ઉત્સવ

ભારતના વિજયની શુભેચ્છાઓ… ક્રિકેટ… ધીકતી કમાણી… નેવે જતી નૈતિકતા અને અન્ય

આજે આટલું જ – શોભિત દેસાઈ

આજના અમદાવાદની બપોરનાં ધમાલ અને ઉશ્કેરાટનાં અડસટ્ટા તો સવારથી આખા ભારતના ગામે ગામ, ગામડે ગામડે, શહેરે શહેર વહેવા માંડયા છે. પણ આગલી મેચના એક મહાન વિક્રમથી આજની વાત શરૂ કરીએ.

સુનીલ ગાવસ્કર એક તો ભણેલા ક્રિકેટર અને પાછા ભાષાની આંટીઘૂંટીથી જાણકાર… તે સુનીલે જયારે ૨૯ સેન્ચુરીનો સર ડોન બ્રેડમેનનો રેકોર્ડ વટાવ્યો ત્યારે એમને આ સિદ્ધિ સિદ્ધ કરવા બદલ પ્રતિભાવ આપવાનું કહેતા એ એટલું જ બોલેલા: કોઇ, ૫૪ ટેસ્ટમાં ૯૯.૯૬ની સરેરાશ સાથે ૩૦ સેન્ચુરી ફટકારે ત્યારે જ એને સિદ્ધિ ગણાય… બાકી તો બધા આંકડા છે. હું મારા દેશ માટે સારું રમી શકું છું, એનો ગર્વ જરૂર છે. બાકી સિદ્ધિની વાત જવા દઇએ. What a response, Isn’t it? My dear reader of મુંબઇ સમાચાર!
પણ એક અદ્ભુત સિદ્ધિ ગઇ મેચમા આપણે અનુભવી. સચીન તેંડુલકર અને વિરાટ કોહલીની પરમ ઉપલબ્ધિઓની સરખામણી તો તમે જાણો જ છો… છતાંય….

  મેચ     રન          સરેરાશ      સેન્ચુરીઓ

વિરાટ ૨૯૧ ૧૩,૭૯૪ ૫૮.૪૪ ૫૦
સચીન ૪૬૩ ૧૮,૪૨૬ ૪૪.૮૩ ૪૯

English Language dp„ great-greater- greatest છે એમ ગુજરાતી ભાષામાં મહાન-મહાનતર-મહાનતમ છે જ. અને અંગત અભિપ્રાય મુજબ વિરાટ કોહલી-એના મુખમાંથી સદાય વહેતી સુરતી સરિતા, એનું બાળસહજપણું અને એનું સમગ્ર અસ્તિત્વ મારું પ્રિયતમ (Super lative degree) છે એ ફકત તમારી જ જાણ ખાતર. ડોન બ્રેડમેનને રમતા જોઇ ન શકયાનો જેટલો અફસોસ છે એટલો જ આનંદ વિરાટને follow કરવાનો છે. આ સિદ્ધિ બદલ મારો એક મત્લ્આનો શેર અર્પણ કરું છું તમારા વતી વિરાટને અને એક ઔર શેર એની સુરતી સરિતાને.

વામન વિષય ત્યજીશું, વિરાટ તો થવાશે
છોડીશું દીન માનસ, સમ્રાટ તો થવાશે

બાકી તો ચાલવાની નમવાની સૌ પ્રથાઓ
માથું જો ઉંચકીશું, તરખાટ તો થવાશે.
–+–
તમને ખબર પણ ના પડે એ રીતે તમારા, ક્રિકેટના સંસ્કાર બદલાઇ ગયા છે ક્રિકેટના આ નધરોળ commerciali- sation દ્વારા એનો તમને અંદાજ છે કે નહીં? ‘વધારે રન વધારે દામ રળી આપશે જ’ એ વિચારથી પહેલાં તો Teams ની Seating arrangement, press અને media acomodation અને all over grounds t.v. cameras અને photographens ને સમાવવા boundries 1/3 rd નાની કરી દેવામાં આવી. એટલે, જે પરિશ્રમ ચોક્કા-છક્કા માટે ઉઠાવવો પડતો એ એક તૃતીયાંશ ઓછો થઇ ગયો… એટલે બોલરો સર્ફ કે નિરમા વગર ધોવાવા માંડયા. એટલે વધુ તાળીઓ અને કાન ફાડી નાખે એવા ગોકીરા સાથે પ્રેક્ષકો અનેકગણા થવા માંડયા અમે જેમના નામે આ કમખાણ ઉધારાયું રન વહાવવાનું એ bowlers અઢળક કમાણીને લીધે સંવેદનહીન બનવા માંડયા… બાકી હજી ૧૯૯૦ સુધી છક્કાઓ લગભગ ૫-૭ વર્ષે એકાદ જોવા મળતા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં. સલીમ દુરાનીની જય હો. ફરમાઇશ પર છક્કો.

સૌથી ઉત્તમ વાત આ ભવફક્ષલય માં થઇ છે commentary ના સ્તરમાં. એટલા થાકેલા સુસ્ત, ઢીલા અને Life માં cricketનો ક રમ્યા ન હોય એવા હરામનું આરોગનારાઓ radio અને ખાસ કરીને T.V પર ફેલાયા હતા કે જોનાર-સાંભળનારને ઊંઘ આવી જાય-વિજય મર્ચંટ, આનંદ સેતલવડ, પિયરસન સુરીટા, મુરલી મનોહર મંજુલ, સુશીલ દોશી, સુરેશ સરૈયા જેવા કેટલાંક અપવાદોને બાદ કરતાં. હવે તમે જુઓ તો સુનીલ ગાવસ્કર ball to ball S> commentary આપે છે પણ ઢીલ નથી છોડતા. હર્ષા ભોગલે writerમાંથી અને Ravi Shastri crickterમાંથી કમાલના commentators થઇ ગયા છે. નવજોત સિંહ સિદ્ધુ માટે તો આ કહી જ શકાય.

ન ખુદા હી મિલા, ન વિસાલે સનમ (વિસાલ-મિલન)
ન ઇધર કે રહે ન ઉધર કે રહે

BJP અને Congressની અડફેટમા એક લાઇવ અચ્છા commentator નો ભોગ લેવાઇ ગયો. એક cricketer માંથી commentator બનતાં એક વખત એણે આવો અદ્ભુત-અવર્ણનીય શેર quote કર્યો તો… બોલો!

જો આલા ઝર્ફ હોતે હૈ હેં હંમેશાં ઝુક કે મિલતે હૈં,
સુરાહી સર-નિગુ હો કર કરતી હૈ પૈમાને

(જે અતિશિષ્ટ છે, હંમેશાં ઝુકીને મળે છે… જેમ સુરાહી અડધી વળીને પ્રવાહી પ્યાલામાં રેડે).

જીતવાના છીએ જ આપણે આજે. ૧૪૧ કરોડનાં મનસૂબા -ઇચ્છા- પ્રાર્થના એળે જાય જ નહીં. અને ક્રિકેટેતર અપશબ્દો-કટુતા-ગોબરા વાગબાણોથી રમનારને પરેશાન કરીને સ્ટીવ વો અને રીકી પોન્ટિંગના ઑસ્ટ્રેલિયનોએ દસ વરસ સુધી રાજ કર્યું એ ટીમને તો હરાવવી જ રહી, ભલે અત્યારના ઑસ્ટ્રેલિયનો પ્રમાણમાં સહ્ય હોય. આ તો ભલું થજો ભારતનું કે સૌરવ ગાંગુલી ઉપટયો અને હરભજન ઇ. એ બોલતી બંધ કરવાની શરૂઆત કરી. યાદ છે ને?! જીત્યા પછી પૂરા ઔચિત્યભંગ સાથે કેવા એક નેતાને stage ‘f’u getout કરી નાંખેલા રીકી પોન્ટિંગ! લોકબોલી એટલે લોકબોલી. (વ્યાકરણ અને ભાષાકીય સ્વચ્છતાની તો ઐસી તૈસી.) મહાતોફાની અને બોલકા વિરાટને આજે સંપૂર્ણ છૂટ આપીએ.

ઊંચાઇઓ દેખી ન હો એવી હજી ખોલે
વિરાટ! આજે તો બેટ તમારું એવું બોલે

આજે એટલું જ….

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો