ઉત્સવરાશિફળસ્પેશિયલ ફિચર્સ

સાપ્તાહિક ભવિષ્ય

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

તા. ૨૨-૯-૨૦૨૪ થી તા.૨૮-૯-૨૦૨૪

ગ્રહગોચર: સૂર્યનારાયણ ક્ધયા રાશિમાં ભ્રમણ કરે છે. મંગળ મિથુનમાં સમગતિએ ભ્રમણ કરે છે. બુધ સિંહમાંથી ક્ધયા રાશિમાં તા. ૨૩મીએ પ્રવેશે છે. બુધ શીઘ્ર ગતિએ ભ્રમણ કરે છે. ગુરુ વૃષભ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. શુક્ર તુલા રાશિમાં શીઘ્ર ગતિએ ભ્રમણ કરે છે. વક્રી શનિ કુંભ રાશિમાં ભ્રમણ કરે છે. રાહુ મીનમાં, કેતુ ક્ધયા રાશિમાં ભ્રમણ કરે છે. પ્રારંભે ચંદ્ર વૃષભ રાશિમાં રહે છે. તા. ૨૪મીએ મિથુનમાં, તા. ૨૬મીએ કર્કમાં આવે છે.

મેષ (અ, લ, ઈ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારના તેજીના વેપારમાં સાવધાની રાખવી જરૂરી છે. નવા રોકાણ માટે ગોચરફળ શુભ નથી. નવી નોકરીનો પ્રારંભ થાય. નોકરી માટે તા. ૨૫, ૨૭, ૨૮ શુભ જણાય છે. સંતાન પરિવારના કારોબારમાં ઉપયોગી થશે. વેપારની પ્રવૃત્તિઓ સફળતાથી જળવાઈ રહેશે. અર્થવ્યવસ્થા વધુ મજબૂત બનશે. મહિલાઓ સહોદરો સાથેના મતભેદમાં ઉકેલ પ્રાપ્ત કરશે. વિદ્યાર્થીઓ નવા અભ્યાસનો પ્રારંભ કરી શકશે.

વૃષભ (બ, વ, ઉ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં દૈનિક સાપ્તાહિક વેપાર લાભદાયી થશે. નોકરીના કામકાજમાં યશ મેળવશો. કુટુંબમાં કારોબારની પ્રગતિ જળવાઈ રહેશે. નવા કામકાજનો પ્રારંભ શક્ય જણાય છે. વેપાર વધશે. નાણાં આવકની વૃદ્ધિ થશે. મહિલાઓના કારોબાર પ્રગતિસૂચક જણાય છે. આરોગ્ય જળવાશે. વિદ્યાર્થીઓને અધ્યયનમાં નિયમિતતા જાળવવામાં સફળતા જણાશે. શૈક્ષણિક પ્રવાસ સફળ બની રહેશે.

મિથુન (ક, છ, ઘ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા રોકાણ માટેના નિર્ણયનો અમલ કરી શકશો. નોકરીના કામકાજ અર્થે પ્રવાસ શક્ય છે. વેપારના મિત્રો ઉપયોગી થશે. નવા વેપાર, નવી આવકનાં સાધનો મેળવી શકશો. કુટુંબના સદસ્યોની પ્રગતિ જળવાશે. અર્થવ્યવસ્થા વધુ સક્ષમ બની રહેશે. મહિલાઓને તીર્થ પ્રવાસના આયોજન માટે સફળતા જણાશે. વિદ્યાર્થીઓનો અભ્યાસ નિયમિતપણે એકાગ્રતાથી જળવાઈ રહેશે.

કર્ક (ડ, હ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજાર માટે નવીન કાર્યપદ્ધતિ અપનાવી શકશો. નોકરીના અધિકારીનો સહયોગ મેળવશો. વાહન – સ્થાવર મિલકતનો નિર્ણય લઈ શકશો. કુટુંબમાં સભ્યો સાથેનો મતભેદ દૂર થશે. કાર્યક્ષેત્રની નાણાંની આવક જળવાઈ રહેશે. ભાઈ-બહેનો સાથેના મતભેદો દૂર થશે. વિદ્યાર્થીઓને અધ્યયન નિત્યપણે જાળવી રાખવામાં સફળતા જણાશે. શાળા-કોલેજના અભ્યાસમાં નિયમિત રહેશો.

સિંહ (મ, ટ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં ધાર્યા મુજબના નવા રોકાણ માટે સફળ રહેશો. નોકરીમાં ઉપરી અધિકારીનો સહયોગ મેળવશો. વેપાર, વાણિજય, હિસાબ-કિતાબ સફળ બની રહેશે. ભાગીદાર સાથેના વ્યવહારમાં સાવચેતી રાખવી જરૂરી છે. મુસાફરી દ્વારા કારોબારના કામકાજ પૂર્ણ કરી શકશો. મહિલાઓને નવી નોકરીના પ્રારંભમાં સફળતા જણાશે. વિદ્યાર્થીઓને અભ્યાસ માટે અનુકૂળ તકો પ્રાપ્ત થશે. અભ્યાસના જરૂરી સાધનો મેળવશો.

