ઉત્સવ

‘વુમેન્સ ડે’ એટલે સ્ત્રીને પેમ્પર કરવાનો દિવસ

બ્રાન્ડ બનશે બિઝનેશ વધશે -સમીર જોશી

‘વુમેન્સ ડે’ દર વર્ષે ૮ માર્ચે ઉજવાય છે અને પોતાની બ્રાન્ડને પ્રમોટ કરવા માટેનું આ એક કારણ છે. અલગ અલગ બ્રાન્ડ આ દિવસે સ્ત્રીને સ્પેશ્યલ ફીલ કરાવવાના નુસ્ખાઓ ગોતે છે. મહિલાઓ દ્વારા સિદ્ધિઓની ઉજવણી કરવા, મહિલાઓના વિવિધ મુદ્દા પર જાગૃતિ લાવવા જેવા વિષયો પર બ્રાન્ડ વાત કરે છે. જો કે, સૌથી વધુ વાત સ્ત્રી સમાનતા પર થાય છે. ઘણી બ્રાન્ડ આને સોશિયલ મેસેજ તરીકે જુએ છે તો ઘણી બ્રાન્ડ પોતાના પ્રોડક્ટની સાથે એને લિંક કરે છે. મજાની વાત એ છે કે, આ સમય દરમ્યાન અમુક બ્રાન્ડ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી લઈને આવે છે, જે લોકોને ઇમોશનલી- ભાવનાત્મક રીતે સ્પર્શી જાય છે.

આજે જયારે આપણે ‘વુમેન્સ ડે’ ના કેમ્પેઇન જોઈએ તો મોટાભાગે એક જ તાલમાં ચાલતા લાગે અને તે એટલે સ્ત્રી- પુરુષ સમાનતા. એમ નહીં કહું કે સંપૂર્ણપણે આ બદલાવ આજે સમાજમાં આવી ગયો છે, પણ આની ધારી અસર આજે આપણે સમાજમાં જોઈ શકીયે છીએ. આજે સ્ત્રીઓ ભણતરમાં- જોબમાં- કરિયરમાં- સમાજમાં ને રાજકારણ સુધ્ધાંમાં મહત્ત્વનો ભાગ ભજવે છે.
આ એક એવો મોટો બદલાવ છે,જેને ધ્યાનમાં રાખવો જરૂરી છે. બ્રાન્ડ માટે આ દિવસ એક મોટી તક છે તો સમાનતા ઉપરાંત સ્ત્રીને લગતા નવા નવા વિષય શોધી તેની વાત કરવાની, જેના થકી પોતાની બ્રાન્ડ બીજાથી અલગ તરી આવે. ઉદાહરણ તરીકે આજની સ્ત્રીને લાગે છે કે માતા બનવાથી એણે પોતાના કરિયરનું બલિદાન આપવું પડે છે અથવા તો સ્ત્રીના જીવનનો ભાગ છે એ માસિક કે મેનોપોઝ અથવા ઘર અને ઓફિસ બંને તે સહજતાથી સંભાળી શકે છે, લગ્ન ક્યારે કરવા કે પછી પોતાની જિંદગી કંઇ રીતે જીવવી તેનો હક વગેરે જેવા વિષયો પર પણ વાત થઇ શકે. અમુક બ્રાન્ડે આ વિષયોને ટચ કરવાની કોશિશ કરી છે ,પણ મોટે ભાગે વાર્તા સમાનતા પર આવીને અટકી જાય છે. એક સ્ત્રી બીજી સ્ત્રીના જીવનનું આદર્શ બની શકે એવી વાત બ્રાન્ડને અલગતા પ્રદાન કરી શકે.

કોઈ પણ બ્રાન્ડ માટે સ્ત્રી એક સંભવિત ખરીદદાર છે, જેને મનાવવી ધારીયે તેટલું આસાન કામ નથી. આજે તે જમાનો નથી જ્યારે એમ કહેતા કે ‘એક ઢોર ગમાણમાં બાંધ્યુ છે અને બીજું ઘરમાં !’ આ બદલાવને જાણવાનો પ્રયત્ન કરીયે.

આજની સ્ત્રીને પોતાનો મત છે, ઓળખ છે, પ્રોફેશન – કરિયર છે, સ્વતંત્ર વિચારધારા છે અને તેથી તે પણ સાચા-ખોટાની પરખ રાખે છે. શું જોઈએ અને શા માટે જોઈએ તેના વિશે એ નિશ્ર્ચિત પણ છે. પરિવારનાં અનેકવિધ લક્ષ્ય સાથે સાથે પોતાનાં વ્યક્તિગત લક્ષ્યોને પણ પ્રાધાન્યતા આપે છે. પરિવારને સંભાળીને-સાચવીને એ કરિયર અને ઘર બંને સારી રીતે બેલેન્સ કરે છે.
આજની આ સ્ત્રી કોઈ પણ ચીજનું આંધળું અનુકરણ નથી કરતી પછી એ પોતાના બાળકે કયા ટ્યૂશન ટિચર પાસે જવું કે કયા સાબુથી નહાવું તેની પૂરતી માહિતી રિલાયેબલ સોર્સ પાસેથી મેળવી પછી જ અંતિમ નિર્ણય લેશે.

