ઉત્સવ

‘આહિર પેઈન્ટિંગ’ના નવાં કોન્સેપ્ટ સાથે આહિર યુવતીઓ પ્રયાસરત છે ઉત્ક્રાંતિ સર્જવા માટે

વલો કચ્છ -ડો પૂર્વી ગોસ્વામી

કચ્છ પાસે હસ્તકલામાં પોતાની આગવી વિશિષ્ટતાઓ છે. માણસે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા, બચાવ, સ્વબચાવ માટે, જરૂરિયાતોની પૂર્તિ માટે અને અવનવા અનુભવોમાંથી વિચારોની અભિવ્યક્તિના સ્વરૂપે હસ્તકલાઓનું સર્જન થયું. આ વિભિન્ન હસ્તકલાઓમાં ખાસ કરીને ભરતકલા કસબદારીના ક્ષેત્રમાં રૂપ, શૈલી અને પ્રકૃતિની દૃષ્ટિએ ખૂબ જ વૈવિધ્યતા ધરાવે છે. પ્રાચીન સમયથી જ વંશપરંપરાગત ઢબથી કચ્છમાં ભરતકલા સચવાતી આવી છે. પરંતુ હવે એમાં જ નાવીન્યનું પદાર્પણ થઇ રહ્યું હોય એવું જણાય છે. પ્રકૃતિએ કચ્છ પ્રત્યે રૂક્ષતા દાખવી છે તેમ છતાં લોકોએ પોતાના જીવનને એ અભાવમાં પણ પોતાને રંગીન બનાવવાનો પ્રયત્ન કર્યો છે, પ્રાકૃતિક અસરના લીધે વિવિધ જાતિઓએ ભરતકામમાં વૈવિધ્યતા પૂરી છે. પૃથ્વી પરનાં સર્વ પ્રાણીઓમાં માનવી જ એવો છે કે જેનું મન શારીરિક શણગાર માટે હંમેશાં આતુર રહે છે. તેમાંય નારીનું મન તો જ્યાં – જયાં સુંદરતા જુએ છે ત્યાંથી તેને ચૂંટીને તેમાંથી શણગાર સર્જવા હંમેશાં તત્પર રહે છે. આદિયુગથી જ નારીએ પોતાની આજુબાજુનું વાતાવરણ શણગારવા કશીય ખામી રાખી નથી. જે આજે પણ વંશપરંપરાગત રીતે જળવાઈ રહ્યો છે. સમય વીતતા સંસ્કૃતિ પોતાના નવાં કલેવર ધરે છે ત્યારે આહિર ભરતની સાથે આહિર પેઇન્ટિંગનો નવો કોન્સેપ્ટ રોચક ભાસે છે એટલે આ મુદ્દે થોડી વિસ્તારથી વાત કરીએ.

અહીંનાં સુંદર ભરતકામ પૈકીનું એક છે આહિર ભરત. પહેલાં સામૈયાના કળશ કે થાળી-વાટકા, નાળિયેર પર આહિર ભરતથી ભરેલા કાપડને લગાડીને શણગારવામાં આવતા હતા, પરંતુ આજે આહિર યુવતીઓ નૂતન વિચાર સાથે આ વસ્તુઓ શણગારવા લાગી છે. તેઓ સીધા એ કળશ કે અન્ય પાત્રો પર આહિર ભરતની ભાત દર્શાવતી પેઇન્ટિંગ કરે છે જે આબેહૂબ ભરત કામની પ્રતિકૃતિ બની રહે છે.
આ નૂતન વિચારને વધુ સારી રીતે સમજવા અંજાર તાલુકાની બે દીકરીઓ હીરલ અને રીટા સાથે વિશેષ ચર્ચા કરી, જેમાં એમણે પોતાના કામ અને અનુભવો જણાવ્યા હતા. સાપેડાના ખેડૂતની દીકરી રીટા અને નિંગાળની હીરલ શંભુભાઈ આહિર છેલ્લા સાત – આઠ વર્ષથી આળેખણી કરે છે. રીટા છેલ્લાં ૫ વર્ષથી તો હીરલ છેલ્લાં બે વર્ષથી આહિર પેઇન્ટિંગ કરવાનું શરૂ કર્યું છે. બંનેએ પહેલી વાર જન્માષ્ટમી માટે મટકી પર આહિર પેઇન્ટિંગની શરૂઆત કરી હતી. એ સિવાય ગરબો, સ્ટીલના વાસણો, બાજોઠ તથા રબરના મોબાઈલ કવર પર સુંદર રીતે આહિર પેટર્નવાળું પેઇન્ટિંગ કરે છે. જેના માટે તેઓ ફેબ્રિક કલર અથવા ઑઈલ પેઇન્ટનો ઉપયોગ કરે છે.