ક્ધયા (પ, ઠ, ણ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારના રોકાણમાંથી નાણાં મેળવી શકશો. નોકરીમાં માનવૃદ્ધિ-યશવૃદ્ધિ થશે. વેપારની આવક વધશે. નવા વેપારના કામકાજ થાય. ભાગીદાર સાથેનો મતભેદ દૂર થશે. નાણાંની આવક જળવાઈ રહેશે. નાણાં બચતના નિર્ણયોનો અમલ થઈ શકશે. મહિલાઓને કુટુંબમાં યશપ્રાપ્તિનો અનુભવ થાય. વિદ્યાર્થીઓના અધ્યયનનાં કાર્યો નિયમિત જળવાઈ રહેશે.

તુલા (ર, ત): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં અપેક્ષાનુસાર દૈનિક સાપ્તાહિક વેપાર લાભદાયી પુરવાર થશે. નોકરી માટે તા. ૨૪, ૨૫, ૨૮ શુભ જણાય છે. પરિવારજનોનો સહયોગ નિજી પ્રવૃત્તિમાં મેળવશો. વ્યક્તિગત મતભેદો કાર્યક્ષેત્રે દૂર થવાથી ઉત્સાહ અનુભવશો. નાણાં આવકની વૃદ્ધિ થશે. મહિલાઓને કુટુંબના વડીલોનો સહયોગ પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓને વાંચન-અભ્યાસ પૂર્ણ કરવામાં સફળતા જણાશે.

વૃશ્ર્ચિક (ન, ય): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજાર માટેનો નાણાં રોકાણનો નિર્ણય અમલમાં મૂકી શકશો. નોકરી માટે તા. ૨૨, ૨૩, ૨૮ શુભ જણાય છે. કારોબારમાં મિત્ર-મદદનીશ, ભાગીદાર મેળવશો. વેપારના કામકાજની વાટાઘાટો સફળ નીવડશે. જૂનાં ઉઘરાણીનાં નાણાંની વસૂલી થશે. કુટુંબના સભ્યો સાથેનો મહિલાઓનો જૂનો મતભેદ દૂર થશે. વિભાગીય પરીક્ષામાં વિદ્યાર્થીઓ સફળતા પ્રાપ્ત કરશે.

ધનુ (ભ, ધ, ફ, ઢ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં અપેક્ષામુજબ સાપ્તાહિક વેપાર સફળ રહેશે. નોકરી માટે તા. ૨૨, ૨૩, ૨૫, ૨૬ શુભ પુરવાર થશે. નોકરીના જૂનાં અપૂર્ણ કામો સરળતાથી પૂર્ણ કરી શકશો. કુટુંબીજનો પરિવારના કારોબારમાં ઉપયોગી થશે. અર્થવ્યવસ્થા જળવાઈ રહેશે. મહિલાઓને કાર્યક્ષેત્રે પરિવર્તનો લાવવામાં સફળતા જણાશે. વિદ્યાર્થીઓના નિત્ય અભ્યાસ સફળતાથી જળવાઈ રહેશે.

મકર (ખ.જ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા રોકાણ અને દૈનિક સાપ્તાહિક વેપારના કામકાજ સફળ બની રહેશે. નોકરીમાં તા. ૨૫, ૨૬, ૨૮ શુભ જણાય છે. નોકરીની જવાબદારીઓમાં પરિવર્તનો આવે તેમ છે. નવા કારોબારનો પ્રારંભ શક્ય જણાય છે. કુટુંબજીવનનો યશસ્વી અનુભવ થાય. કુટુંબના સભ્યોનો મહિલાઓને પ્રાસંગિક જવાબદારમાં સહયોગ પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓને નિર્ણયો લેવામાં આત્મવિશ્ર્વાસ ઉપયોગી બની રહેશે.

કુંભ (ગ, શ, સ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં ધાર્યા મુજબના વેપાર લાભદાયી બની રહેશે. નોકરી માટે તા. ૨૬, ૨૭, ૨૮ શુભ પુરવાર થશે. મિલકતના નિર્ણયો સફળ રહેશે. ખર્ચના સાધનો આવક કરતાં વધારે જણાશે. આવક જળવાઈ રહેશે. મહિલાઓ પરિવારના નિર્ણયો અને પ્રસંગોમાં સફળતા મેળવશે. વિદ્યાર્થીઓના દૈનિક અભ્યાસમાં વિલંબ આવે તેમ જણાય છે.

મીન (દ, ચ, ઝ, થ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજાર માટે નવા નાણાં રોકાણનો નિર્ણય અમલમાં લાવી શકશો. નવા નોકરીના કામકાજ સફળ રહેશે. તા. ૨૪, ૨૭, ૨૮, શુભ પુરવાર થશે. મિત્રો દ્વારા કારોબારમાં સફળ તકો મેળવશો. વિભાગીય પરીક્ષામાં સફળતા મેળવશો. વેપાર વધશે. મહિલાઓના કારોબારના કામકાજ અનુકૂળ બની રહેશે. વિદ્યાર્થીઓને કુટુંબીજનોનો સહયોગ શૈક્ષણિક પ્રવૃત્તિમાં પ્રાપ્ત થશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button