ઉત્સવ

નાનાં ભાઈ-બહેન કરતાં મોટા ભાઈ-બહેનની આવક વધુ કેમ હોય છે?

કેન્વાસ -અભિમન્યુ મોદી

શીર્ષક વાંચીને મુકેશ અંબાણીનું નામ પહેલાં મન-મગજમાં આવ્યું હોય એ સહજ છે. અનિલ અંબાણીની આધુનિક વિચારધારા વધુ શાર્પ હોવા છતાં આજે એ ચિત્રમાં ખાસ ક્યાંય નથી અને ભારતની સૌથી શક્તિશાળી વ્યક્તિ તરીકે મોટા ભાઈ મુકેશભાઈની ગણના થાય છે.

બીજું જાણીતું ઉદાહરણ સલમાન ખાન છે. સલમાન સૌથી મોટો ભાઈ છે અને અરબાઝ તથા સોહેલ એનાથી નાના છે. સલમાનને વધુ સફળતા મળી અને એ જ વધુ કમાયો છે. આવાં તો ઘણાં ઉદાહરણો આપી શકાય.

બોબી દેઓલને હવે છેક સફળતા મળી. એનો મોટો ભાઈ સની દેઓલ વર્ષોથી સફળ છે ને વધુ કમાય છે. સૈફ અલી ખાન અને સોહા અલી ખાન વચ્ચે પણ એવું થયું છે. મોટો ભાઈ વધુ જાણીતો છે. રણબીર કપૂરની બહેન રિધિમા તો
પહેલેથી જ આવી સ્પર્ધામાં નથી. લતાજી તો વર્લ્ડ ફેમશ થયાં. એમની સરખામણી એમની બીજી બહેનોનું શું? એ ગાયક ફેમિલીમાં મહાનતમ ને સૌથી સફળ કોણ ગણાય છે? અલબત્ત, લતાજી!
સ્પોર્ટ્સ- બિઝનેસ- ઇન્ડસ્ટ્રી એમ અનેક ક્ષેત્રમાં આવાં ઉદાહરણ જોવા મળશે. આપણી આસપાસ કે આપણા કુટુંબોમાં પણ નજર કરીએ તો આવાં દ્રષ્ટાંત જોવા મળે કે મોટો ભાઈ કે મોટી બહેનની ઊંચાઈ સુધી નાનો ભાઈ કે નાની બહેન પહોંચી શક્યા ન હોય.

આવું કેમ? એવો સવાલ વિજ્ઞાનીઓ અને તર્કશાસ્ત્રીઓને થયો. મોટાં ભાઈ-બહેનો એમનાંથી નાના કરતાં વધુ કમાણી કરે તેનું કારણ શું? આવો સવાલ ક્યારેક આપણને પણ થયો હોય તે પણ બનવાજોગ છે.

આ સવાલનો જવાબ મેળવવા માટે સંશોધન કરતાં કૌટુંબિક જીવનની ગતિશીલતા
અને બાળકોની ભાવિ કમાણી પર તેની અસર વિશેની જે રસપ્રદ પેટર્ન મળી છે,જે આ આખા સિનારિયોને જોવાની નવી આંતરદ્રષ્ટિ બક્ષે છે.

ભાંડરડામાં પહેલા હોવાનો ફાયદો: નાની ઉંમરથી મોટાં ભાઈ-બહેનો ઘણીવાર કુટુંબમાં નેતૃત્વ અને જવાબદારીની ભૂમિકા ધારણ કરે છે, કારણ કે એ જલદી મોટા થઇ જતા હોય છે. એમનાથી જે નાનાં ભાઈ – બહેન હોય એ હંમેશા નાના જ રહે. મોટા બાળકે એનાથી નાના બાળકને હંમેશાં લાડ લડાવવાના રહે છે.

માતા-પિતા સિવાયના ત્રીજા વાલીની ભૂમિકા મોટા ભાઈભાંડુ ભજવતા હોય છે. પહેલેથી બીજાનું જતન કરવાની ટેવ પડે છે. બહુ પ્રારંભિક કાળથી મોટા ભાઈ- બહેન ઉપર જવાબદારીઓ આવે છે. આ એક છૂપા આશીર્વાદ જેવું છે, જેનો લાભ એમને પરોક્ષ રીતે અભ્યાસનાં વર્ષો અને કારકિર્દી દરમિયાન સતત મળતો રહે છે.

અનેકવિધ અભ્યાસ કહે છે કે પ્રથમ જન્મેલા બાળક જ્ઞાનાત્મક પરીક્ષણોમાં વધુ સારું પ્રદર્શન કરે છે અને પોતાનાં નાનાં ભાઈ-બહેન કરતાં શાળામાં વધુ સારું પરિણામ લાવે છે. મમ્મી-પપ્પા પણ એના પ્રથમ બાળકમાં જેટલા ઉત્સાહી હોય છે એટલા બીજા બાળકમાં નથી હોતા. પ્રથમ બાળક સ્કુલમાં વધુ સારું પરફોર્મ કરે માટે વાલી એની પર વધુ ને વધુ ધ્યાન આપે પરિણામે એ બાળકનો સર્વાંગી વિકાસ વધુ થતો રહે છે.

વધુમાં, મોટાં ભાઈ-બહેન એમનાં નાના ભાઈ-બહેનને શીખવવા અને માર્ગદર્શન આપતા હોવાથી એમની બુદ્ધિની ધાર વધુ સતેજ થાય છે. કહેવાય છે ને કે બેસ્ટ ફોર્મ ઓફ લર્નિંગ ઈઝ ટિચિંગ….જો કોઈ વસ્તુ યાદ રાખવી હોય તો એને ભણાવો. આ વૈજ્ઞાનિક તથ્ય છે કે મોટાં ભાઈ-બહેન નાનાને ભણાવે એટલે એ ખુદ પોતે વધુ નિપુણ બને છે.. સંશોધન દર્શાવે છે કે આવા લાભ ૧૨ વર્ષની ઉંમરની આસપાસ દેખાવાના શરૂ થાય છે. જ્યારે મોટાં ભાઈ-બહેનને શીખવવાનું વધુ હોય છે અને નાના ભાઈ-બહેન શીખવા માટે વધુ ગ્રહણશીલ હોય છે.

આવકની અસમાનતામાં રોગની ભૂમિકા:
આરોગ્ય અર્થશાસ્ત્રીઓ દ્વારા હાથ ધરવામાં આવેલા તાજેતરના અભ્યાસમાં ડેનમાર્કના ડેટાની તપાસ કરવામાં આવી તો એમાં શિશુ સ્વાસ્થ્ય અને ભાવિ કમાણી વચ્ચે આશ્ર્ચર્યજનક કડી જોવામાં આવી. એવું જોવામાં આવ્યું કે બીજા નંબરે જન્મેલા બાળકને એના મોટા ભાઈ- બહેન કરતાં જીવનના પ્રથમ વર્ષ દરમિયાન શ્ર્વસન સંબંધી સમસ્યા માટે હોસ્પિટલમાં દાખલ થવાની શક્યતા વધુ હોય છે! આમ કેમ ? એનું સચોટ કારણ હજુ સુધી જાણવા નથી મળ્યું …

આવક પર અસર : અભ્યાસનાં તારણ સૂચવે છે કે બાળપણમાં થતી બીમારી મોટાં અને નાના ભાઈ-બહેન વચ્ચે આવકના તફાવતમાં નોંધપાત્ર ભૂમિકા ભજવી શકે છે. હકીકતમાં સંશોધકોનો અંદાજ છે કે આ આવકની અસમાનતમા લગભગ ૫૦% જેટલો ફાળો રોગનાં પરિણામ ભજવે છે. એ જ રીતે, પ્રથમ જન્મેલા અને બીજા નંબરે જન્મેલાં બાળકો વચ્ચેના ઈંચ નાં તફાવત પણ વાર્ષિક કમાણીમાં નોંધપાત્ર તફાવત લાવી શકે છે.

કુદરત વિરુદ્ધ પાલનપોષણ : જો કે મોટાં અને નાનાં ભાંડરડાં વચ્ચેના કેટલાક તફાવત જન્મજાત લાક્ષણિકતા અથવા આનુવંશિક વલણને લીધે હોઈ છે. સંશોધન દર્શાવે છે કે બાળક પર આસપાસના પરિસરના પર્યાવરણીય પરિબળ પણ અસર કરે છે જેમકે… ક મોટા ભાઈ-બહેનને જે ફાયદા મળે છે તે મોટાભાગે પ્રકૃતિને કારણે નહીં, પણ અલગ રીતે મળેલા ઉછેરનું પરિણામ હોય છે.

ઉદાહરણ તરીકે, નોર્વેજિયન કિશોરોના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે નાનાં બાળક કે જેમનાં મોટા ભાઈ-બહેન બાળપણમાં મૃત્યું પામ્યાં હતાં એ પછીનાં બાળક કરતાં વધુ આઈક્યુ ધરાવતાં હતાં. સરળ શબ્દોમાં સમજાવીએ તો જેમનાં મોટાં ભાઈ બહેન હયાત હોય તો એ પછીનાં બાળકનો આઇક્યું ઓછો રહે છે અને મોટા ભાઈ-બહેન ના હોય તો એ આઇક્યુ વધે છે!

આ વિચિત્ર સત્ય છે પણ સર્વેક્ષણો આવું કહે છે. આ પરિણામો સૂચવે છે કે પર્યાવરણીય પરિબળો ઉપરાંત માતા-પિતાનું ધ્યાન અને બધાં બાળકો માટે લેવાતી કાળજીમાં આવતો ફરક બાળકોની જ્ઞાનાત્મક ક્ષમતા અને ભાવિ સફળતાને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

મોટાં અને નાનાં ભાઈ-બહેનો વચ્ચેની કમાણીનો તફાવત પાછળ અસંખ્ય પરિબળો રહેલાં હોય છે. એમાં પેરેંટલ કેર, બાળપણના પ્રારંભિક સ્વાસ્થ્ય અને શૈક્ષણિક તકોનો સમાવેશ થાય છે. આવકના તફાવત પાછળનાં કારણોને સમજવાથી શિક્ષણના મોભીઓ પોતાની સિસ્ટમમાં થોડો ફેરફાર લાવી શકે છે. માતા-પિતા પણ એમનાં સંતાનોની ઉછેરપ્રક્રિયા એવી રીતે ડિઝાઈન કરે કે એ દરેકને સંપૂર્ણ ન્યાય મળે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો