ભારત અને ચીન મિત્ર કેમ નથી?તેના મૂળમાં પાંચ -P છે
ભારતીય દૃષ્ટિએ ઈતિહાસ -ડૉ. રાજેશ ચૌહાણ
ઉદય નારાયણ રાય પોતાના પુસ્તક વિશ્ર્વ સંસ્કૃતિનો ‘ઇતિહાસ’માં કહે છે કે, ચીન સાથે ભારતનો સંપર્ક સંભવત: ઇ.પૂ. ત્રીજી સદીથી શરૂ થયો હતો. કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં ચીનના રેશમી કાપડનો ઉલ્લેખ જોવા મળે છે. કેટલાક વિદ્વાનો અનુસાર ચીનનું નામ ‘ચીન-રાજવંશ’(૨૨૧ ઇ.પૂ- ૩૨૦ ઇ.) ના આધારે પડ્યું હતું. ઇ.પૂ.ત્રીજી સદીમાં ઉત્તર-પશ્ર્ચિમ ચીનમાં આ નામનું એક નાનું રાજ્ય હતું. મહાભારતના દ્રોણ પર્વમાં ’ચીન’નામનો ઉલ્લેખ મળે છે.
્રૂમણળ ખણિ-ર્ઇૈંરૂળજ્ઞઘળ ડળ્યઞળ બ્બજ્ઞખ્રગઘળટ્રૂર્ગીં
લઇૈંડઉૃં઼વ ઇૂંબટ્ટ્રૂળયખ વળ્ઞળ ક્ષળફિરુલઇેં લર્વીં॥
કૃષ્ણચંદ્ર શ્રીવાસ્તવ ‘પ્રાચીન ભારતનો ઇતિહાસ’મા લખે છે કે, ઘણાં સમય પહેલા ભારત-ચીન વચ્ચે જળ અને જમીન માર્ગો દ્વારા વેપારી સંબંધો હતા. ચીનના ગ્રંથો પ્રમાણે ચીનનો વ્યાપાર હુઆંગ-ચે (કાંચી) સાથે કરવામાં આવતો હતો. ૧લી થી ૬ સદીની વચ્ચે ચીની સમ્રાટે ‘હુઆગ્ચે’ના શાસક પાસે કિંમતી ભેટો મોકલી અને તેને ચીનમાં રાજદૂત મોકલવા કહ્યું. આ વર્ણન પરથી સ્પષ્ટ થાય છે કે, ઇ. પૂર્વની દ્વિતીય અથવા પ્રથમ સદીમાં ભારત અને ચીન વચ્ચે દરિયાઈ માર્ગે વિધિવત રીતે સંબંધ સ્થાપિત થઈ ચૂક્યો હતો. ભારત અને ચીનના પ્રારંભિક સંપર્કો સંપૂર્ણ રીતે વેપારલક્ષી હતા. ચીની રેશમની ભારતમાં બહુ મોટી માંગ હતી. કાલિદાસે અભિજ્ઞાન શકુંતલમ (૧/૩૨.)મા ‘ચીની રેશમી કાપડ’ (ચિનાશુક)નો પણ ઉલ્લેખ કર્યો છે. પરંતુ ટૂંક સમયમાં જ વેપારનું સ્થાન ધાર્મિક પ્રચારે લઈ લીધું અને બૌદ્ધ ઉપદેશકોના પ્રયત્નોના પરિણામે ભારતીય સંસ્કૃતિ ચીનમાં વ્યાપકપણે ફેલાઈ ગઈ.
