સાપ્તાહિક ભવિષ્ય
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
તા. ૨૦-૧૦-૨૦૨૪ થી તા. ૨૬-૧૦-૨૦૨૪
ગ્રહગોચર: સૂર્યનારાયણ સમગ્ર સપ્તાહમાં તુલા રાશિમાં ભ્રમણ કરે છે. મંગળ મિથુનમાંથી કર્કમાં તા. ૨૦મીએ પ્રવેશે છે. બુધ તુલા રાશિમાં મધ્યમ ગતિએ માર્ગીભ્રમણ કરે છે. ગુરુ વૃષભ રાશિમાં વક્રી ભ્રમણ કરે છે. શુક્ર વૃશ્ર્ચિક રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. શનિ કુંભ રાશિમાં વક્રી ભ્રમણ કરે છે. રાહુ મીન રાશિમાં ભ્રમણ કરે છે. ચંદ્ર પ્રારંભે વૃષભમાં રહે છે. તા. ૨૧મીએ મિથુનમાં, તા. ૨૪મીએ કર્કમાં, તા. ૨૬મીએ સિંહ રાશિમાં પ્રવેશે છે.
મેષ (અ, લ, ઈ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારના તેજીના વેપારમાં કામકાજ માટે ગોચરગ્રહો શુભ જણાય છે. પરંતુ જન્મકુંડળીના આધારે પણ નિર્ણયો લેવા જરૂરી છે. નોકરીમાં પ્રગતિ જણાય. હસ્તગત કામકાજ પણ પરિવર્તિત થાય તેમ છે. તા. ૨૧, ૨૩, ૨૬ શુભ જણાય છે. કારોબારની નાણાંની આવક જળવાઈ રહેશે. મહિલાઓના કુટુંબીજનો સાથેના વિવાદોનો ઉકેલ આવે તેમ છે. વિદ્યાર્થીઓને સફળતાનો સુખદૃ અનુભવ થાય.
વૃષભ (બ, વ, ઉ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવું રોકાણ થઈ શકશે. જૂનાં રોકાણમાંથી પણ નફો મેળવી શકશો. નોકરી માટે તા. ૨૧, ૨૪, ૨૫ શુભ જણાય છે. કારોબારની નાણાઆવક જળવાઈ રહેશે. નવા નાણાઆવકના સાધનો મેળવશો. અર્થવ્યવસ્થા જાળવવાના પ્રયત્નો સફળ બની રહેશે. મહિલાઓના પડોશ સંબંધો વધુ સફળ બની રહેશે. વિદ્યાર્થીઓના સપ્તાહના નિત્ય અભ્યાસ જળવાઈ રહેશે.
મિથુન (ક, છ, ઘ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં આત્મવિશ્ર્વાસ અને આવડત અને અનુભવને પુષ્ટી પ્રાપ્ત થાય તેવું સપ્તાહનું ગોચરફળ છે. નોકરી માટે તા. ૨૨, ૨૫, ૨૬ સકારાત્મક પરિણામો દૃર્શાવે છે. કુટુંબના સભ્યો માટેના નિર્ણયો સરળતાથી લાવી શકશો. પરિવારના સભ્યોની નાણાઆવકની વૃદ્ધિ થશે. ગૃહિણીઓને સંતાનની શૈક્ષણિક જવાબદારીમાં સફળતા જણાશે. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં શિક્ષક અધિકારીનો સહયોગ પ્રાપ્ત થશે.
કર્ક (ડ, હ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા નાણાંરોકાણ માટેના નિર્ણયોનો અમલ થઈ શકશે. દૃૈનિક સાપ્તાહિક વેપાર સફળ બની રહેશે. તા. ૨૪, ૨૫, ૨૬ના નોકરીના કામકાજમાં યશ મેળવશો. નોકરીના સહકાર્યકરોનો સહયોગ પણ મેળવશો. સ્વતંત્ર કારોબારની નાણાઆવક જળવાઈ રહેશે તથા આર્થિક વ્યવહારો પણ સંપન્ન થશે. ગૃહિણીઓ પરિવાર માટે જરૂરી ચીજો પ્રાપ્ત કરી શકશે. વિદ્યાર્થીઓને સહઅધ્યાયીઓ દ્વારા મૂંઝવતા પ્રશ્ર્નોમાં ઉકેલ પ્રાપ્ત થાય.
સિંહ (મ, ટ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં લાંબા સમયનું નવું રોકાણ પણ શક્ય છે. નવીન કાર્યપદ્ધતિનું જ્ઞાન પણ મેળવી શકશો. નોકરીમાં પ્રસિદ્ધિ, યશ મેળવશો. જૂનાં અધૂરા કાર્યો પૂર્ણ કરી શકશો. વાહન, સગવડતાના સાધનો મેળવી શકશો. પ્રવાસ માટે સપ્તાહના ગોચરફળ શુભ છે. કારોબારની નાણાઆવકની વૃદ્ધિ થશે. મહિલાઓને કુટુંબમાં યશસ્વી અનુભવ થાય. વિદ્યાર્થીઓ સપ્તાહનો અભ્યાસ નિયમિતપણે જાળવી શકશે.
ક્ધયા (પ, ઠ, ણ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા રોકાણ તથા જૂનાં રોકાણમાં લે-વેંચના નિર્ણયોનો અમલ કરી શકશો. શેરબજારના કામકાજ માટે જરૂરી જ્ઞાન મેળવી શકશો. નોકરી માટે આ સપ્તાહના તા. ૨૦, ૨૧, ૨૪, ૨૬ શુભ જણાય છે. પરિવારમાં સંપ વધશે. પરિવારના સભ્યો કાર્યક્ષેત્રે યશસ્વી જણાઈ આવશે. મહિલાઓના ભાઈ-બહેનો સાથેના મતભેદોનો ઉકેલ આવશે. વિદ્યાર્થીઓ સપ્તાહના નિત્ય અભ્યાસમાં પૂર્ણપણે ધ્યાન આપી શકશે.
