ઉત્સવ

સાપ્તાહિક ભવિષ્ય

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

તા. ૨૨-૧૦-૨૦૨૩ થી તા. ૨૮-૧૦-૨૦૨૩

ગ્રહગોચર: સૂર્યનારાયણ આ સપ્તાહમાં તુલા રાશિમાં ભ્રમણ કરે છે. મંગળ તુલા રાશિમાં સમગતિએ માર્ગીભ્રમણ કરે છે. બુધ તુલા રાશિમાં મિશ્ર ગતિએ માર્ગીભ્રમણ કરે છે. ગુરુ મેષ રાશિમાં વક્રીભ્રમણ કરે છે. શુક્ર સિંહ રાશિમાં શીઘ્ર ગતિએ ભ્રમણ કરે છે. શનિ કુંભ રાશિમાં વક્રીભ્રમણ કરે છે. રાહુ મેષ રાશિમાં ભ્રમણ કરે છે. પ્રારંભે ચંદ્ર મકર રાશિમાં રહે છે. તા. ૨૪મીએ કુંભ રાશિમાં, તા. ૨૬મીએ મીન રાશિમાં, તા. ૨૮મીએ મેષ રાશિમાં પ્રવેશે છે.

મેષ (અ, લ, ઈ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં વાયદાના સાપ્તાહિક વેપારમાં સફળતા જણાય છે. નોકરીના કામકાજમાં પરિવર્તનો જણાય છે. નવી ભાગીદારી રચાઈ તેમ છે. મિત્રો, કારોબારમાં ઉપયોગી થશે. નાણાંની આવક જળવાશે. વેપાર વધશે. મહિલાઓ નવી નોકરીના પ્રારંભ માટે અપેક્ષિત તક પ્રાપ્ત કરશે. વિદ્યાર્થીઓ નવા અભ્યાસ માટે જરૂરી પ્રોત્સાહન પ્રાપ્ત કરશે.

વૃષભ (બ, વ, ઉ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં દૈનિક સાપ્તાહિક વેપાર લાભદાયી પુરવાર થશે. નોકરીમાં માન-મરતબો યશ પ્રાપ્ત કરશો. મિલકતના નિર્ણય લઈ શકશો. નાણાઆવક વધશે. નવા વેપારનો પ્રારંભ થાય. જૂના કોર્ટ પ્રશ્ર્નો હળવા થશે. મહિલાઓને કુટુંબમાં પ્રસંગોની જવાબદારીમાં સફળતા પ્રાપ્ત થતી જણાશે. વિદ્યાર્થીઓના આ સપ્તાહના અભ્યાસ સફળ થતાં જણાશે. અભ્યાસમાં એકાગ્રતા દાખવી શકશો.

મિથુન (ક, છ, ઘ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા નાણારોકાણ અને દૈનિક સાપ્તાહિક વેપાર અનુકૂળ રહેશે. નોકરીના સ્થળની બદલી શક્ય છે. ભાઈ-બહેનો સાથે નાણાવ્યવહાર તથા કારોબારનાં કામકાજ સફળ બની રહેશે. મિલકત, વાહન, કારોબારનાં જરૂરી સાધનોની પ્રાપ્તિ માટે સફળ નિણયો લઈ શકશો. મહિલાઓને કુટુંબના જવાબદારીના કામકાજમાં સંબંધીઓ ઉપયોગી થશે. વિદ્યાર્થીઓ અધ્યયનમાં નિયમિતતા અનુભવશે.

કર્ક (ડ, હ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવું નાણાંનું રોકાણ લાભદાયી પુરવાર થશે. નોકરીના હસ્ત કામકાજ વિશે દ્વિધા નિર્માણ થશે. મિલકત વાહન, કાર્યાલયો માટેના નિર્ણય લેવા માટે સપ્તાહના ગોચરફળ શુભ જણાય છે. કારોબારની નાણાઆવકની વૃદ્ધિ થશે. આર્થિક પ્રગતિ જળવાઈ રહેશે. મહિલાઓ પરિવાર માટે કિંમતી રાચરચીલું, સાધનો મેળવી શકશે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં નિયમિતતા દાખવી શકશે.

સિંહ (મ, ટ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં અપેક્ષા મુજબ નાણાંનું રોકાણ થઈ શકશે. નોકરીના કામકાજ પૂર્ણ કરવા માટે સફળ રહેશો. સાહસિકતાથી હસ્તગત કાર્યો સ્વતંત્રપણે પૂર્ણ કરી શકશો. મિત્રોમાં ગેરસમજણો દૂર થશે. વેપારના કામકાજ સફળ બની રહેશે. મિલકતના નિર્ણયો લઈ શકશો. મુસાફરી દ્વારા મહિલાઓ પરિવારના કામકાજ પૂર્ણ કરી શકશો. વિદ્યાર્થીઓના આ સપ્તાહના અભ્યાસના કામકાજ સફળ પુરવાર થશે.

