સાપ્તાહિક ભવિષ્ય
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
તા. ૧૭-૯-૨૦૨૩ થી તા. ૨૩-૯-૨૦૨૩
ગ્રહગોચર: સૂર્યનારાયણ તા. ૧૭મીએ ક્ધયા રાશિમાં પ્રવેશે છે. માર્ગી મંગળ સમગતિએ ક્ધયા રાશિમાં ભ્રમણ કરે છે. માર્ગી બુધ સિંહ રાશિમાં મિશ્ર ગતિએ ભ્રમણ કરે છે. ગુરુ વક્રી ગતિએ મેષ રાશિમાં ભ્રમણ કરે છે. માર્ગી શુક્ર કર્ક રાશિમાં મિશ્ર ગતિએ ભ્રમણ કરે છે. વક્રી શનિ કુંભ રાશિમાં ભ્રમણ કરે છે. રાહુ મેષ રાશિમાં ભ્રમણ કરે છે. ચંદ્ર પ્રારંભે તા. ૧૭મીએ તુલા રાશિમાં પ્રવેશે છે. તા. ૨૦મીએ વૃશ્ર્ચિકમાં, તા. ૨૨મીએ ધનુમાં પ્રવેશે છે.
મેષ (અ, લ, ઈ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારના કામકાજમાં સફળતા અનુભવશો. નોકરીમાં પરિવર્તનો શક્ય છે. પરિવારની વડીલ વ્યક્તિનો સહયોગ પ્રાપ્ત કરશો. મિત્રો દ્વારા પણ કાર્યક્ષેત્રે સફળ અનુભવો શક્ય જણાય છે. સંતાન પરિવારના કારોબારમાં સામેલ થશે. નોકરીમાં વિશિષ્ટ સફળતા મેળવવાથી મહિલાઓને ઉત્સાહ, આત્મવિશ્ર્વાસનો અનુભવ થાય. વિદ્યાર્થીઓના અધ્યયન, શૈક્ષણિક કાર્યો નિયમિતપણે જળવાઈ રહેશે.
વૃષભ (બ, વ, ઉ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં દૈનિક, સાપ્તાહિક વેપારમાં અનુકૂળતા અનુભવશો. નોકરીના કામકાજમાં બેધ્યાનપણું ટાળવું જરૂરી છે. આત્મવિશ્ર્વાસ તથા કાર્યક્ષમતાનો પૂર્ણ ઉપયોગ કરી શકશો. મિત્રો દ્વારા કારોબારમાં અનુકૂળ તકો પ્રાપ્ત થતી જણાશે. વિભાગીય પરીક્ષામાં વિદ્યાર્થીઓના પરિણામો સફળ જણાશે. મહિલાઓને કુટુંબના નિર્ણયો માટે પતિનો સહયોગ ઉપયોગી પુરવાર થશે.
મિથુન (ક, છ, ઘ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવાં નાણાં રોકાણ માટેની તક પ્રાપ્ત કરશો. નોકરીમાં દૃઢ નિર્ણયો અને એકાગ્રતાને આત્મવિશ્ર્વાસનો પૂર્ણ ઉપયોગ કરી શકશો. નાણાં આવક અને આયોજન માટે સફળતા મેળવશો. મિત્રો દ્વારા કામકાજમાં પ્રોત્સાહન પ્રાપ્ત થાય. સરકારી કાયદાના કામો સફળતાથી સંપન્ન થશે. મહિલાઓ તા. ૧૮, ૨૦, ૨૧ના કામકાજમાં અનુકૂળતાઓ અનુભવશો. વિદ્યાર્થીઓને નવા અભ્યાસ માટે સફળ તક પ્રાપ્ત થતી જણાશે.
કર્ક (ડ, હ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં જૂનાં રોકાણમાંથી નાણાં પ્રાપ્ત કરી શકશો. નોકરીમાં નિર્ણયો પરત્વે વ્યવહારું વલણ અપનાવવું જરૂરી છે. નોકરીની બદલી માટે જન્મકુંડળીના આધારે નિર્ણયો લેવા જરૂરી છે. નવા કારોબારનો પ્રારંભ થાય. સપ્તાહમાં પરિશ્રમની અનુભૂતિ થાય, પરંતુ સફળતા મેળવશો. નોકરીમાં મહિલાઓને કારોબારમાં સફળ તકો પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓને નિત્ય અભ્યાસ જળવાઈ રહેશે.
સિંહ (મ, ટ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં વાયદાનાં વેપાર, દૈનિક સાપ્તાહિક વેપારમાં સાવધાની દૃાખવવી આવશ્યક છે. નોકરીના નિર્ણયો લેવા માટે થતો વિલંબ દૂર થશે. ભાગીદારનો અપેક્ષિત સહયોગ પ્રત્યક્ષ અનુભવશો. સહોદરો સાથેના નાણાં વ્યવહાર સંપન્ન થશે. કુટુંબના મતભેદોનો ઉકેલ આવશે. મહિલાઓને નિજી પ્રવૃત્તિઓ, કારોબારમાં અનુકૂળતાઓ જણાશે. વિદ્યાર્થીઓના નિત્ય વાંચન, અભ્યાસ નિયમિત જળવાઈ રહેશે.
