુમાન લગાવ્યું.
પરંતુ કોની માનસિકતામાં? તેવો સવાલ પૂછવામાં આવ્યો.
ઐતિહાસિક રીતે, સ્ત્રીઓ પિતૃસત્તાક હુકમના હાંસિયા પર રહી છે, તેમને હંમેશાંથી જીવનને કેવી રીતે આગળ વધવું તેની સૂચના આપવામાં આવી છે, પરંતુ સલામતીની જવાબદારી ફક્ત મહિલાઓ પર જ શા માટે આવે છે? શું તમને નથી લાગતું કે પુરુષો કેવી રીતે સાથ આપનારી વ્યક્તિ બની શકે તે તરફ વાતચીત કરવાનો સમય આવી ગયો છે?
આ ગણતરીએ અંજનાને પુણે સ્થિત બિન-લાભકારી ઇક્વલ કમ્યુનિટી ફાઉન્ડેશન (ઇસીએફ)માં જોડાવાની ફરજ પાડી. કિશોરવયના છોકરાઓ સાથેના તેમના કાર્ય દ્વારા, ફાઉન્ડેશન એ સુનિશ્ર્ચિત કરે છે કે લિંગ-સમાન વર્તણૂકો શરૂઆતથી જ સંકલિત થાય, આમ યુવાનોને જુનવાણી વિચારશૈલીને પડકારવા માટે પ્રોત્સાહિત કરી શકાય અને ભારતના વંચિત સમુદાયના પુરુષો અને યુવાનો સુધી પહોંચ પ્રાપ્ત કરી શકાય.
‘છોકરીઓ પાસે ફિલ્મો માટે સમય નથી’
વર્ષ ૨૦૦૯માં, પુણેના તાડીવાલા રોડ વિસ્તારમાં સાંજની ખૂબ રાહ જોવાતી હતી. આફ્ટર ઓલ, એ દિવસ દરરોજ જેવો નહતો કે સમુદાયને બોલિવૂડ મૂવીના સ્ક્રીનિંગ માટે વીઆઇપી સીટ મળે. તેઓ થિયેટરમાં હોવાનો આનંદ માણી રહ્યા હતા. ઉત્તેજના સ્પષ્ટ દેખાઇ રહી હતી, પરંતુ હેતુ આનંદને વટાવી ગયો. કોર્પોરેટ પ્રોફેશનલ વિલ મુઇર અને પત્રકાર રુજુતાની જોડી માટે- સોલર સિનેમા’ એક સામાજિક સુવિધા હતી.
તે સમસ્યારૂપ સિનેમા દ્રશ્યોની આસપાસ ચર્ચાને વેગ આપવાનો અને પછી તેને સમુદાયનાં અવલોકનો સાથે જોડવાનો એક માર્ગ હતો.
જોકે, વિલ અને રુજુતાએ જોયું કે તમામ-પુરુષોના માનસિકતામાં પરિવર્તન લાવવાની તક ઊભરી આવી છે. તેમણે લિંગ ભેદના વિષયને સંબોધવાનું શરૂ કર્યું અને આ રીતે ૨૦૧૨માં ઈક્વલ કમ્યુનિટી ફાઉન્ડેશન અસ્તિત્વમાં આવ્યું.
શરૂઆતથી જ અંજના સમજાવે છે કે, લિંગ આધારિત વર્તણૂકોની વાત આવે ત્યારે ખરાબ વિચારને નકારી કાઢવાનો અને સારાને મજબૂત કરવાનો છે.
આ પણ વાંચો : ઈકો-સ્પેશિયલ : આ છે કુહાડી પર પોતાના પગ પછાડતા લોકો…
‘છોકરાઓ તેમના વલણ અને વર્તનને બદલવામાં અને પગલાં લેવા માટે જે પડકારોનો સામનો કરે છે તે અંગે પ્રોગ્રામમાં વિચારણા કરવામાં આવે છે અને તેને સંબોધવામાં આવે છે. કોઈપણ ભાષા કે પદ્ધતિ જે છોકરાઓને ‘દોષી’ ઠેરવે છે અને બાળકો તરીકે તેમના અધિકારોનું રક્ષણ કરતી નથી તેને સખત રીતે ટાળવામાં આવે છે,’ અંજનાએ ઉમેર્યુ.
સાથે જ અંજના જણાવે છે કે કઈ રીતે તેમનો ‘પ્રોજેક્ટ રેઈઝ’ કામ કરે છે. અંજનાએ કહ્યું કે, ‘અમે પરસ્પર સંવાદને સુધારવામાં, ઘરનાં કામકાજ છોકરાઓ પણ મદદ કરે એ વાત પર વધુ ધ્યાન આપીએ છીએ. સાથે જ ખરાબ વર્તન ન કરવામાં આવે અને લિંગભેદને લઈને સજાગતા લાવવાનું પણ કામ કરીએ છીએ. દરેક છોકરો સમસ્યાનું મૂળ હોય એવું જરૂરી નથી, પરંતુ છોકરાઓ સમસ્યાનું નિરાકરણ લાવવામાં મદદરૂપ થઈ શકે છે અમારો એ સંદેશ અમે લોકો સુધી પહોંચાડવા માગીએ છીએ.’
અંજનાનું કહેવું છે કે ઇકવલ કમ્યુનિટી ફાઉન્ડેશન દ્વારા સમાજમાં પુરુષોની માનસિકતામાં પરિવર્તન લાવવાની કોશિશ કરવામાં આવે છે. લિંગ આધારિત વર્તણૂકોની વાત તેમ જ ખરાબ ને નરશા વિચારોની નકારી કાઢવાની વાત તેમ જ સારા વિચારોને મજબૂત કરવાનો ધ્યેય રાખે છે.
સમાજમાં છોકરીઓની સલામતી અને હિંસા સામનો કરવા માટેની અનેક રીતો અને વિચારો મોજુદ હોય છે, પરંતુ કદી પણ છોકરાઓને સમજાવવામાં આવતા નથી. હવે પરિવર્તન લાવવાનો સમય આવી ગયો છે. અને તેની શરૂઆત આપણે કરવાની છે. એવું અંજનાનું કહેવું છે.