સાપ્તાહિક ભવિષ્ય
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
તા. ૨૯-૧૦-૨૦૨૩ થી તા. ૪-૧૧-૨૦૨૩
ગ્રહગોચર: સૂર્યનારાયણ સમગ્ર સપ્તાહમાં તુલા રાશિમાં ભ્રમણ કરે છે. મંગળ તુલા રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. બુધ તુલા રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. ગુરુ મેષ રાશિમાં વક્રી ભ્રમણ કરે છે. શુક્ર સિંહમાંથી ક્ધયા રાશિમાં તા. ૩જીએ પ્રવેશે છે. વક્રી શનિ કુંભ રાશિમાં તા. ૩જીએ માર્ગી થાય છે. રાહુ તા. ૩૦મીએ મીન રાશિમાં પ્રવેશે છે. કેતુ ક્ધયામાં તા. ૩૦મીએ પ્રવેશે છે. ચંદ્ર પ્રારંભે મેષ રાશિમાં રહે છે. તા. ૩૦મીએ વૃષભમાં, તા. ૧લીએ મિથુનમાં, તા. ૪થીએ કર્ક રાશિમાં પ્રવેશે છે.
મેષ (અ, લ, ઈ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં તેજીનો વેપાર રહેશે. નોકરીના સ્થળની બદલી શક્ય જણાય છે. અર્થવ્યવસ્થા વધુ સક્ષમ બની રહેશે. નાણાં આવકના નવાં સાધનો મેળવશો. કારોબારના સંબંધો વધે. મહિલાઓને પતિનો સહયોગ કાર્યક્ષેત્રે પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓને નવા અભ્યાસ માટે સાનુકૂળતા જણાશે.
વૃષભ (બ, વ, ઉ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા રોકાણના નિર્ણયનો અમલ થઈ શકશે. નોકરીના કામકાજમાં સફળતા અને યશ મેળવશો. વાહન – મિલકત ઈત્યાદિના નિર્ણય લઈ શકશો. પ્રવાસ સહપરિવાર જણાય છે. નાણાંના વ્યવહાર આ સપ્તાહમાં સફળ બની રહેશે. મહિલાઓને પ્રસંગોની અનુકૂળતાઓ જણાશે. વિદ્યાર્થીઓના નિત્ય અભ્યાસ સફળ બની રહેશે.
મિથુન (ક, છ, ઘ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં અપેક્ષા મુજબ રોકાણ થઈ શકશે. નવી નોકરીનો પ્રારંભ શક્ય જણાય છે. યાત્રા-પ્રવાસ માટે અનુકૂળ તકો જણાય છે. કારોબારના વિકાસ માટે પણ મુસાફરીઓ સફળ રહેશે. સંતાન પરિવારના કારોબારમાં સામેલ થશે. મહિલાઓને નોકરીમાં અધિકારીનો સહયોગ પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓના નિત્ય અભ્યાસના કામકાજ સફળ બની રહેશે.
કર્ક (ડ, હ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા રોકાણ અને લે-વેંચનો વેપાર સફળ રહેશે. નોકરીના હસ્તગત કામકાજ પૂર્ણ કરવામાં સફળતા મેળવશો. મિલકત-વાહનના નિર્ણયો માટે ગોચરફળ શુભ છે. વેપારના કામકાજ સફળ બની રહેશે. મહિલાઓના પડોશ મિત્રો સાથેના સંબંધો સાનુકૂળ પુરવાર થશે. વિવાદોનો ઉકેલ આવશે. વિદ્યાર્થીઓ નવા વાંચન – અભ્યાસનું સાહિત્ય મેળવી શકશે.
સિંહ (મ, ટ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવું રોકાણ તથા લે-વેંચનો વેપાર સફળ બની રહેશે. નોકરીમાં અધિકારીનો સહયોગ મેળવશો. મુસાફરી દ્વારા કારોબારના નાણાં વસૂલીનું કામકાજ સફળ બની રહેશે. સામાજિક – રાજકીય પ્રવૃત્તિઓ સફળ પુરવાર થશે. મહિલાઓને કુટુંબજીવનનો યશસ્વી અનુભવ થાય. વિદ્યાર્થીઓનો હુન્નરલક્ષી અભ્યાસ સફળ બની રહેશે.
ક્ધયા (પ, ઠ, ણ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં ધાર્યા મુજબના નવા રોકાણના નિર્ણયનો અમલ થઈ શકશે. નોકરી માટે અપેક્ષિત નિર્ણયો લેવા માટે સ્વપ્રયત્ને સફળ રહેશો. ભાગીદાર સાથેના મતભેદોનો ઉકેલ આવશે. પ્રવાસ દ્વારા વેપારના વિકાસના કામકાજ સફળ બની રહેશે. ગૃહિણીઓને સંતાનના મૂંઝવતા પ્રશ્ર્નોનો ઉકેલ પ્રાપ્ત થતો જણાય. વિદ્યાર્થીઓનો આ સપ્તાહમાં શૈક્ષણિક પ્રવાસ સફળ બની રહેશે.
તુલા (ર, ત): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં અપેક્ષા મુજબ લે-વેંચનો વેપાર સફળ બની રહેશે. નોકરીમાં હરીફાઈ અનુભવશો. મુસાફરી દ્વારા નોકરીના કામકાજ પણ પૂર્ણ થતાં જણાય. ભાગીદાર સાથેની આર્થિક લેવડદેવડ સફળ રહેશે. કારોબારના મિત્રો ઉપયોગી થાય. તા. ૨૯, ૨, ૩ના નિર્ણયો મહિલાઓને સાનુકૂળ પુરવાર થતા જણાશે. વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે સફળ તકો પ્રાપ્ત થતી જણાશે.
વૃશ્ર્ચિક (ન, ય): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા નાણાં રોકાણના નિર્ણયનો અમલ થઈ શકશે. નોકરીમાં અધિકારીનો સહયોગ મેળવશો તથા સહકાર્યકરો પણ ઉપયોગી થાય. નાણાં આવક વિશેના મૂંઝવતા પ્રશ્ર્નોનો ઉકેલ આવશે. જરૂરી સાધનો કારોબાર માટે મેળવી શકશો. જૂના કાયદાના પ્રશ્ર્નોનો ઉકેલ આવશે. મહિલાઓને પાડોશી સંબંધોથી સુખદ અનુભવ થાય. વિદ્યાર્થીઓના શૈક્ષણિક કામકાજ નિયમિત જળવાઈ રહેશે.
ધનુ (ભ, ધ, ફ, ઢ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા નાણાં રોકાણ માટેની તકો ગોચરફળ દર્શાવે છે. નોકરીના કામકાજ અર્થે પ્રવાસ શક્ય જણાય છે. તા. ૨૯, ૩૧, ૧લીના કામકાજ સફળ પુરવાર થશે. મિત્રોમાં આર્થિક વ્યવહાર સંપન્ન થશે. નવા કારોબારનો પ્રારંભ શક્ય જણાય છે. મહિલાઓને પરિવાર માટે કિંમતી રાચરચીલું મેળવવા માટે અનુકૂળતા જણાશે. વિદ્યાર્થીઓનો આ સપ્તાહનો અભ્યાસ નિયમિત બની રહેશે.
મકર (ખ.જ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારના કામકાજમાં ખોટા નિર્ણયો લેવાય તેમ ગોચરફળ દર્શાવે છે. મુસાફરી દ્વારા વેપારની જૂની ઉધરાણીની વસૂલી શક્ય જણાય છે. વેપાર, કારોબાર વધશે. કારોબારની નાણાંની આવકની વૃદ્ધિ થશે. તા. ૨૯, ૩૦, ૩, ૪ના રોજ કાર્યક્ષેત્રે મહિલાઓને વિશિષ્ટ સફળતા પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓને નવા અભ્યાસ માટે સફળ તકો પ્રાપ્ત થતી જણાય.
કુંભ (ગ, શ, સ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવું રોકાણ શક્ય છે. નોકરીના અધૂરા કામકાજ આ સપ્તાહમાં પૂર્ણ કરી શકશો. કારોબારના મિત્રો સાથેના નાણાં વ્યવહાર સંપન્ન થશે. કારોબારની નાણાં આવક પણ વધશે. કુટુંબમાં મહિલાઓને યશસ્વી અનુભવો થાય. વિદ્યાર્થીઓના શૈક્ષણિક કામકાજ સફળ થતાં જણાય.
મીન (દ, ચ, ઝ, થ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં દૈનિક સાપ્તાહિક વેપાર લાભદાયી પુરવાર થશે. નોકરીમાં હસ્તગત કાર્યો પૂર્ણ કરી શકશો. નોકરીના અધિકારીનો સહયોગ મળે. ભાગીદાર ઉપયોગી થાય. નાણાં આવક વધશે. કુટુંબીજનોમાં મહિલાઓના મતભેદોનો ઉકેલ આવશે. વિદ્યાર્થીઓને પ્રવાસ દ્વારા શૈક્ષણિક પ્રવૃત્તિઓ પૂર્ણ થતી જણાય.