ઉત્સવ

વોટ્સએપ: અપડેટ ને આવિષ્કાર પછી અલવિદા?

ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ

સોશિયલ મીડિયા મેસેજિંગ એપ્લિકેશન- વોટ્સએપની સત્તાવાર વ્યાખ્યા આપવાની જરૂર નથી. આ એપ્લિકેશન એટલી હાથવગી છે કે, એમાં નવું શું છે એના પર જ લોકોની ચર્ચા હોય છે. એ પછી સામેથી કોઈએ મોકલેલ મેસેજ હોય કે એની અપડેટ. આપણે સૌ આ એપ્લિકેશનથી એવી રીતે કનેક્ટ થયા છીએ કે, લાખો લોકોના બિઝનેસ અને સોલ્યુશન આ એપ્લિકેશન પર ચાલે છે. એવામાં હવે બીટા વર્ઝનમાં AI નું ટુલ્સ આવતા ડેટા શેરિંગ અને સેવિંગ ઘણું સરળ બની રહ્યું છે. સૌથી મોટી તેમજ ખાસ વાત એ છે કે, ઉપયોગી મેસેજ પોતાના જ નંબર મોકલી દેવાથી એ થ્રેડ ઓટોમેટિક સેવ થાય છે, પણ જેટલી પોપ્યુલર આ એપ્લિકેશન છે એટલા જ મોટા ડખા એની કંપની મેટા’ના છે.

એકને ખીર ને બીજાને માત્ર ખાખરો જેવી સ્થિત ઊભી કરીને કંપનીએ તો મૌન સેવી લીધું. મૂળ વાત એ છે કે, બીટા વર્ઝનમાં AI આપીને પક્ષપાત કર્યો હોવાનું યુઝર્સ કહે છે. માત્ર સર્ચબટન ઉપર આપી દેવાથી જશ ન ખાટી લેવાય. બીજી તરફ કાયદાકીય રીતે પણ કંપનીને કાંટા લાગ્યા છે. દિલ્હી હાઈકોર્ટમાં એક કેસની સુનાવણીમાં ત્યાં સુધી દીધું કે, કંપની ભારત છોડવા પર મજબૂર થઈ જશે. વોટ્સએપ અને મેટા’એ ભારત સરકારના નવા ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ સામે દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી છે. જેની કલમ અંતર્ગત હવે સોશિયલ મીડિયા કંપનીએ કોઈ મેસેજ ક્યાંથી આવ્યો અને પહેલા કોણે મોકલ્યો એની ઓળખ કરવી પડશે. જેની સામે વોટ્સએપ કંપનીએ કહ્યું કે, આ વસ્તુ અયોગ્ય છે. જે કંપનીઓ આ કલમને સ્વીકારવા માગતી નથી એની સામે કોઈ કાયદાકીય પગલાં ન લેવામાં આવે. હવે જો કંપની મેસેજ લખનાર અને મોકલનારની ઓળખ કરે છે તો એનું ડબલ એન્ક્રિપ્શન ફીચર (એક પ્રકારની સિક્યોરિટી વ્યવસ્થા) ખતમ થઈ જશે. હવે જો આની સામે ફરજિયાતપણું આવ્યું તો કંપની પોતાની સર્વિસ ભારતમાં બંધ કરી દેશે.

હવે મેસેજ અને પ્રોફાઈલ સિક્યોરિટી એ વ્યક્તિની સિક્રસી સાથે જોડાયેલો મુદ્દો છે. આની સામે સરકારનો મુદ્દો પણ સમજવા જેવો છે. આવું કરવા પાછળનો સરકારનો હેતું ફેક ન્યૂઝ પર લગામ ખેંચવાનો છે. અફવાઓને અટકાવવાનો છે. આ બધા કાયદાકીય ચડાવ-ઉતાર વચ્ચે વોટ્સએપે ઘણું અપડેશન આપી દીધું છે. AI ની મદદથી હવે માત્ર ટેક્સ્ટ મેસેજ કરો એટલે AI ઈમેજ રેડી થઈ જાય છે. આ ઉપરાંત સર્ચમાં પણ AI ટુલ્સ આવી રહ્યું છે. ઉપરાંત ગ્રૂપમાં સર્ચ કરવા માટે અલગથી ફીચર ઈન્ટ્રોડ્યુસ થશે. આ સિવાય કોઈ ચોક્કસ વ્યક્તિની ચેટને લોક પણ કરી શકાશે. જો કે, બીટા પ્લેટફોર્મ પર આ વસ્તુઓના ડેમો પણ મળી રહે છે. કંપનીના એક રિપોર્ટમાંથી વાત એવી પણ મળી રહી છે કે, ફેસબુકની સાથે હવે ઈન્સ્ટાગ્રામ ઉપર પણ સરળતાથી સ્ટોરીને શેર કરી શકાશે. કંપની મલ્ટિમીડિયામાં તો એવા ફેરફાર કરી રહી છે કે, ડીએસએલઆર કેમેરાનો ફોટો સીધો જ કોઈ ગ્રૂપમાં શેર કરી શકાય. ટૂંકમાં શેરિંગની ક્ષમતા વધારવાનો કંપનીનો અચૂક પ્રયાસ છે. પણ AI માં કંપનીએ કોઈ વિવાદમાંથી બચવા માટે પોલિટિકલ કોન્ટેટ બ્લોક કરી દીધા છે. જેના જવાબમાં AI કોઈ પ્રકારનો જવાબ દેતું નથી. હા, નવા નવા ફોટોની મજા માણવી હોય તો આ બેસ્ટ છે. એક વાત એ કે, આ ફોટો પાછા ઓટોમેટિકલી ફોનમાં કોઈ રીતે સેવ થતા નથી. જ્યારે વેબ વોસ્ટએપ પર આ ફીચર્સ તો દેખાતું જ નથી. એ છે ઓન્લી ફોર મોબાઈલ.

વેબને લઈને પણ કંપની કંઈક મોટું કરવાની છે. જેમાં વાવડ એવા પણ છે કે, એક જ સ્ક્રીન પર ત્રણથી
ચાર પેનલ આપી શકે છે.જેનો વ્યૂ ઊભો છે એને આડો પણ કરી શકાશે. ટૂંકમાં ફૂલી કસ્ટમાઈઝડ જેમ મેળ આવે એમ વાપરો. એમાં પણ જો લેઆઉટ બદલ્યું તો તો કંપની માટે કરોડો યુઝર્સનું સો ટકા કમિટમેન્ટ.

મેસેજિંગ સર્વિસમાં વૈવિધ્ય લાવનાર આ એપ્લિકેશનનો લાંબો ઈતિહાસ રહ્યો છે. સામાન્ય મેસેજથી મલ્ટિમીડિયા સુધી અને મલ્ટિમીડિયાથી હવે AI સુધી આવેલી આ યાત્રામાં યુઝર્સને કંઈક નવું જ મળ્યું છે. પહેલી વખત જ્યારે આવ્યું ત્યારે એ વપરાશકર્તા માટે શોકિંગ હતું. આટલા બધા પ્રયોગ પછી હવે કંપની એવું તે શું નવું લાવે છે એના પર ટેકનોપ્રેમીઓની નજર રહે છે. જો કે, દુ:ખની વાત એ છે કે, અમેરિકા અને કેનેડા જેવા મહાકાય દેશમાં આ એપ્લિકેશન મોટાભાગના લોકો નથી વાપરતા. ત્યાં ચાલે છે ‘બોટિમ’ જે ઓછા નેટવર્કમાં પણ બેસ્ટ સર્વિસ આપે છે. જ્યારે વોટ્સએપમાં તો નેટવર્ક ઓછું હોય ત્યારે વીડિયોકોલ ટીવી પરના ખોવાયેલા પ્રસારણ જેવું દેખાય. હા, નવી અપડેટમાં કંપની આનો પણ નીવડો લાવે તો નવાઈ નહીં. જે રીતે ઓટીટી પ્લેટફોર્મ પર પેઈડ કરો પછી કેટલીક ફિલ્મ અને વેબસિરીઝ જોઈ શકાય એમ વોટ્સએપમાં પણ આવું થવાના એંધાણ છે. જો થયું તો એના કેટલાક ફીચર્સ એક ચોક્કસ વર્ગ પૂરતા જ મર્યાદિત રહેશે. બીટા વર્ઝનની સફળતા અને વી ચેટની નિષ્ફળતા જગજાહેર થઈ છે, છતાં દુનિયાના કેટલાક દેશોને વોટ્સઅપ સામે વાંધો છે. કોમ્યુનિટીથી લઈને ચેનલ સુધી બધુ વીજળી વેગે અપડેટ થાય છે એમાં સરળતાની સાથે ખોટા ડેટાનો ફ્લો વધી રહ્યો છે. જે રીતે ઈ-વેસ્ટ વધી રહ્યો છે. આવા ખોટા ડેટામાં ગુડ મોર્નિંગના મેસેજ પણ આવી જાય છે. આવા મેસેજ આવે એમાં વાંધો નથી , પણ ફોટો આવે ત્યાં લોડ વધે છે. મોબાઈલની બેટરી ઉપર ને ઈન્ટરનેટના ડેટા પર બોજ વધે આઉટ ઓફ ધ બોક્સ
ડિજિટલ યુગમાં હવે ફોન અને મેસેજ માટેની ડિસિપ્લીન પણ શીખવી પડશે. ગમે ત્યારે કોઈને મેસેજ કરવાની અને પૂછ્યા વગર કોઈને કોઈ ગ્રૂપમાં નાખી દેવાની આદત વ્યક્તિની ડિજિટલ ઈમેજ છતી કરે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button