અકુમાર તિવારી પોતાના મહાશોધ નિબંધ ભારત ‘ચીન સંબંધ’માં લખે છે કે, ચીન અને ભારત વચ્ચેના પ્રાચીન સંપર્કને ગાઢ બનાવવામાં બૌદ્ધ ધર્મનો સૌથી મોટો ફાળો રહ્યો છે. પ્રાચીન ચીની પરંપરા અનુસાર બૌદ્ધ ધર્મના કેટલાક ઉપદેશકો ૨૧૭ ઇ. પૂ. માં ચીનવંશની રાજધાનીમાં આવ્યા હતા. ૧૨૧ ઇ. પૂ.માં એક ચીની સેનાપતિ પોતાની સાથે ગૌતમ બુદ્ધની સુવર્ણ મૂર્તિ ઘરે લાવ્યો, પરંતુ આ અહેવાલોની ઐતિહાસિકતા શંકાસ્પદ છે. ઇ.પૂ ૨માં આકસસખીણના યુ-ચી (કુષાણ) શાસકોએ ચીનના દરબારમાં કેટલાક બૌદ્ધ ગ્રંથો ભેટ આપ્યા હતા. ચીનના રાજકીય સ્ત્રોત પ્રમાણે ૬૫ ઇ.માં હનવંશના શાસક મિગ્તીને સ્વપ્નમાં એક સુવર્ણ પુરુષના દર્શન થયા હતા. તેના દરબારીઓએ આ પુરુષની ઓળખ બુદ્ધ સાથે કરી પરિણામે તેના રાજદૂતોને પશ્ર્ચિમમાં મોકલ્યા જેઓ તેમની સાથે ‘ધર્મરત્ન’ અને ‘કશ્યપ મતગ’ નામના બે બૌદ્ધ સાધુઓને લઈ ગયા. આ સાધુઓ તેમની સાથે મોટાભાગના પવિત્ર ગ્રંથો અને અવશેષો સફેદ ઘોડા પર લઈ આવ્યા. ચીનના સમ્રાટે તેમના રોકાણ માટે રાજધાનીમાં એક વિહાર બનાવ્યો જેને (શ્ર્વેતાશ્ર્વ-વિહાર) ‘વ્હાઈટ હોર્સ-મોનેસ્ટ્રી’ કહેતા હતા.
ભારતની જેમ ચીનનો આધુનિક ઇતિહાસ પણ યુરોપિયન દેશો દ્વારા બળજબરીથી પ્રવેશ અને શોષણનો ઇતિહાસ રહ્યો છે. એશિયામાં પશ્ર્ચિમી સામ્રાજ્યવાદના આગમન સાથે જ બંને દેશો વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધો અચાનક તૂટી ગયા.
બ્રિટિશ કાળ દરમિયાન ભારતના ચીન સાથેના સંબંધોનો એકમાત્ર હેતુ ચીનના લોકોને સામ્રાજ્યવાદી શોષણનો શિકાર બનાવવાનો હતો. જો કે ભારતના લોકો આ સામ્રાજ્યવાદી નીતિમાં કોઈપણ રીતે સહકાર આપવા માગતા ન હતા, પરંતુ તેઓ સરકારને પણ રોકી શક્યા ન હતા.
ઇ.સ. ૧૯૨૭માં યોજાયેલી બ્રસેલ્સ પરિષદ સમયે ભારત અને ચીનના પ્રતિનિધિઓની એક સંયુક્ત પત્રિકા બહાર પાડવામાં આવી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે એશિયાને પશ્ર્ચિમી સામ્રાજ્યવાદથી મુક્ત કરવા માટે ભારત અને ચીનનો સહયોગ અત્યંત જરૂરી છે. આ જાહેરાતનો ચીનમાં બ્રિટિશ શાસકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો. ભારતને ચીન પ્રત્યે સહાનુભૂતિ હતી એટલું જ નહીં અનેક પ્રસ્તાવો સ્વીકારીને ચીન પ્રત્યેની બ્રિટિશ નીતિની ટીકા કરી હતી. ઉ.દા. ૧૯૩૧માં જાપાને મંચુરિયા પર આક્રમણ કર્યું ત્યારે ચીન પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવા માટે ભારતમાં ‘ચીન-દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. ભારતમાં જાપાની સામાનનો બહિષ્કાર કરવાની ચળવળો શરૂ થઈ. ત્યારબાદ ૧૯૩૭માં જ્યારે ચીન-જાપાન યુદ્ધ શરૂ થયું ત્યારે ભારતે ફરી ચીન પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી. ૧૯૩૭માં માર્શલ ઝુ-ડીની વિનંતી પર ભારતે ચીનમાં તબીબી મિશન મોકલ્યું. આ મેડિકલ ટીમ તેમની નિ:સ્વાર્થ સેવા અને સમર્પણ માટે ચીનના લોકોમાં ખૂબ ખ્યાતિ મેળવી.