ક્ધયા (પ, ઠ, ણ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવું નાણાં રોકાણ અને દૈનિક સાપ્તાહિક વેપાર સફળ પુરવાર થશે. નોકરીમાં સહકાર્યકરો સાથે ગેરસમજણ કરાવનારું ગોચરફળ જણાય છે. તા. ૨૦, ૨૨, ૨૩ કારોબાર માટે નિર્ણયાત્મક જણાય છે. સ્વતંત્રપણે કાર્યક્ષેત્રે નિર્ણયો લેવા માટે સફળતા અનુભવશો. મહિલાઓના કુટુંબના સભ્યો સાથેના મતભેદોનો ઉકેલ આવશે. વિદ્યાર્થીઓનો શૈક્ષણિક પ્રવાસ સફળ બની રહેશે.
તુલા (ર, ત): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજાર નવાં નાણાં રોકાણ માટે સફળ નિર્ણય લઇ શકશો. નોકરીના સહકાર્યકરોનો સહયોગ જળવાઈ રહેશે. પ્રવાસ દ્વારા વિકાસના કારોબારમાં વિકાસની તક પ્રાપ્ત કરશો. નાણાં આવક જળવાઈ રહેશે. જૂના કોર્ટ કાયદાના પ્રશ્ર્નનો ઉકેલ આવશે. મહિલાઓને નોકરીમાં અધિકારીનો સહયોગ પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓના અભ્યાસના નિર્ણયો સફળ પુરવાર થશે.
વૃશ્ર્ચિક (ન, ય): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા નાણાંરોકાણ અને દૃૈનિક સાપ્તાહિક વેપાર માટે જન્મકુંડળીના આધારે નિર્ણય લેવા જરૂરી છે. નોકરીમાં હરીફાઈથી દૂર રહેવું જરૂરી છે. કાર્યક્ષેત્રે પુરુષાર્થ છતાંય પ્રગતિનો અનુભવ કરશો. નવા કારોબારનો પ્રારંભ શક્ય જણાય છે. કુટુંબના સભ્યોનો સહયોગ મહિલાઓને પ્રાસંગિક જવાબદૃારીમાં સમયાનુસાર પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓના અભ્યાસમાં પરિવર્તનો શક્ય જણાય છે.
ધનુ (ભ, ધ, ફ, ઢ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા નાણાં રોકાણનો નિર્ણય સફળતાથી અમલમાં મૂકી શકશો. નોકરીમાં સ્થાન બદલી શક્ય છે. સાહસિકતાથી કારોબારના નિર્ણયો લઈ શકશો. મિત્રોમાં યશ મેળવશો. કુટુંબમાં ધાર્યા મુજબના કારોબારના નિર્ણયનો અમલ થઈ શકશે. મહિલાઓને નોકરીની પ્રવૃત્તિઓમાં પ્રગતિ જણાય. વિદ્યાર્થીઓના અભ્યાસમાં પ્રગતિ જળવાઈ રહેશે.
મકર (ખ.જ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં ધાર્યા મુજબનો લે-વેંચનો વેપાર સફળ જણાશે. નોકરીમાં હસ્તગત જવાબદારીમાં પરિવર્તનો શક્ય છે. કાર્યક્ષેત્રે જરૂરી સાધનો-સવલતો મેળવી શકશો. નાણાં રોકાણ માટે યોગ્ય માર્ગદર્શન પ્રાપ્ત કરશો. નાણાંની આવક જળવાશે. મહિલાઓને જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓના શૈક્ષણિક જવાબદૃારીના નિર્ણયો સ્વપ્રયત્ને સફળ પુરવાર થશે.
કુંભ (ગ, શ, સ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા નાણાં રોકાણ માટે અનુકૂળતા જણાશે. નોકરીમાં સ્થિરતા અને પ્રગતિનો અનુભવ થાય. અકારણ નાણાં ખર્ચ પરત્વે સાવધાની દાખવવી જરૂરી છે. જાહેર જીવનના કામકાજમાં વિવાદો પરત્વે સાવધાની દાખવવી જરૂરી છે. મહિલાઓના આ સપ્તાહના પરિવારના પ્રસંગો સરળતાથી સંપન્ન થતા જણાશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં નિયમિતતા જણાય.
મીન (દ, ચ, ઝ, થ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં દૈનિક સાપ્તાહિક વેપાર તથા નાણાં રોકાણ માટે ગોચરગ્રહફળ શુભ છે. નોકરીમાં સફળતા માનવૃદ્ધિ થશે. નાણાં ખર્ચ ઉપર કાબૂ રાખવો જરૂરી છે, પરંતુ કારોબારની નાણાં આવક જળવાઈ રહેશે. જાહેર, રાજકીય પ્રવૃત્તિઓમાં વિવાદ શક્ય હોય સાવધાની રાખવી જરૂરી છે. મહિલાઓને મદદનીશ નોકર પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓના નિત્ય અભ્યાસ નિયમિતપણે જળવાઈ રહેશે.