ઉત્સવ

સાપ્તાહિક ભવિષ્ય

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

તા. ૫-૧૧-૨૦૨૩ થી તા.૧૧-૧૧-૨૦૨૩

ગ્રહગોચર: સૂર્યનારાયણ આ સપ્તાહમાં તુલા રાશિમાં ભ્રમણ કરે છે.મંગળ તુલા રાશિમાં ભ્રમણ કરે છે. બુધ તુલામાંથી વૃશ્ર્ચિકમાં તા.૬ઠ્ઠીએ આવે છે.વક્રી ગુરુ મેષ રાશિમાં ભ્રમણ કરે છે. શુક્ર ક્ધયા રાશિમાં ભ્રમણ કરે છે. શનિ કુંભ રાશિમાં માર્ગી ભ્રમણ કરે છે.રાહુ મીન રાશિમાં ભ્રમણ કરે છે. ચંદ્ર પ્રારંભે કર્ક રાશિમાં છે.તા.૬ઠ્ઠીએ સિંહ રાશિમાં છે.તા.૯મીએ ક્ધયા રાશિમાં, ૧૦મીએ તુલા રાશિમાં આવે છે.

મેષ (અ, લ, ઈ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારનાં કામકાજમાં નવીન કાર્ય પદ્ધતિ અપનાવશો. નોકરીમાં તા.૮,૯,૧૧મીએ મહત્ત્વનાં પરિવર્તનો શક્ય છે. ભાગીદાર ઉપયોગી થાય. નાણાંની આવકની વૃદ્ધિ થશે. કારોબારનાં મિત્રો ઉપયોગી થાય. મહિલાઓનાં કામકાજ સફળ થતાં જણાય.ખરીદી સફળ થાય. વિદ્યાર્થીઓને નવાં અભ્યાસની તક પ્રાપ્ત થાય.

વૃષભ (બ, વ, ઉ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં અપેક્ષિત સાપ્તાહિક વેપાર લાભદાયી પુરવાર થશે, નોકરીમાં યશ મેળવશો.તા.૫,૬,૧૧ નાં કામકાજ લાભદાયી બની રહેશે. નવા કામકાજ પ્રારંભાશે.નાણાં આવક વધશે.મહિલાઓનાં પરિવારનાં કામકાજ સફળ બની રહેશે. વિદ્યાર્થીઓનાં ઉચ્ચ અભ્યાસ નિયમિત જળવાશે.

મિથુન (ક, છ, ઘ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા નાણાં રોકાણ માટે સફળ રહેશો. નોકરીનાં કામકાજમાં મહત્ત્વનાં નિર્ણયો લેવા માટે સફળ રહેશો.સરકારી અધિકારીની જરૂરી મદદ મેળવશો. મિલકત, વાહનનાં નિર્ણય લેશો. મહિલાઓનો સહપ્રવાસ સફળ રહેશે. પરિવાર માટે જરૂરી સાધનો સફળતાથી મેળવી શકશો. મિત્રોનો સહયોગ મેળવી શકશો.

કર્ક (ડ, હ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં સાપ્તાહિક, દૈનિક ટ્રેડિંગ ઉપયોગી બની રહેશે.નોકરીનાં અધિકારીનો સહયોગ મેળવશો.તા.૯,૧૦,૧૧મીનો નોકરીનો પ્રવાસ સફળ બની રહેશે. આ સપ્તાહમાં મિલકત,વાહન,સાધનો મેળવશો. ગૃહિણીઓનાં સપ્તાહના અભ્યાસનાં નિર્ણયો યશસ્વી બની રહેશે. વિદ્યાર્થીઓને અધ્યયન માટે સફળ તકો પ્રાપ્ત થતી જણાશે.

સિંહ (મ, ટ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં દૈનિક વેપાર લાભદાયી પુુરવાર થશે. નોકરીનાં કામકાજ અર્થે પ્રવાસ શક્ય જણાય છે.તા.૧૦,૧૧નો નોકરી અર્થેનો પ્રવાસ સફળ બની રહેશે.નાણાં આવકનાં નવા સાધનો મેળવશો. મહિલાઓને નોકરીમાં અધિકારીનો સહયોગ પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓ અભ્યાસનાં સાધનો પ્રાપ્ત કરશે.

