ઉત્સવ

સાપ્તાહિક ભવિષ્ય

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

તા. ૧૨-૧૧-૨૦૨૩ થી તા.૧૮-૧૧-૨૦૨૩

ગ્રહગોચર: સૂર્યનારાયણ તા. ૧૭મીએ તુલામાંથી વૃશ્ર્ચિક રાશિમાં પ્રવેશે છે. મંગળ તા. ૧૬મીએ વૃશ્ર્ચિકમાં પ્રવેશે છે. બુધ સમગ્ર સપ્તાહમાં વૃશ્ર્ચિક રાશિમાં ભ્રમણ કરે છે. ગુરુ વક્રી ગતિએ મેષ રાશિમાં ભ્રમણ કરે છે. શુક્ર ક્ધયા રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. શનિ કુંભ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. રાહુ મીન રાશિમાં ભ્રમણ કરે છે. સપ્તાહના આરંભે ચંદ્ર તુલા રાશિમાં રહે છે. તા. ૧૩મીએ વૃશ્ર્ચિક રાશિમાં, તા. ૧૬મીએ ધનુ રાશિમાં, તા. ૧૮મીએ મકર રાશિમાં પ્રવેશે છે.

મેષ (અ, લ, ઈ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં વેપારના કામકાજ લાભદાયી પુરવાર થશે. નોકરીના હસ્તગત કામકાજમાં પરિવર્તનો જણાય છે. તા. ૧૨, ૧૩, ૧૮ના કામકાજ સફળ બની રહેશે. નાણાં આવકની વૃદ્ધિ થશે. ભાગીદાર સાથેના વિવાદો હળવા થશે. મહિલાઓને પડોશ મિત્ર સાથેના વિવાદનો ઉકેલ આવશે. વિદ્યાર્થીઓના અભ્યાસના નિર્ણયો એકંદરે અનુકૂળ બની રહેશે.

વૃષભ (બ, વ, ઉ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા નાણાંરોકાણ માટે અનુકૂળતાઓ અનુભવશો. નોકરીમાં યશસ્વીપણું અનુભવશો. તા. ૧૨, ૧૩, ૧૫ની કારોબારની વાટાઘાટો સફળ બની રહેશે. ભાગીદાર સાથેના નાણાંવ્યવહાર સંપન્ન થશે. મહિલાઓને કુટુંબના સદસ્યો પ્રાસંગિક જવાબદારી માટે ઉપયોગી થતાં જણાશે. વિદ્યાર્થીઓ નવા વિષયની જાણકારી મેળવી શકશે.

મિથુન (ક, છ, ઘ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં ધાર્યા મુજબનું નાણાં રોકાણ કરવાની તક મેળવશો. નોકરીના સ્થળની બદલી શક્ય જણાય છે. તા. ૧૪, ૧૫, ૧૮ના કાર્યક્ષેત્રના નિર્ણયો એકંદરે યશસ્વી પુરવાર થશે. નાણાં વ્યવસ્થા જળવાઈ રહેશે. મહિલાઓના ઉપરી અધિકારીઓ સાથેના જૂનાં મતભેદો, ગેરસમજણનો ઉકેલ આવશે. વિદ્યાર્થીઓને રમતગમત, હુન્નરલક્ષી પ્રવૃત્તિઓમાં સફળતા પ્રાપ્ત થતી જણાય.

કર્ક (ડ, હ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા નાણાં રોકાણ માટે અનુકૂળતાઓ અનુભવશો. નોકરીમાં ધાર્યા મુજબના સહકાર્યકરોનો સહયોગ મેળવશો. તા. ૧૨, ૧૩, ૧૭ના સ્થાવર મિલકતના નિર્ણયો લઈ શકશો. જૂનાં નાણાંઉઘરાણીના કામકાજ સફળ બની રહેશે. વાહનના નિર્ણયો લઈ શકશો. મહિલાઓ નવી નોકરીનો પ્રારંભ કરી શકશે. વિદ્યાર્થીઓને રચનાત્મક, હુન્નરલક્ષી પ્રવૃત્તિઓમાં સફળતા પ્રાપ્ત થતી જણાશે. વિદ્યાર્થીઓના અભ્યાસ એકંદરે નિયમિત બની રહેશે.

સિંહ (મ, ટ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં અપેક્ષા અનુસાર રોકાણની તક મેળવશો. નોકરીના અધિકારીનો સહયોગ મેળવશો. તા. ૧૨, ૧૩, ૧૮નો કારોબાર અર્થેનો પ્રવાસ સફળ બની રહેશે. અધિકારીનો સહયોગ મેળવશો. સપ્તાહમાં કારોબારની નાણાં આવકની વૃદ્ધિ થશે. નાણાં વ્યવસ્થા જાળવણીના પ્રયત્નો સફળ બની રહેશે. વિદ્યાર્થીઓને અભ્યાસ માટે જરૂરી સાધનો, પ્રોત્સાહન માર્ગદર્શન પ્રાપ્ત થતું જણાશે.

