સાપ્તાહિક ભવિષ્ય
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
તા. ૨૬-૧૧-૨૦૨૩ થી તા. ૦૨-૧૨-૨૦૨૩
ગ્રહગોચર: સૂર્યનારાયણ આ સપ્તાહમાં વૃશ્ર્ચિક રાશિમાં ભ્રમણ કરે છે. મંગળ વૃશ્ર્ચિક રાશિમાં ભ્રમણ કરે છે. બુધ વૃશ્ર્ચિકમાંથી તા. ૨૭મીએ ધનુમાં પ્રવેશે છે. ગુરુ મેષ રાશિમાં વક્રીભ્રમણ કરે છે. શુક્ર ક્ધયા રાશિમાંથી તા. ૩૦મીએ તુલામાં આવે છે. શનિ કુંભ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. રાહુ મીન રાશિમાં ભ્રમણ કરે છે. પ્રારંભે ચંદ્ર મેષમાંથી વૃષભમાં આવે છે. તા. ૨૯મીએ મિથુનમાં, તા. ૧લીએ કર્કમાં આવે છે.
મેષ (અ, લ, ઈ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારના આ સપ્તાહના કામકાજમાં વધુ પડતો ઉત્સાહ ખોટો પડે તેમ છે. નોકરી માટે તા. ૨૯, ૩૦, શ્રેષ્ઠ પુરવાર થશે. ભાગીદારનો સહયોગ મેળવશો. કાર્યક્ષેત્રે નાણાંના જોખમો ટાળવા જરૂરી છે. મિત્રો વધશે. વેપાર વધશે. નાણાં આવક વધશે. મહિલાઓના નોકરીના કામકાજ પૂર્ણ થઈ શકશે. ઉપરી અધિકારીનું યોગ્ય માર્ગદર્શન મેળવશો. વિદ્યાર્થીઓને વિશેષ અભ્યાસ માટે જરૂરી પ્રોત્સાહન, માર્ગદર્શન પ્રાપ્ત થશે.
વૃષભ (બ, વ, ઉ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં રોકાણ માટેના નિર્ણયોનો અમલ થઈ શકશે. નોકરી માટે સહકાર્યકરોની મદદ તા. ૨૭, ૨૯, ૩૦ના રોજ પ્રાપ્ત થતી જણાશે. કાર્યક્ષેત્રે અકારણ પ્રવાસ, નાણાં ખર્ચ કરાવનારું ગોચર છે, પરંતુ કાર્યક્ષેત્રની નાણાં આવક પણ જળવાઈ રહેશે. કામકાજનું આયોજન સાવધાનીપૂર્વક કરવું જરૂરી છે. મહિલાઓને નોકરીની પ્રવૃત્તિઓમાં પરિવારની જવાબદારી છતાંય ધ્યાન આપવા માટે અનુકૂળતાઓ જણાશે. વિદ્યાર્થીઓને હરીફાઈની પ્રવૃત્તિઓમાં સફળતા જણાશે.
મિથુન (ક, છ, ઘ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા નાણાં રોકાણ માટે તથા દૈનિક સાપ્તાહિક વેપાર લાભદાયી બની રહેશે. નોકરીમાં અધિકારીનો સહયોગ, તા. ૨૯, ૩૦મીએ મેળવશો. જૂના લેણાંની રકમ મેળવી શકશો. કાર્યક્ષેત્રે અધિકારીના પ્રસંશાપાત્ર રહેશો. કારોબારમાં વગ વધે – ઉત્સાહ વધશે. ગૃહિણીઓને પરિવારની પ્રાસંગિક જવાબદારીઓમાં અનુકૂળતા જણાશે. વિદ્યાર્થીઓ શૈક્ષણિક વિષયની મૂંઝવણોમાં માર્ગદર્શન મેળવશે.
કર્ક (ડ, હ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં દૈનિક સાપ્તાહિક વેપારથી લાભ મેળવશો. નોકરીમાં તા. ૨૬, ૩૦, ૧ ધ્યાનાકર્ષક જણાય છે. સહકાર્યકરોમાં સંપ નિર્માણ થશે. મિલકતના નિર્ણયો લઈ શકશો. કિંમતી ચીજોની ખરીદી માટે મહિલાઓ સફળતા મેળવશે. પરિવારના પ્રસંગો સુખદ પુરવાર થશે. વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રવૃત્તિમાં આત્મવિશ્ર્વાસ પ્રાપ્ત થતો જણાશે.
સિંહ (મ, ટ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા નાણાં રોકાણ અને દૈનિક સાપ્તાહિક વેપાર લાભદાયી પુરવાર થશે. નોકરીના કામકાજમાં તા. ૨૬, ૨૭, ૩૦ના પ્રયત્નો લાભદાયી પુરવાર થશે. કારોબારની નાણાં આવકની વૃદ્ધિ થશે. કાર્યક્ષેત્રે સંઘર્ષ, પુરુષાર્થના ફળ અનુભવશો. ગૃહિણીઓને સંતાનની જવાબદારીમાં સફળતા જણાય. વિદ્યાર્થીઓ અભ્યાસમાં યશ પ્રાપ્ત કરશે.
