ઉત્સવ

આ દરિયો શું ડૂબાડે મને ?તુફાનો કો ચીરકર પા લૂંગા મંજિલ મેરી, મૈ ડૂબનેવાલા જહાજ નહીં …

આકાશ મારી પાંખમાં -ડૉ. કલ્પના દવે

સંઘર્ષ સામે ઝઝૂમી રહેલા કુનાલના હૈયામાંથી એક અવાજ પડઘાયો. રૂપાલી હવે પહેલા જેવી રહી ન હતી. રોજના ઝઘડા,
અબોલા અને પિયર જતા રહેવાના તમાશા.
કુનાલના મનમાં રોજ આવું આંતરયુદ્ધ ખેલાતું. રોજ એ કહેતો મૈં ડૂબનેવાલા જહાજ નહીં હૂં.
વ્યથાના એ દરિયાને મનમાં સમેટવા તેણે ગિટાર હાથમાં લીધી, અને તેને ચૂમતા તે બોલ્યો- તારા સૂર સાથે તો અમારા હૈયાના તાર ગૂંથાયા હતા, તું જ મારા પ્રેમનો,સુખ-દુ:ખનો અને સંઘર્ષની મૂક સાક્ષી છે. નિયતિની વક્રતા જો, તારા સિવાય આજે મારી પાસે કોઈ નથી. લવમેરેજ કર્યા બાદસાત વર્ષે એ ઘરછોડીને જતી રહી.
કુનાલનું હૈયું આજે રૂપાલીના સ્મરણમાં ભ઼ટકી રહ્યું છે. કુનાલની નજર સામે તેના વૃદ્ધ માતા-પિતાનો લાચાર ચહેરો તરી આવ્યો. કુનાલ બબડ્યો:- હું કેવો અભાગી દીકરો, ૩૫વર્ષનો થયો, કોમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર ડિગ્રી મેળવી પણ મા-બાપને સુખ નથી આપી શકતો.
ઈન્ફોટેક કંપનીમાં મને પી.ઓ.ની નોકરી મળી ત્યારે પપ્પાએ કેવી સરસ પાર્ટી આપી હતી.
કુનાલને પરચેઝ મેનેજરના પદે બઢતી મળી. પ્રોજેકટ ઇનચાર્જ તરીકે રૂપાલી મહાત્રે હતી. સાથે કામ કરતાં કરતાં પંદર દિવસમાં બંને એકબીજા પ્રત્યે આકર્ષાયાં, પ્રેમમાં પડ્યાં.
લગ્નનો પ્રસ્તાવ સ્વીકારતા રૂપાલીએ વિચાર્યુ કે યંગ-સ્માર્ટ અને હાયસેલેરી ધરાવે છે પછી બીજું શું જોઈએ.એ વન-બી-એચ-કેમાં રહે છે, થોડો સમય ખેંચી લઈશ. અને બન્ને પરણી ગયાં.
રૂપાલી મરાઠી મુલગી અને કુનાલ છેલછબીલો ગુજરાતી.
તે દિવસે ઘરે મિત્રોની પાર્ટીમાં રંગ જમાવતા કુનાલે કહ્યું —
માઝા જીવનાત ઝાલી હરિયાલી
રૂપ ગેઉન આલી માઝી રૂપાલી
કુનાલની મોહક દ્રષ્ટિ સામે જોતાં જ રૂપાલી લજામણીના છોડની જેમ શરમાઇ ગઈ હતી.
મનસુખભાઈ અને સવિતાબેન પોતાના એકના એક દીકરા કુનાલના લગ્નથી ખૂબ ખુશ હતાં. નવી વહુનું મન જીતવા તે કહે તેમ જ કરતા. દર મહિને ૭૦હજારથી વધુ કમાતી વહુના માનપાન તો હોય જ ને ! વ્યવહારુ સવિતાબેન માનતા કે દીકરાને સુખી કરવો હોય તો વહુને ખુશ રાખવી.
બીજી તરફ સાસુ-સસરાના અતિ પ્રેમાળ સ્વભાવને કારણે કુનાલ એમના તરફ વધુ ઢળી ન જાય અને કમાણીની મોટી આવક પપ્પાના હાથમાં ન સોંપે એ માટે રૂપાલી સભાન રહેતી. પોતાની બધી કમાણી પોતાના પર્સનલ એકાઉન્ટમાં જમા કરતી, ખુદ કુનાલ પણ કાંઈ પૂછી ન શકે. એક-બે વાર કુનાલે પૂછયું હતું ત્યારે બન્ને વચ્ચે ઝઘડો થયો. રૂપાલી અતડી રહેવા લાગી. સવિતાબેનની પણ તમા ન રાખે.
સવિતાને વહુનો અતડો સ્વભાવ કઠવા લાગ્યો, જાણે પોતાના ઘરમાં તે પારકી ન હોય, કુનાલ સાથે પણ મુક્તપણે બોલી ન શક્તી.આખો દિવસ ઘરકામના ધસરડા કરે પણ કુનાલ કે રૂપાલીને તેની કોઈ કદર જ નહીં.
આજે ગિટાર વગાડતા એ દુ:ખદ સ્મૃતિ સામે સળવળી ઊઠી.