સોયદોરા વડે ભરત ભરવામાં બહેનોને ખાસ્સો સમય લાગી જતો હોય છે અને એ પાછળ એમની મહેનત પણ વિશેષ ખર્ચાય છે અને ભરત ભરેલું એ કાપડ પ્રમાણમાં વજનદાર બની જાય છે તથા લાંબા ગાળે કમર અને આંખોની તકલીફો તો સામાન્ય બની ગઈ છે, જયારે ચિત્રના માધ્યમથી એજ આહિર પેટર્ન કલર દ્વારા પ્રદર્શિત થાય છે જેને તૈયાર કરતાં પ્રમાણમાં ઓછો સમય લાગે છે અને વજન પણ ઓછું. આ રીતે આહિર યુવતીઓનો આ નવીનતાભર્યા પ્રયોગને આવકારી શકાય તેમ છે અને ભવિષ્યમાં દોરાવાળું નહિ કલરવાળું આહિર ભરત બજારમાં જોવા મળે તો નવાઈ નહિ! રીટા અને હીરલ જેવી આ આર્ટમાં જોડાયેલી તમામ દીકરીઓને એમની મહેનત અને પ્રયોગશીલતા બદલ શુભેચ્છા.

ભાવાનુવાદ: કચ્છ વટે હસ્તકલામેં પિંઢજી આઉગી વિશેસતા ઐં. ઇન્સાન પિંઢજો અસ્તિત્વ ટકાયલા, ભચાવ, ખપત પૂરેલા કિઇક અનુભવેં મિંજા વિચારેંકે અભિવ્યક્તિજે સરૂપે હસ્તકલાએંજો સર્જન ક્યોં આય. હિન મિડ઼ે કલાએંમેં ખાસ ભરતકલા કસભદારીજે છેતરમેં રૂપ, શૈલી ને પ્રકૃતિજી રીતેં અનૂઠો આય. પ્રાચીન સમયનું જ વંશ પરંપરાગત ઢબસેં કચ્છમેં ભરતકલા સચવાંધી આવઇ આય. પ હાણે હિનમેં નવિનતા જ પગલા થિઇ રયા ઐં એડ઼ો લગેતો. કુધરત કચ્છતે કિં ખાસ મેરભાન નાય રયો તે છતાં માડૂ પિંઢજે જીયણમેં હિન અભાવમેં પણ પિંઢકે રઙીન ભનાયજો પ્રિયત્ન કયોં આય, પ્રાકૃતિક અસરજે લિધે નિડારી નિડારી કોમૂએં ભરાં પાંકે વિવિધતા ન્યારેલ જુડ઼ેતી. હિન ધરા મથેજા મિડ઼ે પ્રાણીએંમેં માનવી જ એડ઼ો આય જેંજો મન સારીરિક શણગારલા હંમેશાં આતુર રેતો. તેમેં પ નારીજો મન ત જિત જિત સુંધરતા ન્યારે હૂતાનું ચૂંટેને ઉન મિંજાનૂં શણગાર સરજેલા તૈયાર રેતિ. નારી પિંઢજે ઓરકોરજો વાતાવરણ શણગારેલા કોય ખામી નતી રખે. જુકો આજ પણ વંશપરંપરાગત રીતે જડ઼વાઈ રયો આય. સમય પસાર થીંધે સંસ્કૃતિ પિંઢજા નવાં કલેવર ધરેતિ તેર આહિર ભરત ભેરો આહિર પેઇન્ટિંગજો નયો કોન્સેપ્ટ કીંક ખાસ લગેતો ઇતરે અજ઼ હિન મુધે તે થોડ઼ી ગ઼ાલ કરીયું.

હિતેજા ખાસે ભરતકમેં મિંજાજો હિકડ઼ો આય આહિર ભરત. પેલે જે સમોમેં સામૈયેજા કલશ ક થારી-વાટકા, નારીયલ તે આહિર ભરતસેં ભરલ કપડ઼ા લગાયને શણગારેમેં અચીંધા હોઅ પ અજ઼ આહિર યુવતી નવે વિચાર ભેરો હિન વસ્તુએંકે શણગારેતિ. હિની સીધો કલશ ક બ્યે પાત્ર તે આહિર ભરતજી ડિઝાઇન વારો પેઇન્ટિંગ કરેત્યું જુકો હિકડ઼ેધમ ભરતકમ જેડ઼ી જ લગેતિ.

હિન નયે વિચારકે અનાં સારી રીતે સમજેલા અંજાર તાલુકેજી બ ધિરું હીરલ ને રીટા ભેરો ગ઼ાલ કરેજો મોકો મિલ્યો જેમેં હિની પિંઢજા કમ ને અનુભવ વતાયા વા. સાપેડાજા ખેડૂજી ધી રીટા ને નિંગાડ઼જી હીરલ શંભુભાઈ આહિર પાછલે સત – અઠ વરેનું આડ઼ેખણી કરીયેંત્યું. રીટા છેલ્લાં પંજ વરેથી નેં હીરલ છેલ્લાં બ વરેથી આહિર પેઇન્ટિંગજો કમ ચાલુ ક્યો આય. બોંય પેલી વાર જન્માષ્ટમી જે માટે મટકી તે આહિર પેઇન્ટિંગજી શરૂઆત કિઇ હૂઇ. હિન સિવા ગુરબો, સ્ટીલજા વાસણ, બાજોટ તીં રબરજે મોભાઈલ કવર તે લાટ આહિર પેટર્નવારો પેઇન્ટિંગ કરેત્યું. જિન માટે ઇની ફેબ્રિક કલર તીં ઓઈલ પેઇન્ટ વાપરેત્યું.

સોયડોરેનું ભરત ભરેમેં ભેણું કે ગચ સમય લગી વિનંધો વેતો ને હિન પૂંઠીયા મેનત પ વધુ થિએતી ને ભરત ભરલ ઇ કાપડ઼ો પ્રમાણમેં વજનધાર ભની વિઞેતો નેં ભવિશ મેં પુંઠા ને અખીયેંજી તકલીફું થિએ સે અલગ. જેર ચિતરજે માધ્યમસેં હી જ આહિર પેટર્ન કલર ભરાં રજુ કરે મેં અચેતી જેંકે તૈયાર કરંધે પ્રમાણમેં ઓછો સમય ખપેતો ને વજન પ ઓછો. હિન રીતે આહિર યુવતીએંજે હી પ્રયોગકે આવકારી સગાજે તીં આય ને ભવિષ્યમેં ડોરેવારો ન પ કલરવારો આહિર ભરત ભજારમેં ન્યારેલા જુડે ત નવાઈ ન! રીટા ને હીરલ જેડ઼ી હિન આર્ટમેં જોડાયેલ્યું મિડ઼ે ધીરું કે ઇનીજી મેનત નેં પ્રયોગશીલતા ભદલ શુભેચ્છા.

Show More

Related Articles

Back to top button
સોમવારે કરો આ વસ્તુઓનું દાન, તમને મળશે ભગવાન શિવજીના આશિર્વાદ જન્માષ્ટમી પર બનશે મહાસંયોગ, આ રાશિના જાતકોની ચાંદી જ ચાંદી… તમારા છોટુની હાઈટ વધારવી છે? ઘરમાં થાય છે સાસુ-વહુના ઝઘડા? રસોડામાંથી તાત્કાલિક દૂર કરો આ વસ્તુઓ…