ઓગસ્ટ ૧૯૩૯માં નહેરુ ચીન ગયા ત્યારે તેમણે ભારત-ચીન સંબંધને ‘અવિનાશી સંબંધ’ તરીકે ખૂબ જ ભારપૂર્વક વર્ણવ્યો હતો. નહેરુ તેમના ભાષણોમાં ‘ઈસ્ટર્ન યુનિયન ઓફ ઈન્ડિયા એન્ડ ચાઈના’ વિશે પણ ચર્ચા કરતા હતા.
માર્ચ ૧૯૪૭માં નવી દિલ્હીમાં એશિયન રિલેશન કોન્ફરન્સ બોલાવવામાં આવી હતી. તે સમયે ચીનમાં ‘ચાંગકાઈ-શેકની’ રાષ્ટ્રવાદી સરકાર સત્તા પર હતી. કોન્ફરન્સમાં ‘ચાંગકાઈ-શેક’ની સરકારના પ્રતિનિધિએ ચીનના નકશા સામે વાંધો ઉઠાવ્યો જેમાં તિબેટને તે દેશના ભાગ તરીકે દર્શાવવામાં આવ્યું ન હતું. કોન્ફરન્સમાં તિબેટના પ્રતિનિધિમંડળને શા માટે માન્યતા આપવામાં આવી તે અંગે પણ ચીને વાંધો ઉઠાવ્યો હતો, પરંતુ જ્યારે પાકિસ્તાનના લોકોએ કાશ્મીર પર આક્રમણ કર્યું ત્યારે ચીને વાંધો ઉઠાવ્યો ન હતો. ચીનમાં ધીમે ધીમે સામ્યવાદીઓ વિજય તરફ આગળ વધી રહ્યા હતા. સપ્ટેમ્બર ૧૯૪૯ સુધીમાં સમગ્ર ચીન સામ્યવાદી રેડ આર્મી હેઠળ આવી ગયું હતું. ચીનમાં કમ્યુનિસ્ટ પાર્ટીની સરકાર સત્તા પર આવી અને ૧ ઓક્ટોબર ૧૯૪૯ના રોજ પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈનાની સ્થાપના કરવામાં આવી.
૧૯૪૭માં ભારતની આઝાદી અને ૧૯૪૯માં કોમ્યુનિસ્ટ પાર્ટી દ્વારા ‘ચીનની મુક્તિ’ એ એશિયા અને વિશ્ર્વમાં એક નવા યુગની શરૂઆત કરી. ભારતની આઝાદી સાથે એશિયામાંથી યુરોપિયન વર્ચસ્વનો પણ અંત આવ્યો.
૧૯૫૦ થી ૧૯૫૩ સુધીના કોરિયન યુદ્ધ દરમિયાન દિલ્હીએ બેઇજિંગ અને વોશિંગ્ટન વચ્ચે મધ્યસ્થી કરી હતી. સ્વતંત્ર ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ ભારતને આઝાદી મળી તે પહેલાં બે વખત ચીનની મુલાકાત લીધી હતી અને ૧૯૩૦ના દસકના અંત ભાગમાં ભારતીય તબીબી કર્મચારીઓના જૂથને ત્યાં જવાની વ્યવસ્થા કરવામાં મદદ કરી હતી. તેમનું પ્રસિદ્ધ પુસ્તક ધ ડિસ્કવરી ઓફ ઈન્ડિયા’માં ચીની સમાજ માટે તેમની પ્રશંસા નોંધી છે, જે ૧૯૫૦ના દાયકાના વધતા તણાવ પછી પણ ચાલુ રહી હતી: ‘ચીની લોકોનું જીવનશક્તિ મને આશ્ચર્યચકિત કરે છે. હું કલ્પના કરી શકતો નથી કે આટલી ખડક-નક્કર તાકાત ધરાવતો સમાજ કેવી રીતે તૂટી શકે છે. “નહેરુએ ૧૯૫૪માં ચીનની ખૂબ જ પ્રચારિત મુલાકાત લીધી હતી. તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને સામ્યવાદી પક્ષના અધ્યક્ષ માઓત્સે તુંગ અને વડા પ્રધાન ઝોઉ એનલાઈ સાથે મુલાકાત કરી હતી. જ્યારે ઝોઉ ૧૯૬૦માં ભારતની મુલાકાત લીધી તો ભારતીય ભીડે ઉત્સાહપૂર્વક કહ્યું, “હિન્દી ચીની ભાઈઓ! જો કે માત્ર બે વર્ષ પછી ભારત અને ચીન વચ્ચે યુદ્ધ થયું. ભારત યુદ્ધ હારી ગયું અને ચીનના સૈનિકો તેમના કબજામાં રહેલા મોટાભાગના વિસ્તારોમાંથી પાછા હટી ગયા છતાં. એશિયાના આ બે દિગ્ગજો વચ્ચેના સંબંધો ક્યારેય સંપૂર્ણ રીતે સુધરી શક્યા નહીં
બંને દેશોની સ્વતંત્રતા પછીના બંને દેશોના નેતાઓએ (૧૯૪૭ થી ૧૯૬૪) એકબીજાની આકાંક્ષાઓ અને નીતિઓની નક્કર અને વાસ્તવિક સમજણ વિના ‘હિન્દી-ચીની ભાઈ ભાઈ’ના યુગને પ્રોત્સાહન આપ્યું. તેમની એકતાનો આધાર બંને દેશોની સામ્રાજ્યવાદ વિરોધી વિચારધારા હતી પરંતુ બંને વિશાળ દેશો તેમના શાસનની વાસ્તવિકતાઓ સામસામે આવતા એકતા અને મિત્રતા ઉપરછલ્લી અને ક્ષણિક સાબિત થઈ. અગાઉની સરકારની રાજકીય, આર્થિક જેવી બાબતોનું સમર્થનની ભૂલોનું પરિણામ ચીન – ભારત સંબંધ વિવાદનાં અન્ય કારણો પણ છે.
ભારત અને ચીન મળીને વિશ્ર્વની લગભગ ૪૦% થી વધુ વસ્તી ધરાવે છે. ભારત-ચીનના સંબંધ ત્રણ અબજ લોકો માટે મહત્ત્વપૂર્ણ છે. બંને પાડોશી દેશો અને મોટા પાયે વિશ્ર્વ માટે પણ પરિણામરૂપ છે. ૧૯૬૨ના યુદ્ધ પછી બંને દેશો હિમાલયની સરહદે ઉચ્ચ સ્તરની સૈન્ય સ્થિરતા જાળવવામાં સફળ રહ્યા છે. ૧૯૬૪ પછીથી અનેક વર્ષો સુધી તેમજ જૂન ૨૦૨૦માં લદ્દાખના ગલવાન અથડામણ બાદ બંને પક્ષોએ સેનાની સતર્કતા વધારી અને એકબીજાના વિસ્તારોમાં અતિક્રમણ સામે પણ સંકેત આપ્યા. શ્રેણીબદ્ધ સમજૂતી છતાં સરહદની બંને બાજુએ તૈનાત અંદાજે પચાસ હજાર સૈનિકોને દૂર કરવામાં અસમર્થ હતા. લદાખ ઉપરાંત અન્ય ભૌગોલિક સ્થળોના કારણે બને દેશોના સંબંધો બગડ્યા છે.
કાંતિ બાજપાઈએ તેમના પુસ્તક ઈંક્ષમશફ દત ઈવશક્ષફ, ઠવુ ઝવયુ અયિ ગજ્ઞિં ઋશિયક્ષમત (ઉીંલલયક્ષિફીિ,ં ૨૦૨૧)માં ઉપરોકત કારણો અને ઘણી નવી દલીલો રજૂ કરી છે. આ દલીલોથી પરિચિત થતાં પહેલાં, તેના ઐતિહાસિક સંદર્ભમાં ભારત અને ચીન વચ્ચે ઉદ્ભવતા સંઘર્ષને જાણવો જરૂરી છે.
શાન કશ્યપ પોતાના સમીક્ષાત્મક લેખમાં જણાવે છે કે બાજપેયીના મતે, ભારત અને ચીન ચાર મુખ્ય કારણોસર મિત્રો નથી: એકબીજા પ્રત્યેની તેમની ધારણાઓ પર ઊંડાણપૂર્વકના મતભેદ, તેમની પ્રાદેશિક પરિઘ, અન્ય મહાન શક્તિઓ સાથેની તેમની વ્યૂહાત્મક ભાગીદારી તેમજ તેમની વચ્ચેની શક્તિની અસમપ્રમાણતા મુખ્ય કારણો છે. બંને સમાજની એકબીજા પ્રત્યેની ધારણાઓ ખૂબ જ નકારાત્મક હતી, ઓગણીસમી સદીમાં ભારત એક સંપૂર્ણ યુરોપિયન વસાહત બનવા અંગે ચીનના મનમાં ઘણી આશંકા હતી. ભારત અને ચીનની તેમની પરિમિતિ અને આંતરરાષ્ટ્રીય સીમા પર સહમત થવામાં અસમર્થતા આનું એક કારણ હોઈ શકે છે. એકબીજા વિશેની નકારાત્મક ધારણાઓના કારણે ક્યારેય વ્યૂહાત્મક ભાગીદાર નથી. બંનેએ ક્યારેક સોવિયેત યુનિયન (રશિયા) અને યુનાઇટેડ સ્ટેટ્સ સાથે ભાગીદારી કરી છે, પરંતુ ક્યારેય એકબીજા સાથે ભાગીદારી કરી નથી. બંને સાથે કામ કરવાનો કોઈ ઈતિહાસ નથી. ૧૯૯૦ના વૈશ્ર્વિકિકરણથી ચીનને વધુ ફાયદો થયો છે.
ઉપરોક્ત સૂચિબદ્ધ કારણોને બાજપેયીએ અંગ્રેજીમાં ચાર ઙત (રજ્ઞીિ ાત)તરીકે સમજાવ્યા છે. આ ચાર ઙ – પરસેપ્શન (ધારણા), પેરીમીટર્સ(પરિમિતિ), પાર્ટનર(ભાગીદારી) અને પાવર (શક્તિ). આ સિવાય બાજપેયી પાંચમા ઙ – તરીકે પાકિસ્તાનનો મુદ્દો છે જે ઘણીવાર સંઘર્ષના સ્ત્રોત તરીકે ઓળખાય છે. પાકિસ્તાનના વડાપ્રધાન યુસુફ ગિલાનીએ ચીન સાથેની મિત્રતાને ‘પર્વતો કરતાં ઉંચી, સમુદ્ર કરતાં ઊંડી, સ્ટીલ કરતાં મજબૂત અને મધ કરતાં મીઠી’ ગણાવી હતી. આ બે શક્તિઓ વચ્ચેનું અર્ધ-ગઠબંધન સ્પષ્ટપણે ભારતને નારાજ કરે છે જે ઇસ્લામાબાદને બેઇજિંગની ભૌગોલિક રાજકીય ચાલમાં પ્યાદા તરીકે જુએ છે. ભારત અને ચીન અન્ય ઘણા તફાવતોને કારણે પણ વિભાજિત છે જેમ કે, દક્ષિણ એશિયામાં ભારતના અન્ય પડોશીઓ વચ્ચે ચીનના વધતા પ્રભાવ જેવા ઉપરાંત ચીનની રાજકીય ધરીમાં જાપાન અને વિયેતનામ સાથે ભારતનું મજબૂત જોડાણ. આમાં વિશ્ર્વના અન્ય ભાગોમાં અને બહુપક્ષીય મંચોમાં તેમની મુત્સદ્દીગીરી સાથે બંને શક્તિઓ દ્વારા આંતરરાષ્ટ્રીય માગણીઓ અને ચીન સાથે ભારતની વિશાળ વેપાર ખાધનો સમાવેશ થાય છે. ઉપરાંત યાર્લુંગ ત્સાંગપો/બ્રહ્મપુત્રા નદી પર ચીની બંધ બાંધવા જેવા પરિબળોનો ઉલ્લેખ કરવો જરૂરી છે.
વાજપેયી આ પુસ્તકમાં ૧૯૬૭, ૧૯૭૫, ૧૯૮૬-૮૭, ૨૦૧૩, ૨૦૧૪, ૨૦૧૫, ૨૦૧૭ અને ૨૦૨૦ માં ગંભીર સંઘર્ષો છતાં આ આઠ પ્રકરણમાં ભારતીય પક્ષના શહીદોની કુલ સંખ્યા સો કરતાં થોડી વધુ છે (ચીની આંકડાઓ જાહેર નથી). આવા મોટા દેશો વચ્ચેના ભીષણ સરહદી વિવાદને ધ્યાનમાં લેતાં આ સંખ્યા ઓછી ગણાશે. બીજી બાજુ લગભગ પચીસ વર્ષની સૈન્ય સ્થિરતા પછી છેલ્લા એક દાયકામાં ભારત અને ચીન વચ્ચે પાંચ મોટા સંઘર્ષો થયા છે.
એક પુસ્તક તરીકે ભારત વિરુદ્ધ ચીન ચાર વ્યાપક દલીલો આપે છે. પ્રથમ, ભારત અને ચીન લગભગ પંદરમી સદી સુધી એકબીજાને નજીકથી જોતા હતા, ત્યાર બાદ ઓગણીસમી સદીના ઉત્તરાર્ધથી તેમની એકબીજા પ્રત્યેની આધુનિક ધારણાઓ મોટે ભાગે નકારાત્મક બની ગઈ હતી. તાજેતરના કોવિડ-૧૯ રોગચાળાએ આ નકારાત્મક ધારણાઓને વધુ મજબૂત બનાવી છે.
બીજા પરિઘ પર મતભેદ છે. સરહદી જમીન અને તિબેટ ભારત-ચીન સંઘર્ષના કેન્દ્રમાં છે. બાજપેયીના મતે કેટલાક લેખકો મૂળ સંઘર્ષ માટે ભારત તો કેટલાક ચીનને દોષ આપે છે. બાજપેયી જણાવે છે કે, દિલ્હી અને બેઇજિંગને ૧૯૪૯ અને ૧૯૬૨ની વચ્ચે સરહદની સમસ્યા સાથે વ્યવહાર કરવામાં “મિરર-ઇમેજ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ મુદ્દા સાથે વ્યવહાર કરવા, ખચકાટ અનુભવવો, વિરોધાભાસ અને અસંગતતાઓ વધવા લાગી જેના કારણે બંને પક્ષે શંકા અને વસાહતી સીમાઓ પર અન્યના મૂળભૂત સિદ્ધાંતોને સ્વીકારવામાં અસમર્થતા જોવા મળી. ભારત નિષ્કર્ષ મુજબ ચીને તિબેટની સ્વાયત્તતા અંગેની તેની પ્રતિબદ્ધતાઓમાં પાછીપાની કરી તો બીજી તરફ ચીન મુજબ ભારત ૧૯૫૦ પછીની તિબેટની સ્થિતિને પૂર્વવત્ કરવા માગે છે.
ત્રીજું, ભારત અને ચીન આંતરરાષ્ટ્રીય સ્તરે ભાગીદાર હતા તો તેઓ એકબીજા પ્રત્યેની નકારાત્મક ધારણાઓ અને પરિઘમાંના તેમના સંઘર્ષો સામે સંતુલન સાધવા માટે વ્યૂહાત્મક સહયોગનો ઇતિહાસ ધરાવશે, પરંતુ છેલ્લા સિત્તેર વર્ષોમાં બંને વિશ્ર્વની રાજનીતિની વિરુદ્ધ બાજુઓ પર રહ્યા છે. તેઓ ક્યારેય ભાગીદાર બન્યા નથી.
અંતિમ ૧૯૮૦ના દાયકાઓના શરૂઆતથી ભારત આર્થિક, સૈન્ય અને ‘સોફ્ટ પાવર’ના સંદર્ભમાં ચીનથી પાછળ રહી ગયું છે. આર્થિક રીતે પાવર અસંતુલન ખૂબ જ મોટું છે ભવિષ્યમાં પણ વધવાની સંભાવના છે. ભારત-ચીન વચ્ચે પર્વત અને દરિયાઈ અંતરનો અર્થ એ છે કે યુદ્ધ અને બળનો ઉપયોગ મર્યાદિત હશે.