સાપ્તાહિક ભવિષ્ય – પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
તા. ૮-૧૦-૨૦૨૩ થી તા. ૧૪-૧૦-૨૦૨૩
ગ્રહગોચર: સૂર્યનારાયણ સમગ્ર સપ્તાહમાં ક્ધયા રાશિમાં ભ્રમણ કરે છે. સમગતિના મંગળ તુલા રાશિમાં માર્ગી ભ્રમણ કરે છે. અતિચારી બુધ ક્ધયા રાશિમાં માર્ગી ભ્રમણ કરે છે. ગુરુ મેષ રાશિમાં વક્રી ભ્રમણ કરે છે. શુક્ર સિંહ રાશિમાં સમગતિએ માર્ગીભ્રમણ કરે છે. વક્રી શનિ કુંભ રાશિમાં ભ્રમણ કરે છે. રાહુ મેષ રાશિમાં ભ્રમણ કરે છે. પ્રારંભે ચંદ્ર કર્ક રાશિમાં રહે છે. તા. ૧૦મીએ સિંહ રાશિમાં, તા. ૧૨મીએ ક્ધયા રાશિમાં આવે છે.
મેષ (અ, લ, ઈ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારના વાયદાના વેપારમાં સાવધાની રાખવી જરૂરી છે. નવી નોકરીનો પ્રારંભ થાય. નોકરીમાં તા. ૯, ૧૨, ૧૩ સફળતા સૂચે છે. નવા કારોબારનો પ્રારંભ થાય. નાણાં આવકની વૃદ્ધિ થાય તથા નાણાં ખર્ચ પણ અધિક જણાય છે. મહિલાઓને પતિનો સહયોગ કાર્યક્ષેત્રે પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓનો નિત્ય અભ્યાસ સફળતા દર્શાવે છે.
વૃષભ (બ, વ, ઉ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા નાણાં રોકાણના નિર્ણયનો અમલ થઈ શકશે. નોકરીના કામકાજમાં ગેરસમજણ દૂર થશે. આ સપ્તાહમાં નાણાંની આવકની વૃદ્ધિ થાય તથા નવા કારોબારના પ્રારંભ માટે સફળ તક મેળવશો. મહિલાઓને કાર્યક્ષેત્રે તા. ૮, ૯, ૧૧, ૧૨ વિશિષ્ટપણે સફળતા દર્શાવે છે. વિદ્યાર્થીઓના અભ્યાસના નિર્ણયો સફળ પુરવાર થશે.
મિથુન (ક, છ, ઘ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં અપેક્ષાનુસાર દૈનિક સાપ્તાહિક વેપાર સફળ નીવડશે. નોકરીમાં તા. ૧૦, ૧૧, ૧૪ યશસ્વી પુરવાર થશે. તા. ૮, ૯, ૧૧મીએ જૂનાં ઉઘરાણીના નાણાંની વસૂલી શક્ય જણાય છે. ભાગીદારનો યશસ્વી અનુભવ થાય. મહિલાઓને આ સપ્તાહમાં નવા કામકાજના પ્રારંભ માટે અનુકૂળતા જણાશે. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં સફળતા અને આત્મવિશ્ર્વાસનો અનુભવ થશે.
કર્ક (ડ, હ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવીન કાર્યપદ્ધતિનું જ્ઞાન મેળવી શકશો. નોકરીમાં તા. ૧૩, ૧૪, ૧૪ એકંદરે લાભદાયી પુરવાર થશે. નવા કારોબારનો પ્રારંભ શક્ય જણાય છે. ભાગીદાર કાર્યક્ષેત્રે ઉપયોગી થશે. મિત્રો દ્વારા મહિલાઓના નિજી કારોબારના પ્રશ્ર્નોનો ઉકેલ આવશે. વિદ્યાર્થીઓના અભ્યાસના નિર્ણયો સફળ બની રહેશે.
સિંહ (મ, ટ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા નાણાં રોકાણ માટે અનુકૂળતા જણાશે. નોકરીમાં તા. ૧૦, ૧૧, ૧૪ના રોજ સહકાર્યકરો ઉપયોગી થશે. તા. ૯, ૧૫ નવા કારોબારના પ્રારંભ માટે અનુકૂળ જણાય છે. આ સપ્તાહમાં નવા નાણાં આવકના સાધનો મેળવશો. મહિલાઓને નોકરીમાં યશ પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓનો ઉચ્ચ પરીક્ષાના પરિણામો સફળ પુરવાર થશે.
ક્ધયા (પ, ઠ, ણ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં દૈનિક સાપ્તાહિક વેપાર લાભદાયી પુરવાર થશે. નોકરીમાં તા. ૮, ૯, ૧૩ શુભ પુરવાર થશે. ભાગીદારીના સંબંધમાં પરિવર્તનો જણાય છે. કારોબારની નાણાં આવક જળવાઈ રહેશે. પ્રવાસમાં નવી ઓળખાણો થાય. મહિલાઓને નોકરીમાં સહકાર્યકરો ઉપયોગી થશે. આરોગ્ય જળવાશે. વિદ્યાર્થીઓના નિત્ય અભ્યાસ એકાગ્રતાપૂર્વક જળવાઈ રહેશે.
