‘ધ થ્રેટ ફ્રોમ ચાઇનીઝ એસ્પિયોનેજ’ દસ્તાવેજમાં શું કહેવામાં આવ્યું હતું?
ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ
કેટલાંક વર્ષો પહેલાં ઉત્તર પ્રદેશના ગોરખનાથ મંદિર પર આતંકવાદી હુમલો થયો હતો. સુરક્ષા કર્મચારીઓ પર હુમલો કરનારનું નામ અહમદ અબ્બાસી છે. પોલીસે અબ્બાસીની ઊલટ તપાસ કરી ત્યારે એવી હકીકત બહાર આવી કે એક સુંદર દેખાતી યુવતીએ એને ફસાવીને બ્રેઇનવોશ કર્યું હતું. એ યુવતી ઇસ્લામિક આતંકવાદી સંગઠન ‘આઇસીસ’ માટે કામ કરતી હતી. અબ્બાસીએ પોતે કબૂલ કર્યા પ્રમાણે પોતે યુવતી પર ફીદા થઈ ગયો હતો અને એના બૅન્ક ખાતામાં અનેક વાર નાણાં પણ ટ્રાન્સફર કર્યા હતા. ‘આઇસીસ’માં જોડાવાની પ્રેરણા પણ એને એ મહિલાએ આપી હતી.
કેટલાક ઉપરોક્ત ઘટના માટે ‘હનીટ્રેપ’ શબ્દ વાપરે છે તો શું ખરેખર અહમદ અબ્બાસીને એક યુવતી દ્વારા ફસાવવામાં આવ્યો હતો? આ ઘટનાને હનીટ્રેપની ઘટના એટલા માટે ન કહી શકાય કે અબ્બાસીને રેડીકલ-આતંકવાદી બનાવવા માટે ‘આઇસીસ’ના બીજા આતંકવાદીઓ પણ પૂરતા હતા. એનું મગજ બદલવા માટે કોઈ યુવતીનો ઉપયોગ કરવાની જરૂર નહોતી. તકલીફ એ છે કે કોઈ પણ સ્ત્રી પુરુષને એના રૂપ દ્વારા ફસાવીને પોતાનું ધાર્યું કરાવે એને આપણે હનીટ્રેપ ગણી લઈએ છીએ.
વર્ષો પહેલાં તો સુંદર સ્ત્રીઓનો ઉપયોગ દુશ્મન દેશના અધિકારીઓને ફસાવીને દેશની ગુપ્ત માહિતી કઢાવવા માટે થતો હતો. સુંદર સ્ત્રી દ્વારા દુશ્મન દેશની માહિતી કઢાવવાની ઘટના આજે પણ બનતી રહે છે.
૨૦૦૯ના વર્ષ દરમિયાન બ્રિટનની જાસૂસી સંસ્થા ૩૯;એમ-૧૫ ૩૯;એ ૧૪ પાનાનો એક દસ્તાવેજ વહેંચ્યો હતો. બ્રિટનના સેંકડો બેન્કરો, ઉદ્યોગપતિઓ અને નાણાકીય સંસ્થાના ઉચ્ચ અધિકારીઓને આ દસ્તાવેજ આપવામાં આવ્યો હતો. આ દસ્તાવેજનું નામ હતું : ‘ધ થ્રેટ ફ્રોમ ચાઇનીઝ એસ્પિયોનેજ’. આ દસ્તાવેજમાં કહેવામાં આવ્યું હતું કે કઈ રીતે ચીન દ્વારા પશ્ર્ચિમના ઉદ્યોગપતિઓને ફસાવવા માટે સુંદરીઓને છૂટી મૂકવામાં આવી છે. આ સુંદરીઓ બ્રિટનના ટોચની વ્યક્તિઓ સાથે શારીરિક સંબંધ બાંધે પછી એમની પાસેથી જોઈતી માહિતી કઢાવી લે, જે માહિતી ચાઇનીઝ જાસૂસી સંસ્થાને આપવામાં આવે. આ આખા કૌભાંડનો ખ્યાલ બ્રિટનની જાસુસી સંસ્થાને આવી ગયો એમાં વધુ ગંભીર નુકસાન થતા અટકી ગયું.
સુરતની પોલીસે પ્રજાની ફરિયાદ મેળવવા માટે કેટલાક ઠેકાણે સજેશન બોક્સ મૂક્યા છે. આ સજેશન બોક્સમાં મળેલા એક સજેશનને આધારે પોલીસે હનીટ્રેપ દ્વારા પૈસાદારોને ફસાવતા બીજા એક પોલીસ કર્મચારીની ધરપકડ કરી હતી. આ પોલીસ કર્મચારીએ એના એક મળતિયા સાથે મળીને સમૃદ્ધ વિસ્તારમાં એક ફલેટ ભાડે રાખ્યો હતો. આ ફલેટમાં સુંદર યુવતીઓને રાખવામાં આવતી. ત્યાર પછી કોઈ ૩૯;બકરા૩૯;ને શોધી કાઢી એને આ ફલેટમાં બોલાવવામાં આવતા. અહીં એમની તસવીરો લેવામાં આવતી. ત્યાર પછી પેલો પોલીસ કર્મચારી આવીને ધમકી આપી લાખો રૂપિયાનો તોડ કરતો હતો. આ એક અલગ પ્રકારનું હનીટ્રેપ વત્તા મનીટ્રેપ થયું કહેવાય!
છેલ્લાં કેટલાંક વર્ષોથી ગુજરાતના મોટા શહેરોમાં યુવતીઓનો ઉપયોગ કરી પુરુષોને ફસાવી એમને બ્લેકમેઇલ કરીને મોટા પાયે નાણાં પડાવવાનો ‘ઉદ્યોગ’ ફૂલ્યોફાલ્યો છે. કોઈપણ શહેરનું સ્થાનિક અખબાર ખોલો તો દરરોજ એકાદ સમાચાર તો હનીટ્રેપના વાંચવા મળે. આ ઠગ ટોળકીઓમાં મહિલા સાથે પુરુષો પણ હોય છે. સોશિયલ મીડિયા દ્વારા પુરુષોને ફસાવવામાં આવે છે. શરૂઆતમાં ઓળખાણ કરી એકાંત મકાનમાં બોલાવીને એનાં કપડા ઉતારવામાં આવે છે. ત્યાર પછી પોલીસને નામે બોગસ પોલીસ કે કેટલાક કિસ્સામાં તો સાચી પોલીસ પણ ત્રાટકે છે. ફરિયાદ નહીં કરવા માટે લાખ બે લાખ રૂપિયાની માગણી થાય.
છેવટે ૫૦ થી ૭૦ હજારમાં આખો ખેલ પૂરો કરવામાં આવે છે.
થોડાં વર્ષો પહેલા ગુજરાતના એક ભૂતપૂર્વ પ્રધાન પણ આવા હનીટ્રેપમાં ફસાયા હતા. એક યુવતીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને પેલા પ્રધાને પોતાનું શારીરિક શોષણ કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. થયેલી પોલીસ તપાસમાં પેલી યુવતી પ્રોફેશનલ હનીટ્રેપની સભ્ય હોવાની ખબર પડી હતી. બન્ને પક્ષે સામસામી બયાનબાજી થઈ હતી.
હવે જો કે સિનિયર રાજકારણીઓ ચતુર થઈ ગયા છે. હનીટ્રેપમાં ફસાવાની વાત તો બાજુએ રહી, પરંતુ પોતાની ઑફિસમાં સુંદર યુવતીઓને નોકરીએ રાખતા પણ એ ફફડે છે!
રૂપાળી માછલીઓને પાળવાનો શોખ ઇજિપ્તમાં શરૂ થયો હતો !
રૂપાળી માછલીઓને પાળવાનો શોખ સૌ પ્રથમ ઇજિપ્તમાં શરૂ થયો હતો અને તે પછી ચીનમાં ગોલ્ડફિશ અને જાપાનમાં કોઈ અને ગોલ્ડફિશ નામની બે પ્રકારની માછલીઓને શોખરૂપે પાળવામાં આવતી હતી. તે પછી ૧૯મી સદીની શરૂઆતમાં યુરોપ અને અમેરિકા પણ માછલીઓમાં રૂચિ લેવા લાગ્યા. અગાઉ ઘરનાં નાનકડાં તળાવોમાં માછલીઓ પાળવામાં આવતી હતી. તે પછી કાચના પાત્રમાં અને તે પછી લોખંડની ફ્રેમવાળા માછલીઘરો (ફિશ ટેન્ક) બનાવવામાં આવ્યાં. તે પછી માછલીઘરની ફ્રેમો એલ્યુમિનિયમની બનાવવામાં આવી, પણ હવે તો સંપૂર્ણ કાચની બનેલી પેટીની માછલીઘરમાં માછલીઓ રાખવામાં આવે છે. ભારતીયો માછલીઓમાં રૂચિ ધરાવવા લાગ્યા ત્યારે શરૂઆતમાં પશ્ર્ચિમ બંગાળના જમીનદારો ઘરના તળાવમાં માછલીઓ રાખતા હતા. કોઈ સ્પેશિયલ મહેમાન આવે ત્યારે આ માછલીઓનો ઉપયોગ માત્ર આહાર તરીકે જ કરતા હતા.