ઉત્સવનેશનલસ્પેશિયલ ફિચર્સ

હોળી દરમિયાન નોટો પર રંગ ચઢે તો શું કરવું, જાણી લો RBIના નિયમો……

રંગોનો તહેવાર હોળી આવે એટલે શહેર, ગામડાઓ બધે જ લોકો રંગમાં રંગાઇ જાય છે. અબીલ, ગુલાલ, પિચકારી, પાણીની છોળો ઉડે છે. હોળીના રંગમાં તમે તો રંગાઇ જ જાવ છો અને તમારી સાથે સાથે તમારા ખિસ્સામાં રહેલી નોટો પણ ભીની અને રંગીન થઈ જાય છે. હોળીના રંગમાં રમતા નોટોને સાચવવાનું ઘણું મુશ્કેલ હોય છે. કારણકે રંગ અને પાણીથી રમતી વખતે નોટો પર પણ રંગ ચઢી જાય છે. પછી જ્યારે તમે આ રંગીન નોટ લઇેન દુકાનમાં જાવ છઓ ત્યારે દુકાનદારો આ નોટો સ્વીકારવાની ના પાડી દે છે. તેઓ બહાનું કાઢે છે કે ભાઇ આ નોટ નહીં ચાલે , બીજી નોટ આપો અને તમે અચંબામાં પડી જાવ છો. તમે હોળી બાદ પણ ઘણી જુદી જુદી દુકાનમાં આ રંગીન થઇ ગયેલી નોટ ચલાવવાના પ્રયત્નો કરો છો, પણ બધેથી નિરાશા જ સાંપડે છે. તો આપણે એ જાણીએ કે રંગીન નોટો અંગે રિઝર્વ બેંકના શું નિયમો છે.

નોટોને સ્વચ્છ અને સુઘડ રાખવાની જવાબદારી દરેક વ્યક્તિની છે. હોળી દરમિયાન તમારી નોટ રંગીન થઇ જાય છે કે ફાટી જાય છે, ત્યારે તે ઘણીવાર દુકાનદારો તેને લેવાની ના પાડી દે છે. જોકે, ભારતીય રિઝર્વ બેંકના નિયમો અનુસાર દુકાનદારો રંગીન નોટો લેવાનો ઇનકાર કરી શકતા નથી. તેઓ આવી રંગીન નોટો લેવાની ના પાડી શકે નહીં. આરબીઆઈના નિયમો અનુસાર, નોટો રંગીન હોવા છતાં, જો તેની સુરક્ષા સુવિધાઓને અસર થઇ નથી, તો બેંક તેને સ્વીકારવાનો ઇનકાર કરી શકે નહીં. જો તમારી નોટ રંગીન અને ભીની છે, તો તમે તેને સૂકવીને તેને બજારમાં દુકાનદારને કે બેંકમાં આપી શકો છો.

આપણ વાંચો
Holi Tips and Tricks: કપડાં પરથી આ રીતે હોળીના રંગોને દૂર કરો, જાણી લો થોડી મહત્વની ટિપ્સ

જોકે, નોટોને જાણીજોઇને બગાડવી એ ગુનો છે. ભારતીય રિઝર્વ બેંકે વર્ષ 1988માં ‘ક્લીન નોટ પોલિસી’ લાગુ કરી હતી. આરબીઆઈ એક્ટ 1934ની કલમ 27 મુજબ કોઈ પણ વ્યક્તિ નોટોને બગાડી શકે નહીં કે એના પર લખાણ કરી શકે નહીં. નોટોને સ્વચ્છ રાખવાની જવાબદારી નાગરિકોની છે.

નોટ રંગીન થઇ જાય કે ફાટી જાય તો ચિંતા કરવાની જરૂર નથી. આરબીઆઇના નિયમાનુસાર રંગીન, ફાટી ગયેલી, જૂની થઇ ગયેલી નોટો કોઇ પણ બેંકમાં બદલી શકાય છે. આ માટે બેંક તમારી પાસેથી કોઈ ફી વસુલતી નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button