તુલા (ર, ત): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા નાણાં રોકાણની તક મેળવશો. નોકરીમાં તા. ૮, ૯, ૧૧ સિદ્ધિદાયક જણાય. પ્રવાસ દ્વારા નાણાં ઉઘરાણીના કામકાજ સફળ બની રહેશો. મિત્રોમાં યશ મેળવશો. જૂનાં ઉઘરાણીના નાણાંની વસૂલી થાય. મહિલાઓ પરિવારજનો માટે સાધન-સગવડતા મેળવી શકશે. પ્રસંગો સફળ નીવડશે. વિદ્યાર્થીઓના નિત્ય અભ્યાસ આત્મવિશ્ર્વાસપૂર્વક જળવાઈ રહેશે.
વૃશ્ર્ચિક (ન, ય): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજાર માટે સફળ નિર્ણયો લઈ શકશો. નોકરીમાં તા. ૧૦, ૧૧, ૧૩, શુભ ફળદાયી જણાય છે. નોકરીમાં સ્થાન પરિવર્તન પણ શક્ય છે. મિલકત, વાહન ઈત્યાદિના નિર્ણયો લઈ શકશો. નાણાં વ્યવસ્થા જળવાઈ રહેશે. પ્રવાસ પર્યટન સફળ રહેશે. ગૃહિણીઓને સંતાનની શૈક્ષણિક જવાબદારીમાં સફળતા જણાય. વિદ્યાર્થીઓના નિત્ય અભ્યાસની મૂંઝવણોમાં સહઅધ્યાયીઓનું માર્ગદર્શન મેળવશે.
ધનુ (ભ, ધ, ફ, ઢ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજાર માટે લે-વેંચના વેપાર માટે નવીન તકો મેળવશો. નોકરીમાં ૧૨, ૧૩, ૧૪ એકંદરે લાભદાયી પુરવાર થશે તથા ઉપરી અધિકારીની મદદ મેળવશો. લાંબા અંતરનો પ્રવાસ સફળ રહેશે. નવા કામકાજનો પ્રારંભ શક્ય જણાય છે. તા. ૯, ૧૧, ૧૨, નાણાં વ્યવસ્થા માટે શુભ પુરવાર થશે. મહિલાઓને કુટુંબના સભ્યોનો નિજી પ્રવૃત્તિઓમાં પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓના આ સપ્તાહના શૈક્ષણિક કામકાજ સફળ બની રહેશે.
મકર (ખ.જ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજાર માટે ધાર્યા મુજબના નાણાં રોકાણનો અમલ સ્વપ્રયત્ને થઈ શકશે. નોકરીના કામકાજ અર્થે પ્રવાસ જણાય છે. તા. ૧૩, ૧૪ના કામકાજમાં સહકાર્યકરો ઉપયોગી થશે. મિત્રોમાં નાણાં વ્યવહાર સંપન્ન થાય. નવા કારોબારનો પ્રારંભ શક્ય છે. તા. ૮, ૧૧, ૧૩ના નિર્ણયો મહિલાઓને નિજી પ્રવૃત્તિમાં લાભદાયી પુરવાર થશે. વિદ્યાર્થીઓને અધ્યયન માટે નવીન તકો પ્રાપ્ત થાય.
કુંભ (ગ, શ, સ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજાર માટે નવું નાણાં રોકાણ શક્ય જણાય છે. તા. ૮, ૯, ૧૧, નોકરીમાં યશ અપાવશે. તથા ઉપરી અધિકારીનો સહયોગ મેળવશો. અર્થવ્યવસ્થા આ સપ્તાહમાં વધુ સુદઢ બનાવી શકશો. મહિલાઓને તા. ૯મીએ મદદનીશ નોકર પ્રાપ્ત થશે. તા ૧૧, ૧૨, ૧૫મીએ નોકરી ક્ષેત્રે યશ મેળવશો. વિદ્યાર્થીઓ અભ્યાસમાં એકાગ્રતા જાળવી શકશે.
મીન (દ, ચ, ઝ, થ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નાણાં રોકાણ અને દૈનિક સાપ્તાહિક વેપાર સફળ જણાય છે. નોકરીના કામકાજમાં સફળતા અને યશ મેળવશો. તા. ૧૦, ૧૧ના કામકાજ સિદ્ધિદાયક જણાય છે. વેપાર કારોબારમાં નવા નાણાં રોકાણ માટે અનુકૂળતાઓ મેળવશો. મહિલાઓને આ સપ્તાહમાં કુટુંબના સભ્યોનો કાર્યક્ષેત્રે સહયોગ પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓના નિત્ય અભ્યાસ સફળ બની રહેશે.