ક્ધયા (પ, ઠ, ણ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા રોકાણ માટેના નિર્ણયોનો અમલ થઈ શકશે. નોકરી માટે તા. ૨૮, ૨૯, ૧ના નિર્ણયો શુભ પુરવાર થશે. કુટુંબીજનો સાથેના આર્થિક વ્યવહાર સફળ થશે. પરિવારજનોની પ્રગતિ જળવાશે. મહિલાઓને નોકરીમાં યશસ્વી અનુભવ થાય. વિદ્યાર્થીઓના નિર્ણયો સફળ પુરવાર થશે.
તુલા (ર, ત): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં લાંબા સમયના નવા નાણાં રોકાણ માટેની તક મેળવશો. તા. ૨૬, ૨૯, ૩૦ નોકરીની પ્રવૃત્તિઓ માટે સફળ બની રહેશે. નોકરીના અધિકારીનો સહયોગ પણ મેળવશો. નાણાં આવક અને નાણાં બચત માટે ગોચરફળ શુભ છે. સાધનસગવડતાઓ મેળવવા માટે પણ ગોચરફળ શુભ છે. મહિલાઓને નોકરીમાં પરિવર્તનોનો અનુભવ થાય. વિદ્યાર્થીઓના નિત્ય અભ્યાસ જળવાઈ રહેશે.
વૃશ્ર્ચિક (ન, ય): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં ટૂંકા સમયનો તેજીનો વેપાર મૂકી શકશો. નોકરી માટે તા. ૨૬, ૨૭, ૨૮ અનુકૂળ બની રહેશે. નોકરીના સહકાર્યકરોમાં સંપનો અનુભવ થાય. નવા કારોબાર માટે ગોચરફળ શુભ છે. નાણાંની આવકની વૃદ્ધિ થશે. ગૃહિણીઓને પરિવાર માટે જરૂરી સાધનો મેળવવા માટે અનુકૂળતા જણાશે. સ્વાસ્થ્ય જળવાશે. વિદ્યાર્થીઓનો અધ્યયનમાં આત્મવિશ્ર્વાસ વધશે.
ધનુ (ભ, ધ, ફ, ઢ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા નાણાં રોકાણ માટે યોગ્ય માર્ગદર્શન મેળવશો. નોકરી માટે તા. ૨૯, ૩૦, ૨ સફળતા, યશ-માનપાન ઈત્યાદિ જણાય છે. નોકરીના જૂના અધૂરા કાર્યો પૂર્ણ કરી શકશો. મિત્રો દ્વારા કારોબારના કામકાજમાં મદદ મેળવશો. નાણાં આવકની વૃદ્ધિ થશે. જૂના નાણાંના દેવાની ચૂકતે કરી શકશો. મહિલાઓને પરિવારની જવાબદારીમાં સફળતા મળશે. વિદ્યાર્થીઓ અધ્યયનમાં મન પરોવી શકશે.
મકર (ખ.જ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવીન કાર્યપદ્ધતિ અપનાવી શકશો. તા. ૨૮, ૨૯, ૩૦નો નોકરીનો પ્રવાસ સફળ રહેશે. પ્રવાસ દ્વારા નાણાં ઉઘરાણીના પ્રયત્નો સફળ પુરવાર થશે. કારોબાર માટે જરૂરી સાધનો, સગવડતાઓ, યંત્રો, ઈત્યાદિ મેળવી શકશો. વેપાર વધશે. નાણાં આવક વધશે. ગૃહિણીઓને સંતાનની શૈક્ષણિક જવાબદારીમાં રાહત જણાય. અભ્યાસમાં વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થશે. સફળતા મેળવશે.
કુંભ (ગ, શ, સ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં ધાર્યા મુજબનું નાણાં રોકાણ શક્ય જણાય છે. નોકરી માટે તા. ૨૬, ૨૮, ૨૯, ૩૦ ધ્યાનાકર્ષક જણાય છે. સામાજિક, રાજકીય સમાજસેવાની પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત જાતકોને ગોચરના શુભ ફળો પ્રાપ્ત થતાં જણાશે. ઉદ્યોગ વેપારમાં અકારણ નાણાં ખર્ચ શક્ય જણાય છે. મહિલાઓના પડોશ મિત્રો સાથેના વિવાદોનો ઉકેલ આવશે. પ્રવાસ પણ શક્ય છે. વિદ્યાર્થીઓની રચનાત્મક પ્રવૃત્તિઓ વેગવંતી બની જશે.
મીન (દ, ચ, ઝ, થ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં યોગ્ય વળતર પ્રાપ્તિનો અનુભવ થાય, નવું રોકાણ પણ શક્ય છે. નોકરીના અધિકારીનો સહયોગ મેળવશો. નવા કામકાજનો પ્રારંભ થાય. સરકારી અધિકારી, કોર્ટ-કાયદાના પ્રશ્ર્નોથી લાભ થાય. મકાન-મિલકતનો નિર્ણય લઈ શકશો. મહિલાઓનો સહપરિવાર તીર્થપ્રવાસ શક્ય છે. વિદ્યાર્થીઓને જરૂરી સાધન સામગ્રી પ્રાપ્ત થાય.