ક્ધયા (પ, ઠ, ણ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવું રોકાણ તથા દૈનિક વેપાર લાભદાયી પુરવાર થશે. નોકરીમાં માનમરતબો, યશ જળવાઈ રહેશે. તા. ૧૪, ૧૫, ૧૮ના કારોબારના કામકાજ એકંદરે પ્રોત્સાહક બની રહેશે. નાણાં આવકના સાધનોની વૃદ્ધિ થશે. મહિલાઓને પ્રવાસ દ્વારા પરિવારના જવાબદારીના કામકાજ પૂર્ણ કરવા માટે સફળતા પ્રાપ્ત થતી જણાશે. વિદ્યાર્થીઓને નબળા વિષયમાં સહઅધ્યાયીઓનું માર્ગદર્શન પ્રાપ્ત થાય.

તુલા (ર, ત): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા રોકાણના નિર્ણયો સ્વપ્રયત્ને સફળ બની રહેશે. નોકરીના હસ્તગત કામકાજમાં દ્વિધા, મૂંઝવણ દૂર થશે. નાણાંની વ્યવસ્થા જાળવવા માટે સફળ રહેશો. પ્રવાસમાં ઓળખાણો ઉપયોગી થાય. મહિલાઓને રાજકારણ, સામાજિક પ્રવૃત્તિમાં યશ પ્રાપ્ત થતો જણાય. પરિવારની જરૂરિયાતોની ખરીદી પણ પૂર્ણ થતી જણાય. વિદ્યાર્થીઓને અભ્યાસના પ્રવાસ સફળ થતા જણાશે.

વૃશ્ર્ચિક (ન, ય): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં વાયદાના વેપારમાં કામકાજ લાભદાયી પુરવાર થશે. નોકરીમાં નવીન કામકાજ, જવાબદારી મેળવશો. તા. ૧૪, ૧૫, ૧૮ના કારોબારના નિર્ણયો સ્વપ્રયત્ને સફળ બની રહેશે. નાણાંની વ્યવસ્થા જાળવવા માટે સપ્તાહના ગોચરફળ શુભ જણાય છે. મહિલાઓનો પડોશના વિવાદોનો ઉકેલ પ્રાપ્ત થતો જણાય. જાહેર સામાજિક પ્રવૃત્તિઓ પણ યશ અપાવશે. વિદ્યાર્થીઓના દૈનિક અભ્યાસ સફળ પુરવાર થશે.

ધનુ (ભ, ધ, ફ, ઢ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા રોકાણ માટે સફળ તકો મેળવશો. નોકરી અર્થે સ્થળાંતર શક્ય જણાય છે. તા. ૧૨, ૧૩, ૧૭, ૧૮ કાર્યક્ષેત્રે રચનાત્મક, સકારાત્મક નિર્ણયો લેવા માટે સફળ દર્શાવે છે. નવા નાણાંઆવકના સાધનો ઉપલબ્ધ થાય. મહિલાઓને પરિવારના સદસ્યોનો સહયોગ નિજી પ્રવૃત્તિઓમાં પ્રાપ્ત થતો જણાય. વિદ્યાર્થીઓના કઠીન અભ્યાસ આ સપ્તાહમાં સરળ બનતા જણાશે.

મકર (ખ.જ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં અપેક્ષાનુસાર નવું રોકાણ રોકાણ સફળ થતું જણાય છે. નોકરીના જૂનાં અધૂરા કાર્યો પૂર્ણ કરવા માટે સફળ રહેશો. તા. ૧૨, ૧૩, ૧૮ના કાર્યક્ષેત્રની વાટાઘાટો સફળ બની રહેશે. નાણાંના આયોજનો માટે સફળ બની રહેશો. મહિલાઓને પરિવારના પ્રાસંગિક જવાબદારીના કામકાજમાં સફળતા જણાશે. વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે પ્રોત્સાહન પ્રાપ્ત થાય.

કુંભ (ગ, શ, સ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં દૈનિક સાપ્તાહિક વેપાર લાભદાયી પુરવાર થશે. નોકરીના અધિકારીનો સહયોગ મેળવી શકશો. તા. ૧૨, ૧૩, ૧૫, ૧૬ના નિર્ણયો કાર્યક્ષેત્રે લાભદાયી પુરવાર થશે. નાણાં આવકના સાધનો મેળવી શકશો. મહિલાઓને નોકરીના કામકાજમાં અનુકૂળતાઓ પ્રાપ્ત થતી જણાશે. વિદ્યાર્થીઓને સહ અધ્યાયીઓનો સહયોગ, માર્ગદર્શન પ્રાપ્ત થશે.

મીન (દ, ચ, ઝ, થ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં બ્ર્ાોકરેજના કામકાજમાં સફળતા મેળવશો. નોકરી માટે પ્રવાસ શક્ય છે. તા. ૧૬, ૧૭, ૧૮ના કામકાજ યશસ્વી બની રહેશે. કાર્યક્ષેત્રે દ્વિધાઓનો ઉકેલ આવશે. નાણાંઆવકના સાધનોની વૃદ્ધિ થાય. મહિલાઓને નવી નોકરીના પ્રારંભ માટે સફળ તકો પ્રાપ્ત થતી જણાશે. વિદ્યાર્થીઓનો શૈક્ષણિક પ્રવાસ સફળ બની રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button