તુલા (ર, ત): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારના કામકાજમાં કાયદક્ષતા તથા અનુભવ અને જ્ઞાનને લીધે આત્મવિશ્ર્વાસ વધુ દઢ બનશે. દૈનિક સાપ્તાહિક વેપારમાંથી નાણાં મેળવી શકશો. પ્રવાસ દ્વારા નોકરીના કામકાજ પૂર્ણ થશે. તા. ૨૨, ૨૩, ૨૪ના કામકાજમાં સરળતા જણાશે. મહિલાઓને આ સપ્તાહમાં તીર્થયાત્રા, ધાર્મિક પ્રસંગના આયોજનોમાં સફળતા જણાશે. વિદ્યાર્થીઓના આ સપ્તાહમાં શૈક્ષણિક આયોજનો નિયમિતપણે જળવાઈ રહેશે. કુટુંબના સભ્યોનું પ્રોત્સાહન પણ મેળવી શકશો.
વૃશ્ર્ચિક (ન, ય): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારના તેજીના વેપારમાં સાવધાની દાખવવી જરૂરી છે. જન્મકુંડળીના આધારે વાયદાના વેપારના નિર્ણયો લેવા જરૂરી છે. નોકરી માટે તા. ૨૦, ૨૧, ૨૪, ૨૫, ૨૬ શુભ જણાય છે. વેપારમાં અર્થવ્યવસ્થા વધુ સક્ષમ બનશે. વેપારના મિત્રોમાં મતભેદો દૂર થશે. મહિલાઓને પરિવારમાં પ્રસંગોના આયોજનમાં એકવાક્યતાનો અનુભવ થશે. પડોશ મિત્રોનો સહયોગ પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓને નિત્ય અભ્યાસ માટે જરૂરી માર્ગદૃર્શન પ્રાપ્ત થતું જણાશે.
ધનુ (ભ, ધ, ફ, ઢ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા નાણારોકાણ માટે ગોચરફળ શુભ છે. અર્થવ્યવસ્થા જાળવવામાં સફળતા મેળવશો. પ્રવાસ માટેના નિર્ણયોનો અમલ થઈ શકશે. જૂનાં કોર્ટ પ્રશ્ર્નોનો ઉકેલ આવશે. મહિલાઓને કુટુંબના મતભેદોમાં ઉકેલ જણાશે. આરોગ્ય જળવાશે. વિદ્યાર્થીઓનો શૈક્ષણિક પ્રવાસ સફળ નીવડશે તથા શિક્ષકોના માર્ગદર્શન દ્વારા શૈક્ષણિક પ્રસંગોના આયોજનો પણ સફળતાથી પૂર્ણ કરી શકશો.
મકર (ખ.જ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારના લાંબા સમયના રોકાણના નિર્ણયનો અમલ તથા દૈનિક સાપ્તાહિક વેપાર સફળ નીવડશે. નોકરી માટે તા. ૨૨, ૨૩, ૨૫ શુભ જણાય છે. પ્રવાસના નિર્ણયો માટે પરિવારજનો ઉપયોગી થશે. જૂનાં ઉઘરાણીનાં નાણાંની આ સપ્તાહમાં વસૂલી થાય. મહિલાઓના પ્રાસંગિક જવાબદારીના કામકાજ સરળતાથી સંપન્ન થશે. વ્યક્તિગત કામકાજના નિર્ણયોમાં પતિનો સહયોગ મેળવશો. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં શૈક્ષણિક પ્રવાસ માટેની તક અનુકૂળ જણાશે.
કુંભ (ગ, શ, સ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં દૈનિક સાપ્તાહિક વેપારમાં અનુકૂળતા જણાશે. કામકાજ અર્થે પ્રવાસ માટે આ સપ્તાહ ગોચરફળ શુભ જણાય છે. જૂનાં ઉઘરાણીનાં નાણાંની વસૂલી પૂર્ણ થઈ શકશે. મિલકત, વાહનના નિર્ણયો લઈ શકશો. વેપારના કામકાજ વધશે. નાણાઆવક વધશે. મહિલાઓને આ સપ્તાહમાં નાણાંખર્ચ વિશે સાવધાની રાખવી જરૂરી જણાશે, પરંતુ જરૂરી ચીજો પ્રાપ્ત કરી શકશો. વિદ્યાર્થીઓનો અભ્યાસ નિયમિતપણે જળવાઈ રહેશે.
મીન (દ, ચ, ઝ, થ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવું નાણારોકાણ અને દૈનિક સાપ્તાહિક વેપાર સફળતાથી પૂર્ણ કરી શકશો. શેરબજારના કામકાજ માટે આત્મવિશ્ર્વાસ નિર્માણ થશે. તા. ૨૭, ૨૮, ૩૦ના કામકાજમાં સફળતા જણાશે. અર્થવ્યવસ્થાની પ્રવૃત્તિઓ સફળતાથી જળવાઈ રહેશે. પ્રવાસ દ્વારા કારોબારના કામકાજ પૂર્ણ કરી શકશો. નવા કારોબારનો પ્રારંભ શક્ય જણાય છે. મહિલાઓને પડોશ સંબંધોના વિવાદનો ઉકેલ જણાશે. વિદ્યાર્થીઓ આ સપ્તાહમાં ધાર્યા મુજબના અભ્યાસના સાધનો પ્રાપ્ત કરી શકશે.