રૂપાલીને પોતાના મોભા પ્રમાણે અલગ રહેવું હતું. કુનાલનો એક જ જવાબ- આપણે જરૂર મોટો ફલેટ લઈશું. પણ, હું એકનો એક દીકરો, એટલે રહેવાનું તો મમ્મી-પપ્પાની સાથે. રૂપાલી આપણે આ વાત લગ્ન પહેલાંજ નકકી કરી હતી.
એક વાર રૂપાલીની ફોઈની દીકરી અંજના એને મળવા આવી હતી. એ ઓસ્ટ્રેલિયા રહેતી હતી. કોફીનો કપ મોઢે માંડતા બોલી- રૂપ, તું અને કુનાલ આટલું સરસ કમાઓ છો, તો આવા વન બીએચકેમાં કેમ રહો છો?
રૂપાલીએ મોં મચકોડતા કહ્યું, યુ નો ઈન ઈંડિયા વી હેવટુ લુક આફટર ઓલ્ડ પેરેન્ટસ.
ધેટસ ફાઈન, બટ તમારું ઘર તમારા સ્ટેટસનું હોવું જોઈએ, ઈટ્સ મીડલ કલાસ હોમ. અંજનાએ હાથના હાવભાવ સાથે કહ્યું.
ત્યાં જ સવિતાબેન ટ્રેમાં ગરમ નાસ્તાની બે ડીશ લઈને આવ્યા અને બોલ્યા- યસ, આ ઘર મીડલકલાસનું ભલે લાગે પણ, મારી રુપાલી વહુતો સોના જેવી છે,મને તો મારી દીકરી જેવી લાગે છે. રૂપાલીએ વાતને ઉડાવી દેતા હસીને કહ્યું- શી ઈઝ ઓલવેઝ સેન્ટી. બટ યુ આર રાઈટ.
તારી કંપની તરફથી તને કોઈ મોટો ફલેટ કે લોન ન મળી શકે ? અંજનાએ આંખ મિચકારતા કહ્યું હતું.
અંજના તો ગઈ પણ કકળાટના બીજ રોપાઈ ગયા.
હવે આ વાત ગંભીર થવા લાગી. રોજ ઝઘડા થાય, રૂપાલી પિયર જતી રહે. કુનાલ મનાવવા જાય અને કાલા વાલા કરે ત્યારે પાછી આવે.
તે દિવસે કુનાલને બ્રેકિંગ ન્યુઝ મળ્યા કે રૂપાલી ઈઝ પ્રેગનંટ-બધુ ભૂલી જઈને તેણે ગ્રાન્ડ પાર્ટી આપી. રૂપાલી, મમ્મી, પપ્પા, બધા ખુશ હતા. રૂપાલીએ સર્વિસમાં બ્રેક લીધો. તે દિવસ કેમ ભૂલાય- રૂપાલીનો ખોળો ભરવાની વિધિ હતી. એનું રૂપ સોળે કળાએ ખીલ્યું હતું. રૂપાલીની આઈ, નાનીબેન, કાકી,માસી બધાએ આશિષ આપ્યાં.
તે રાત્રે સવિતાબેને જૂના આલ્બમમાંથી કુનાલના નાનપણના ફોટા બતાવતા કહ્યું હવે ફરી આપણા ઘરે કાનુડો આવશે, અને હું થઈશ મોટી મા. મારા કાનાની જશોદામા.
અને જો દીકરી આવી તો ? રૂપાલીએ પૂછ્યું.
તો વેલકમ,દીકરી પણ લક્ષ્મીનો અવતાર છે.
સવિતાબેને હરખાતા કહ્યું હતું.
કુનાલ જયારે રૂપાલીને આઠમે મહિને રેગ્યુલર ચેકઅપ માટે લઈ ગયો ત્યારે ડોકટરે કહ્યું કે ઓવરી પર સોજો છે એટલે વધુ સંભાળ લેજો. કદાચ જરૂર જણાશે તો પ્રીમેચ્યોર ડિલિવરી કરવી પડે.
રૂપાલીએ પિયર જવા માટે જીદ લીધી પણ સવિતાબેને કહ્યું કે હું પણ તારી મમ્મી છું ને ! અહીં જ રહે આપણા ઘરમાં. તારી આઈ, બેનને અહીં બોલાવીશું. તારી સારસંભાળ તો હું જ કરીશ.
આજે પહેલી વાર રૂપાલીને સાસુમાના શબ્દો મીઠા લાગ્યા. એના હૈયામાં માતૃઝરણું ફૂટી ગયું.
રૂપાલીએ કહ્યું કે કુનાલ, આજે મને પ્રેમ અને સાચા સંબંધનો અર્થ સમજાયો.
રૂપાલી સાસુમાને વહાલથી ભેટી પડી, પપ્પાજીને પગે લાગી. આજે પારેખ પરિવારમાં સ્વર્ગ રચાયું. રૂપાલીના ગર્ભમાં રહેલા બાળકે પણ એક કીક મારીને હરખ બતાવ્યો.
સંઘર્ષ હોય ભલે આકરા, હમ સાથ સાથ હૈ,
મેં ડૂબને વાલા જહાજ નહીં.
કહેતા કુનાલ ગિટારની ધૂનમાં ડૂબી ગયો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…