લગ્ન કર્યા કે તરત માતા બની જવામાં એ નથી માનતી. ડિલેડ પ્રેગ્નેન્સી કાં તો ક્યારે બાળક પ્લાન કરવું તે વિશે પણ એ સ્પષ્ટ છે. તેમાં એનો સ્વાર્થ પણ કદાચ હશે, પરંતુ તેનાથી આગળ એ પોતાને અને પોતાનાં બાળકોને બેસ્ટ લાઈફ આપવા માગે છે. પોતે યોગ્ય રીતે પરિપક્વ થયા પછી આ નિર્ણય લેવા માગે છે. બીજું કારણ, આજની સ્ત્રી માટે જીવન ફ્ક્ત બાળકો ઉછેરવા માટે નથી, પણ પોતાની જિંદગી જીવવા માટે, નવા અનુભવો લેવા માટે અને કશુક અચીવ કરવા માટે છે એની ક્લિયર અંડરસ્ટેંડિંગ એના પ્લાનિંગમાં મહત્ત્વનો ભાગ ભજવે છે.

એક સમય એવો હતો કે સ્ત્રી પતિ સાથે પણ અમુક વાત શેર કરતા શરમાતી. આજે આવી વાતોને આપણે બેજિજક ચર્ચા કરતા જોઈએ છીએ, જેના થકી પતિ-પત્નીમાં એક અંડરસ્ટેંડિંગ લેવલ ઊભું થયેલું જોઈ શકીએ છીએ.

આપણે માનીએ કે નહીં,પણ સ્ત્રી ઘરની લગભગ બધી જ ખરીદીમાં મહત્ત્વનો ભાગ ભજવે છે પછી તે દાળ- ચોખા હોય, ઘર ક્યાં ખરીદવુ, ઘરમાં દીવાલો પર કયો રંગ કરવો, વેકેશનમાં ક્યાં ફરવા જવું અને કદાચ કાર કઈ ખરીદવી તે પુરુષ નક્કી કરતો હશે, પણ કારના કલરની પસંદગીમાં એનો નિર્ણય અંતિમ હશે.

સ્ત્રી ઘરનાં ઘણામ બધાં કામ કરે છે અને લોકોને સાચવે છે તેથી એ મલ્ટિટાસ્કર નથી, પરંતુ આજે એ એના જીવનમાં વિવિધ રોલ ભજવે છે અને તેની મલ્ટિ ડાઇમેસ્નલ પર્સનાલિટી એને મલ્ટિટાસ્કર બનાવે છે.

આવાં બીજા ઘણા આજની સ્ત્રીની પર્સનાલિટીનાં પાસાઓ હશે જે બ્રાન્ડ રિસર્ચ દ્વારા આઇડેંટિફાઇ કરી પોતાના કમ્યુનિકેશનમાં ઉપયોગમાં લઇ શકાય. આવી મલ્ટિટાસ્કર સ્ત્રીનો અભ્યાસ બ્રાન્ડ માટે મહત્ત્વનો હોય છે અને તેથી તેનું રેગ્યુલર રિસર્ચ કરવું પડે છે.

આમ ઉપરોકત વાતોને સ્ત્રીના બદલાતા રોલને સમજી બ્રાન્ડે ‘વુમેન્સ ડે’ના કેમ્પેઇનમાં સ્ટિરિયોટાઈપ -ચીલાચાલુ એડ્સ આપવાનું બંધ કરી નવી વાત લાવવી પડશે, કારણ સમાજ અને સ્ત્રી બંને ઘણા આગળ વધી ગયા છે.

બીજી વાત, સ્ત્રીને પેમ્પર કરવા ડિસ્કાઉન્ટ સેલ રાખો, પણ તે એવી રીતે પ્લાન અને પ્રમોટ કરો કે એને લાગે કે આ સેલ્સ ટેકટિક નહીં, પણ ખરેખર એના માનમાં પ્લાન કર્યું છે.

અંતે સૌથી મહત્વનું, સ્ત્રી વિશેના કેમ્પેઇન ફક્ત ‘વુમેન્સ ડે’ સુધી સીમિત ન રાખતા એને નિયમિત -સમયાંતર પ્લાન કરતા રહો. આનો સૌથી મોટો ફાયદો તે થશે કે ક્ધઝ્યુમર ખાસ કરીને સ્ત્રી ક્ધઝ્યુમર તમને તકવાદી ન સમજતા તમે ખરેખર સ્ત્રીને માન આપવાવાળી બ્રાન્ડ છો તેની છાપ પોતાના મનમાં સ્થિર કરશે અને કહેશે કે યુ હેવ મેડ હર ‘વુમેન્સ ડે સ્પેશ્યલ…! ’

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ અભિનેત્રીઓએ પણ લગ્ન માટે સ્વીકાર્યો છે મુસ્લિમ ધર્મ શું આ ડ્રાયફ્રૂટ ખાવાથી વધે છે કોલેસ્ટ્રોલ? ચાલો જાણીએ હકીકત… દહીં સાથે ક્યારેય નહી ખાવી જોઇએ આ ચીજ, સ્વાસ્થ્યને થાય છે નુક્સાન તમારા Mobilephoneમાં પણ દેખાય છે આ સાઈન તો સાવધાન…