વ્યંગ : હેં, લગ્નમાં આને કોણે નોતરું આપેલું ?

-ભરત વૈષ્ણવ
‘ક્ધયાના બાપાને બોલાવો. અબઘડી હાજર કરો. આકાશ કે પાતાળમાંથી હાજર કરો.’ આવો હુકમ કોણ કરી શકે ગોરમહારાજ? રામ રામ રામ ભજો. ગોરને તો વર મરો, ક્ધયા મરો પણ દક્ષિણાનું તરભાણું નહીં, પણ દક્ષિણાનો દરિયો ભરવામાં રસ હોય. આ તો વરના પરમ પૂજય પિતાશ્રી ( જયાં સુધી લગ્ન ન પતે ત્યાં સુધી ગધેડાને ગરજે બાપ કહેવા પડે એવા વરનો બાપ ! ) વરના બાપને પાટલેથી ખાટલે અને ખાટલેથી પાટલે કરવો પડે.
‘બોલો, સાહેબ શું હુકમ છે?’ ક્ધયાના બાપ રાજુલાલે નરમાશથી પૂછયું. રાજુલાલ હાંફળાફાંફળા થઇ ગયેલા. વર ક્ધયાનો હથેવાળો બાકી હોય, જાન ઊઘલી ન હોય ત્યાં સુધી ક્ધયાના બાપાને ટેન્શન હોય. ‘રાજુલાલ, આ બધું શું માંડ્યું છે?’ લોભશંકરે પૂછયું. વરના બાપનું નામ લાભશંકર હતું. લાભશંકર પ્રકૃતિએ અતિલોભી હોવાના કારણે સૌ પીઠ પાછળ લોભશંકર કહેતા. ‘શેની વાત કરો છે રાજમાન રાજેશ્વરી?’ રાજુલાલે વરના બાપને માખણ લગાવ્યું . ‘તમે બધુ જાણો છો અને અજાણ્યા થવાનો ડોળ કરો છો?’ લોભશંકર બરાડ્યા. ‘મારી દીકરી કોઇને લઇને ભાગી ગઇ એ અફવા તમારા સુધી પણ પહોંચી ગઇ, વેવાઇ? તેમાં કોઇ દમ નથી. દીકરી તો બ્રાઇડલ મેકઅપ કરવા પાર્લરમાં ગઇ છે. વેવાઇ આપણે તો સાત ભવનો સંબંધ જોડ્યો છે. પહેલાં ભવમાં શંકા કુશંકા કરશો તો આપણો સંઘ કાશીએ તો ઠીક, પણ કલોલ પણ નહીં જાય.’ રાજુલાલે સ્પષ્ટતા કરી.
‘અરે , રાજુલાલ તમે તો પિતળ છો તેમાં શંકાને કોઇ સ્થાન નથી,! પણ અમારી વેવાણ અને અમારી થનાર પુત્રવધૂ તો સોનાની લગડી છે.’ લોભશંકરને વેવાણ પર ક્રશ હતો એટલે મોકે પે ચોકા લગાયા ‘જુઓ, જમણવારમાં ગુલાબજાંબુ ખૂટ્યા હતા. હું તેનો ઇન્કાર કરતો નથી. હું જાતે મારતી મોટરે કંદોઈને જઇ ત્યાંથી બસો કિલો ગુલાબજાંબુ લઇ આવ્યો છું હવે કોઇ તકલીફ નથી.’ રાજુલાલે ઓશિયાળા થઇને ખુલાસો કર્યો. ‘ રાજુલાલ, હું એની વાત કરતો નથી.’ લોભશંકરે ગુસ્સો થૂંક્યો. ‘જુવો વેવાઇ સાહેબ, વાત થયા મુજબ બધા જાનૈયાને પહેરામણીમાં દસ ગ્રામ સોનાનો સિક્કો, તમને વેવાણને કાર મળી જશે.’ રાજુલાલનો શ્વાસ અધ્ધર થઇ ગયો. લોભશંકર જાન પાછી લઇ જાય તો રાજુલાલની ઇજ્જતનો ફાલૂદો અને ખીમો થઇ જાય. ‘રાજુલાલ, અમે કયાં કંઇ માગ્યું છે? અમે તો ચપટી કંકુક્ધયા લઇ જવાના છીએ. તમને છોકરીને આપવાનો જે ઉત્સાહ છે એ સારો છે. તમે જેટલું વધુ આપશો તેટલી તમારી દીકરી વધુ સુખી થશે.’ લોભશંકર હિપોક્રસીનો હિટલર હતો. ‘એય, છગન. વેવાઇ માટે અમેરિકન નટ આઇસક્રીમ લઇ આવ. કોલ્ડ ડ્રીંક લઇ આવ. વેવાઈ જવાળામુખી જેવા થઇ ગયા છે. તાજિયાની જેમ વેવાઇ સાને ટાઢા કરવા પડશે..’ રાજુલાલે પોતાના દીકરાને ઓર્ડર કર્યો.. રાજુલાલ બે હાથ જોડી ગરીબડી ગાય જેવા થઇને ઊભો રહ્યો.
‘રાજુલાલ, આ નાટકચેટક બંધ કરો. મારા સવાલનો જવાબ મને મળ્યો નથી. મને જવાબ નહીં મળે તો જાન લીલા તોરણે પાછી જશે.’ રાજુલાલે આટઆટલું માખણ લગાવ્યાં છતાં લોભશંકર સંગદિલ રહ્યા. ‘ભૈસાબ, હું તમારી ગાય છું, તમે મારી સામે નહીં પરંતુ, મારી દીકરી સામે તો જુવો. મારી ઇજ્જત તમારા પગમાં છે.’ આમ કહી રાજુલાલે પોતાનો સાફો લોભશંકરના ચરણમાં ધર્યો… રાજુલાલની આંખમાંથી આલ્કાઇન એટલે કે પ્યોર પાણી જેવા આંસુ ટપકી રહ્યા હતા. ગમે તેવો પથ્થરદિલ પણ પીગળી જાય. ‘રાજુલાલ, લગ્નમાં કોને કોને બોલાવ્યા તેની મને યાદી આપો. આ યાદી મારે અભી ને અભી અબઘડી જોઇએ છે. યાદી નહીં મળે તો મારો છોકરો લગ્નના ફેરા નહીં ફરે અને તમે ચક્કર ચક્કર ફરવા માંડશો. લોભશંકરે વેવાઈને સૂકી ધમકી આપી. સૂકી ધમકીથી વેવાઈને હાર્ટએટેક આવી જાય. ભીની ધમકી આપે તો દુનિયામાંથી ઉકલી જાય.
‘તમારે એ યાદીથી શું મતલબ છે? લગ્નનના માંડવે થનાર ખર્ચ તો ક્ધયાની કેડ પર નહીં. તમારે એક કાવડિયું કાઢવાનું નથી પછી હું કાળા ચોરને આમંત્રણ આપું તો તમારે શું લેવાદેવા? ’ રાજુલાલ થોડા તપી ગયા. ‘રાજુલાલ, અત્યારે લગ્નમાં આમંત્રણ હોય કે ન હોય કેટલાક ખાટસવાદિયા જમવાનું ઠુંસવા માન ન માન મૈં તેરા મહેમાનની ઇસ્ટાઇલથી ઘૂસી જતા હોય છે. અમદાવાદમાં એક સેલ્સટેકસ અધિકારીના દરજ્જાના અધિકારીને લગ્નમાં ઘૂસી મફત ખાવાનો હરામ ચસ્કો લાગેલ હતો. તદન મફત જયાફત ઉડાડવાના ચક્કરમાં રંગે હાથે નહીં પણ એંઠા મોં અને હાથે ઝડપાયા હતા. જો કે, સેલ્સટેકસ અધિકારી કેટરરે જીએસટી ભરેલ છે કે નહીં તેની ચકાસણીના ઓઠા હેઠળ લગ્નમાં આવ્યા હોત તો સ્વાદિષ્ટ ભોજન ઉપરાંત સ્વાદિષ્ટ લાંચ પણ પામ્યા હોત.’ લોભશંકરે મફતિયાની પોથી ખોલી. ‘હઅ્ ઠીંક છે’ રાજુલાલ બોલ્યા. ‘શું કંકોડા ઠીક છે? તમારે ત્યાં બિન બોલાયે મહેમાન આ ધમકયા છે.’ લોભશંકરે રહસ્યોદઘાટન કર્યું. ‘કોણ છે? કેટલા છે? પચીસસો રૂપિયાની થ્રી કોર્સ ડિનર ડીશ છે. મારો તો ભઠો બેસી જશે.’ રાજુલાલે સવાલોની ઝડી વરસાવી. ‘રાજુલાલ, પેલા ખૂણામાં જુવો. કંઇ ન દેખાય તો દૂરબીન, માઈક્રોસ્કોપ,પેરિસ્કોપ, ટેલિસ્કોપ લગાવો.’ લોભશંકરે હાથ લાંબો કરી વાયવ્ય ખૂણે મફત આંગતુક દેખાડયો.
‘અરે એની બુનનો ધણી કરું એવું રાજુલાલ એલફેલ બબડ્યા. ક્ધયાનો બાપ ટેન્શનમાં માનસિક સંતુલન ગુમાવી ગમે તે બોલે. આપણે આંખ આડા કાન કરવા પડે.’ લોભશંકરે જે સ્પોટ પર લાઇટ ફેંકેલી ત્યાં શ્યામાંગના મહિષાકુમારી ગુલાબજાંબુના બાઉલમાં મોઢું નાંખી ગુલાબજાંબુ વિથ ચાસણી રાડા ખાતી હોય તેવા ચાવથી ચબડ ચબડ ચબડ ચાવતી હતી. તેના મુખમાંથી લાળ રસ ટપકીને બાઉલને પવિત્રાણામ પવિત્ર કરતો હતો. તેનો હવે પછીનો ટાર્ગેટ અંગૂરરબડી, સમોસા વગેરે વગેરે હતો. એના તરફ મહિષાકુમારી આઇ મિન ભેંસે લમણું પણ વાળેલું નહીં. એ તો ગાંગરીને શીંગડા ઉલાળતી હતી. ક્ધયા પક્ષ, વરપક્ષ કે ઇવન દુલ્હન કે દુલ્હાએ આમંત્રણ આપ્યા વિના સિકયુરિટીની ઐસી કી તૈસી કરીને બિન બુલાયેલ મહેમાનની જેમ આ ભેંસને જોઇ રાજુલાલ વૃક્ષ જમીનદોસ્ત થાય તેમ ફસડાઈ પડયા તે હજુ કોમામાં છે. જોકે, ઘટના સ્થળેથી ભેંસનું કાચુંપાકું દબાણ હટાવવામાં આવ્યું તે પછી જ વર-વધૂનો હસ્ત મેળાપ થયો કુર્યાત સદા મંગલમ્.