ઉત્સવ

સોલાર પેનલ બેસાડતા પહેલાં શું ધ્યાન રાખવું?

વિશેષ -હિતેશ વૈદ્ય

મકાનમાં સૌર ઊર્જાનાં ઉપકરણો લગાવીને માસિક વીજળીના બિલમાંથી રાહત મેળવાનો વિચાર કરી રહ્યા હોય તો તેના માટે કેટલીક મહત્ત્વની બાબતો પર ધ્યાન આપવું આવશ્યક છે.

નોઈડાથી ગુરુગ્રામ અને બેંગલુરુથી કોચી સુધી એપાર્ટમેન્ટ અને બિલ્ડિંગના માલિકો અને ભાડૂતોની મુખ્ય ચિંતાઓમાંની એક એ છે કે તેઓ તેમને લાંબા સમય સુધી કેવી રીતે સસ્તી અને ટકાઉ વીજળી મળી શકે.

માસિક વીજ બિલ ઘટાડવા અને રહેણાંક વિસ્તારોમાં વીજળીની વધતી માગને પહોંચી વળવા માટે સોલાર સિસ્ટમ સ્થાપિત કરવી એ ફ્લેટ માટે શ્રેષ્ઠ રોકાણ તરીકે ઊભરી આવ્યું છે.

પ્રગતિશીલ સોસાયટીઓમાંની એક પુણેની પલાશ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી અલગ છે. તેણે ૬૬ કેડબ્લ્યુની ક્ષમતા સાથે સૌર પેનલો સ્થાપિત કરી છે જે ચાર એકરમાં ફેલાયેલા સંકુલની તમામ કોમન પ્લેસને પ્રકાશિત કરવામાં મદદ કરે છે.

તેવી જ રીતે મુંબઈમાં ૧૯ માળની ઉંચી ભૂમિ આર્કેડ ઈમારતે ૪૦ સોલાર પેનલો સ્થાપિત કરી છે જેમાં પ્રત્યેકની ૧૨-કેડબ્લ્યુ ક્ષમતા છે, જે દરરોજ ૫૫-૬૦ યુનિટ વીજળી ઉત્પન્ન કરે છે જે સામાન્ય લાઇટ, પંખા, લિફ્ટ અને વોટર પમ્પિંગ સ્ટેશનને ઊર્જા આપે છે. તેનાથી રહેવાસીઓના વાર્ષિક વીજ બિલમાં ૨.૬ લાખ રૂપિયાની બચત થઈ રહી છે.

પલાશ સોસાયટીના ચેરમેન કિરણ વડગામા અને ભૂમિ આર્કેડના સેક્રેટરી હરીશ શકર કાતે સાથે બેસીને એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સ અને મકાનોના રહેવાસીઓ તેમના વીજ બિલને ઘટાડવા માટે સૌર ઊર્જાનો ઉપયોગ કેવી રીતે કરી શકે છે તેની જાણકારી મેળવવાનો પ્રયાસ કર્યો છે.

માસિક વીજ બિલ ઘટાડવા માટે ફ્લેટ માટે સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવી એ શ્રેષ્ઠ રોકાણ તરીકે ઊભરી આવ્યું છે.

સોલર પેનલ ઇન્સ્ટોલ કરવા માટે ધ્યાનમાં લેવાની ૧૫ બાબતો
કિરણનું માનવું છે કે જો સોસાયટીઓ સૌર ઉર્જાનો ઉપયોગ કરે તો ફ્લેટની ખરીદી માટે તે એક મોટું આકર્ષણ બની રહેશે અને મુંબઈ, પુણે, બેંગલુરુ, કોલકાતા, હૈદરાબાદ અને દિલ્હી જેવા મેગા શહેરોમાં ગ્રીડ પરનો ભાર ખૂબ જ ઓછો થઈ જશે.

દરેક વ્યક્તિગત ફ્લેટ ખરીદનારા અને ભાડૂત માટે પણ આ બાબત ખર્ચ-અસરકારક બની રહેશે. તેઓ એમ પણ કહે છે કે આ પ્રકારનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર સરળતાથી સમાવી શકાય એમ છે.

કિરણ અને હરીશ સોલાર પેનલ ઇન્સ્ટોલ કરવા માટે ધ્યાનમાં લેવાના ૧૫ મુખ્ય મુદ્દાઓ શેર કરે છે:
સૌપ્રથમ તો ટાટા પાવર, કોશર અને હેવલ્સ જેવી સંસ્થાઓને શોધો કે જેઓ પેનલના ઇન્સ્ટોલેશન અને ફાઇનાન્સિંગ પર તમને માર્ગદર્શન અને સલાહ આપવા માટે તક્નિકી સહાય અને ગ્રાહક સેવાઓ પ્રદાન કરશે.

વૃક્ષો અને ટાવર જેવા પદાર્થો સૌર સેટઅપને કેવી રીતે અસર કરે છે તેની તપાસ કરીને ચોક્કસ જગ્યાએ કેટલી સૌર ઊર્જા કેપ્ચર કરી શકાય છે તેનું મૂલ્યાંકન કરવા માટે શેડો વિશ્ર્લેષણ કરો. વિશ્ર્લેષણ કરવામાં લગભગ ૩ થી ૬ મહિનાનો સમય લાગે છે. ઈન્સ્ટોલેશન કંપની દર અઠવાડિયે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્સ્ટોલેશન પહેલા પેનલ લોકેશનને અંતિમ રૂપ આપવા માટે પડછાયા અને સૂર્યપ્રકાશની ચકાસણી કરવા આવે છે.

ટુ-બીએચકેમાં રહેતું પાંચ જણનું કુટુંબ સૌર ઊર્જા પર ૧૦૦ ટકા નિર્ભરતા માટે ૨ કેડબ્લ્યુ ઇન્સ્ટોલ કરવાનું પસંદ કરી શકે છે. તેને માટે વધુ જગ્યાની જરૂર નથી અને તે જગ્યાની મર્યાદાઓ ધરાવતી મિલકતો માટે આદર્શ છે. બે એર કંડિશનર, પાંચ લાઇટ અને પંખાનો ઉપયોગ કરવા માટે પૂરતી ઊર્જા ઉપલબ્ધ કરાવી શકે છે. સોલાર પેનલ ઇન્સ્ટોલ કરવા માટે ૧ લાખ રૂપિયાનો ખર્ચ થવાની ધારણા છે અને તેને ઇન્સ્ટોલ કરવામાં ૧૫ થી ૪૫ દિવસનો સમય લાગે છે.

સામાન્ય રીતે સૌર પેનલની આવરદા ૨૫ વર્ષ છે. ભારતમાં વેચાતા મોટાભાગના ઇન્વર્ટરની વોરંટી આવરદા ૫ થી ૬ વર્ષ છે. આથી તેને ઘણી વખત બદલવું પડશે જે તમારી ખર્ચ મૂડીમાં જબરદસ્ત વધારો કરશે. ૧૦ વર્ષની રિપ્લેસમેન્ટ વોરંટી સાથેના ઇન્વર્ટરની પસંદગી કરો જેથી તમારે તેને માત્ર એક જ વાર બદલવાની જરૂર પડે. આનાથી તમને ૧ લાખ રૂપિયાનો વધારાનો ખર્ચ થશે, પરંતુ તે તમને રિકરિંગ બેટરી રિપ્લેસમેન્ટ ખર્ચમાં બચત કરાવશે.

પક્ષીઓની ડ્રોપિંગ્સ સૂર્યપ્રકાશને અવરોધે છે જે સૌર પેનલને ઊર્જા ઉત્પન્ન કરવા માટે જરૂરી છે. તેથી સૌર સેટઅપમાંથી પક્ષીઓની ડ્રોપિંગ્સને નિયમિતપણે સાફ કરવા જોઈએ. ટ્રાન્સપોન્ડર્સ ઇન્સ્ટોલ કરો જે તમને લાઇવ રીડિંગ્સ ટ્રાન્સમિટ કરશે અને બતાવશે કે કઈ પેનલ પૂરતી વીજળી ઉત્પન્ન કરી રહી નથી. ખામીને ટાળવા માટે તુરંત પેનલને સાફ કરો.

શેડો એનાલિસિસના આધારે તમે સોલાર ઇન્સ્ટોલેશનના વર્ષથી ૪-૬ વર્ષમાં રોકાણ ખર્ચ પુન:પ્રાપ્ત કરી શકો છો. એકવાર તમે રોકાણ પર તમારું વળતર મેળવી લો, પછી તમને મફત પાવર મળશે.
પૂરતો સૂર્યપ્રકાશ મળે તો બાલ્કનીમાં પણ સોલાર પેનલ લગાવી શકાય છે. બીજા માળે અને ૨૦મા માળે રહેતી વ્યક્તિ અલગ-અલગ માત્રામાં સૂર્યપ્રકાશ મેળવશે. જો તમારી આજુબાજુ મકાન હોય અને સૂર્યપ્રકાશ પૂરતો ન હોય, તો તે યોગ્ય વિકલ્પ રહેશે નહીં કારણ કે કાર્યક્ષમતાનું સ્તર ઘટશે.

બાલ્કની પરના કવરેજના વિસ્તારને ધ્યાનમાં લો. જો તમારી બાલ્કની ૧૨-ફૂટ લાંબી છે, તો તમે ૩-૪ પેનલ્સ મૂકી શકશો. ઇન્વર્ટર રાખવા માટે પણ તમારે જગ્યાની જરૂર રહેશે.
તમારા એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સની ટેરેસ પર સોલાર પેનલ્સ ઇન્સ્ટોલ કરવાનું પસંદ કરી શકો છો અને સોસાયટી વિનંતીને નકારી શકે નહીં. જો છત પર ખાલી જગ્યા ઉપલબ્ધ હોય તેમ છતાં જો સોસાયટી તમારી વિનંતી નકારે તો તમે કોર્ટમાં જઈ શકો છો.

નોંધનીય છે કે જો તમે ૨૦ માળની ઇમારતના બીજા માળે રહેતા હોવ તો ટેરેસ પરથી કેબલ (વાયર)ને નીચે લાવવાનો ખર્ચ ઘણો મોટો હશે. એડ-ઓન્સને કારણે વધારાના રૂ. ૧ લાખ જેટલો ખર્ચ થઈ શકે છે.

આ કિસ્સામાં તમે બાલ્કની પસંદ કરી શકો છો જે કેબલિંગ ખર્ચને ઘટાડી શકે છે, કારણ કે આખી સિસ્ટમ નેટ મીટર સહિત તમારા ઘર તરફ દોરવામાં આવશે. ૧૦ અથવા ૧૫ વર્ષ માટે ભાડા કરાર ધરાવતા એપાર્ટમેન્ટના માલિકો અને ભાડૂતો માટે આ એક વ્યવહારુ દરખાસ્ત છે. ભાડૂતો તેને બીજે ક્યાંક લઈ જવા માટે સેટઅપને દૂર કરી શકતા નથી કારણ કે તેમાં ફરીથી પેપરવર્ક અને ઇન્સ્ટોલેશન ખર્ચ સામેલ હશે.

ચાલો માની લઈએ કે માસિક પાવર ખર્ચ રૂ. ૨,૫૦૦ છે અને ઇન્સ્ટોલેશન અને ઇન્વર્ટરનો ખર્ચ (૧૦ વર્ષની વોરંટી સાથે) રૂ. ૧.૫ લાખ છે. તેથી, ૧૫-વર્ષના કરાર માટે રોકાણ પરનું વળતર પાંચ વર્ષ પછી જ જનરેટ થશે અને રહેવાસીઓ આઠ વર્ષ સુધી મફત વીજળીનો લાભ લઈ શકે છે જો કે ઇન્વર્ટર ૧૩ વર્ષ સુધી ચાલે. પછીથી મકાનમાલિક નવા ઇન્વર્ટર માટે મૂડી ખર્ચ ભોગવશે.

ટેરેસ અને બાલ્કનીઓ પરના પડકારો પર પ્રકાશ પાડતા, હરીશે ઉલ્લેખ કર્યો છે કે રહેવાસીઓએ મીટર અને વાયરિંગનો ખર્ચ ઉઠાવવો પડશે જે રૂ. ૧ લાખ સુધી જઈ શકે છે. જો જરૂરિયાતની સરખામણીમાં ઊર્જાનું ઉત્પાદન નાના પાયે થશે તો બાલ્કનીઓનો ઉપયોગ કરવો શક્ય નથી. બાલ્કનીઓના કિસ્સામાં વીજળી પડવી, તીવ્ર પવનો અને ચક્રવાત જેવા કુદરતી જોખમો પેનલને નુકસાન પહોંચાડી શકે છે.

કિરણ જણાવે છે કે સંબંધિત વિદ્યુત બોર્ડ સાથે ઘણા પેપરવર્ક સંકળાયેલા છે. દાખલા તરીકે સંબંધિત વીજળી પ્રદાતા સાથે કરારની મુદત અને સબસિડી. સર્વિસ પ્રોવાઈડર અને સોલર ઈન્સ્ટોલેશન કંપનીઓ પેપરવર્ક કરવામાં મદદ કરશે, પરંતુ ખાતરી કરો કે તમે બધા ડોક્યુમેન્ટ્સની કોપી રાખો.

રહેવાસીઓને બચતના ગણિતને ધ્યાનમાં લેવા કહે છે. જો તમારું માસિક વીજ બિલ રૂ. ૨,૫૦૦ છે, તો તમે ૧૦ વર્ષમાં સોલર ઇન્સ્ટોલેશનનો ખર્ચ વસૂલ કરી શકશો (રૂફટોપ કેબલ વાયરિંગ ખર્ચ ઉપરાંત ઇન્વર્ટર અને ઇન્સ્ટોલેશન ખર્ચ કુલ રૂ. ૩ લાખ). જો માસિક બિલ રૂ. ૧,૦૦૦-૧,૨૦૦ હોય અને ભાડૂતો થોડા સમય પછી જતા રહેવાના હોય તો આવો ખર્ચ કરવાનો કોઈ અર્થ નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો દુનિયામાં અસ્તિત્વમાં આવેલા નવા દેશો વિજય માલ્યાની હજારો કરોડ રૂપિયાની લક્ઝરી પ્રોપર્ટીઝ એક કટોરી તુઅર દાલની કિંમત તુમ ક્યા જાનો