ક્ધયા (પ, ઠ, ણ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં જરૂરી સલાહ સફળ બની રહેશે.નોકરીની પ્રવૃત્તિઓમાં સહકાર્યકરો ઉપયોગી બની રહેશે.તા.૫,૬,૧૧નાં પ્રવાસનાં નિર્ણયો ઉપયોગી પુરવાર થશે. સપ્તાહમાં વેપાર, કારોબારની વાટાઘાટ સફળ બની રહેશે.ગૃહિણીઓને સંતાનની જવાબદારીમાં સફળતા જણાશે. વિદ્યાર્થીઓનાં સપ્તાહનાં અભ્યાસ નિયમિત બની રહેશે.

તુલા (ર, ત): ભાઈશ્રી! આ સપ્તાાહમાં શેરબજારનાં લેવડદેવડનાં કામકાજ લાબદાયી પુરવાર થશે. નોકરીનાં અધિકારીનું પ્રોત્સાહન મેળવી શકશો.તા.૫.૬નો પ્રવાસ લાભદાયી પુરવાર થશે. સપ્તાહમાં જાહેર,સામાજીક પ્રવૃત્તિઓ યશસ્વી બની રહેશે. મહિલાઓને નવા કામકાજનાં પ્રારંભમાં સફળતા જણાશે. વિદ્યાર્થીઓનાં અધ્યયનનાં નિર્ણયો નિયમિત સફળ બનતાં જણાશે.

વૃશ્ર્ચિક (ન, ય): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવું નાણાં રોકાણ સ્વ પ્રયત્ને સફળ શક્ય બનશે.નોકરીનાં હરીફોની ઓળખ થાય.તા.૬,૭,૮ પ્રવાસ દ્વારા ઉઘરાણીનાં કામકાજો ઉપયોગી પુરવાર થશે. કારોબારની નાણાં આવકની વૃદ્ધિ થશે, નોકરીમાં મહિલાઓને યશ પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓને અભ્યાસનાં સાધનો મેળવવામાં અનુકૂળતા જણાશે.

ધનુ (ભ, ધ, ફ, ઢ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં સાપ્તાહિક વેપાર સફળ પુરવાર થશે. નોકરીના કામકાજ માટે પ્રવાસ શક્ય છે. તા.૭,૮નો પ્રવાસ લાભદાયી પુરવાર થશે. મિત્રો સાથેના નાણાં વ્યવહાર આ સપ્તાહમાં પૂર્ણ થશે. આ સપ્તાહમાં ગૃહિણીઓને પરિવારના પ્રાસંગિક કામકાજમાં યશ મળશે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં એકાગ્રતા દાખવી શકશે.

મકર (ખ.જ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં જૂનાં રોકાણમાંથી નાણાં મેળવી શકશો. નોકરીમાં નવાં નિર્ણયો લેવા માટે સફળ બની રહેશો.તા.૫,૬,૧૧નાં પ્રવાસ દ્વારા વેપારનાં વિકાસની તક સાંપડશે.નાણાં આવક જળવાઇ રહેશે.આ સપ્તાહમાં મહિલાઓનો પરિવારના કામકાજ અર્થે પ્રવાસ શક્ય જણાય છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં નિયમિતતાં જણાશે.

કુંભ (ગ, શ, સ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં સ્વ પ્રયત્ને નવું રોકાણ શક્ય છે.નૌકરી નાં અધિકારીનો સહયોગ મેળવશો.તા.૬,૭,૮નાં રોજ કારોબારનાં કામકાજ અર્થે પ્રવાસ સફળ બની રહેશે. જુનાં કોર્ટકાયદાનાં કામકાજ સફળ બની રહેશે.મહિલાઓનો સહપરિવાર યાત્રા પ્રવાસ શક્ય જણાય છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સહઅધહયાયીઓ ઉપયોગી પુરવાર થશે.

મીન (દ, ચ, ઝ, થ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નાણાં રોકાણનાં નવા નિર્ણયો સફળ બની રહેશે.નોકરીનાં નિણર્યો વિશે આત્મવિશ્ર્વાસ અડગ બની રહશે.તા.૭,૮,૧૦,૧૧ પ્રવાસ દ્વારા નાણાં ઉઘરાણીનાં કામકાજ સફળ બની રહેશે.ભાગીદાર ઉપયોગી થશે.મહિલાઓનો પ્રવાસ સફળ રહેશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં ્યશ પ્રાપ્ત થાય.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…