ક્ધયા (પ, ઠ, ણ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવું નાણાંરોકાણ શક્ય જણાય છે. નોકરીની પ્રવૃત્તિઓ યશસ્વી બની રહેશે. પરિવર્તનો પણ ગોચરફળ દર્શાવે છે. નાણાંના ખર્ચ વિશે સતર્કતાની આવશ્યકતા જણાય છે. કુટુંબીજનોમાં નાણાવ્યવહાર સફળ બની રહેશે. વ્યાપાર વધશે. નાણાઆવકની અનુકૂળતા રહેશે. મહિલાઓને નવી નોકરીના પ્રારંભ માટે સફળતા પ્રાપ્ત થતી જણાશે. વિદ્યાર્થીઓ અધ્યયનમાં એકાગ્રતા દાખવી શકશે.

તુલા (ર, ત): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવીન કાર્યપદ્ધતિનું અનુસરણ થઈ શકશે. નોકરીમાં પરિવર્તનો શક્ય જણાય છે. નોકરીમાં અધિકારીનો સહયોગ મેળવશો. વેપારની ઉઘરાણીની આવક જળવાઈ રહેશે. નવા નાણાઆવકનાં સાધનો પણ મેળવી શકશો. મહિલાઓને પરસ્પર કૌટુંબિક સંબંધોને જાળવવા માટે સફળતા પ્રાપ્ત થતી જણાશે. વિદ્યાર્થીઓના દૈનિક અભ્યાસ આ સપ્તાહમાં નિયમિત બની રહેશે.

વૃશ્ર્ચિક (ન, ય): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા નાણારોકાણના નિર્ણયનો અમલ થઈ શકશે. નોકરીમાં સફળતા અને યશ મેળવશો. નોકરી વિશેના નિર્ણયો પણ સ્વતંત્રપણે લઈ શકશો. અકારણ નાણાખર્ચ ગોચરફળ દર્શાવતું હોઈ સતર્ક રહેવું જરૂરી છે. મિત્રો સાથેના નાણાવ્યવહાર સફળ પુરવાર થાય. ગૃહિણીઓના સંતાનના શૈક્ષણિક કામકાજ સફળ બનતા જણાય. વિદ્યાર્થીઓને શિક્ષણ અંગેનો પ્રવાસ સફળ બની રહેશે.

ધનુ (ભ, ધ, ફ, ઢ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં દૈનિક સાપ્તાહિક વેપાર, નવું નાણારોકાણ સફળ પુરવાર થશે. નોકરીના હસ્તગત કામકાજમાં પરિવર્તનો જણાય. નોકરી વિશેની મૂંઝવણો પણ દૂર થાય. કાર્યક્ષેત્રે સાહસિકતાથી નિર્ણયનો અમલ થઈ શકશે. નાણાઆવક વિશેના પ્રયત્નો સફળ બની રહેશે. મહિલાઓને કુટુંબીજનો સાથેના સંપર્કો જાળવવામાં સફળતા જણાશે. વિદ્યાર્થીઓ અભ્યાસ માટે અપેક્ષિત તક મેળવશો.

મકર (ખ.જ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં ધાર્યા મુજબનું નાણારોકાણ શક્ય જણાય છે. નવી નોકરીનો પ્રારંભ થશે. નાણાં ઉઘરાણીની વસૂલી સફળ રહેશે. વેપાર વધશે. સપ્તાહના કામકાજમાં વિશિષ્ટ સફળતા અપાવનારું ગોચરગ્રહફળ જણાય છે. મહિલાઓને નોકરીના ક્ષેત્રે યશસ્વી અનુભવો થાય. વિદ્યાર્થીઓ વાંચન અભ્યાસમાં નિયમિતતા દાખવી શકશે.

કુંભ (ગ, શ, સ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવાં નાણારોકાણ અને સાપ્તાહિક વેપાર લાભદાયી પુરવાર થશે. નોકરીમાં જૂનાં મતભેદો દૂર થશે. સહકાર્યકરોની મદદ પણ મેળવશો. કોર્ટ-કાનૂની સવાલો આ સપ્તાહમાં સંપન્ન થશે. કુટુંબના સભ્યો સાથેના નાણાવ્યવહાર પણ સંપન્ન થાય. મહિલાઓની પ્રાસંગિક જવાબદારીઓ પૂર્ણ થતી જણાશે. વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રવૃત્તિમાં યશ પ્રાપ્ત થાય.

મીન (દ, ચ, ઝ, થ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં અપેક્ષા મુજબ દૈનિક સાપ્તાહિક વેપાર લાભદાયી પુરવાર થશે. નોકરીમાં ઉપરી અધિકારીનો સહયોગ મેળવશો. નોકરીના કામકાજમાં પરિવર્તનો પણ જણાય છે. સહપરિવાર મુસાફરી સફળ બની રહેશે. નાણાંની આવક જળવાઈ રહેશે. મહિલાઓને પતિનો સહયોગ કાર્યક્ષેત્રે પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓને શિક્ષકની મદદ પ્રાપ્ત થશે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત