ઉત્સવરાશિફળસ્પેશિયલ ફિચર્સ

સાપ્તાહિક ભવિષ્ય

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

તા. ૧૫-૯-૨૦૨૪ થી તા.૨૧-૯-૨૦૨૪

ગ્રહગોચર: સૂર્યનારાયણ તા. ૧૬મીએ ક્ધયા રાશિમાં પ્રવેશે છે. મંગળ મિથુન રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. બુધ સિંહ રાશિમાં શીઘ્ર ગતિએ માર્ગીભ્રમણ કરે છે. ગુરુ વૃષભ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. શુક્ર તુલા રાશિમાં તા. ૧૮મીએ પ્રવેશે છે. શનિ-કુંભ રાશિમાં વક્રી ભ્રમણ કરે છે. રાહુ મીન રાશિમાં ભ્રમણ કરે છે. ચંદ્ર તા. ૧૬મીએ કુંભ રાશિમાં, તા. ૧૮મીએ મીન રાશિમાં, તા. ૨૦મીએ મેષ રાશિમાં પ્રવેશે છે.

મેષ (અ, લ, ઈ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં તેજીના વેપારમાં લાભ થશે. નોકરીમાં પ્રગતિ થાય. તા. ૧૬, ૨૦મીએ અનુકૂળ તકો મેળવશો. કુટુંબજીવનનો યશસ્વી અનુભવ થાય. કુટુંબીજનો સાથેના નાણાવ્યવહારમાં સફળતા મેળવશો. તા. ૧૭, ૧૯, ૨૦મીએ નવા કામકાજના નિર્ણયો લઈ શકશો. મહિલાઓ નવી નોકરીનો પ્રારંભ કરી શકશે. વિદ્યાર્થીઓને સપ્તાહના અભ્યાસના આયોજનોમાં સફળતા જણાશે.

વૃષભ (બ, વ, ઉ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવું નાણારોકાણ શક્ય છે. નોકરીના સ્થળની બદલી શક્ય છે. કારોબારના નાણાઆવકની વૃદ્ધિ થશે. આ સપ્તાહમાં વાહન-મિલકતની ખરીદી શક્ય જણાય છે. શેરબજારના કામકાજની નાણાઆવક વધશે. સંતાન કારોબારમાં સામેલ થશે. મહિલાઓનો પતિ સાથેનો મતભેદ દૂર થશે. વિદ્યાર્થીઓને શાળા-કોલેજના અભ્યાસમાં ઉત્સાહ જણાશે.

મિથુન (ક, છ, ઘ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં વાયદાના વેપારમાં લાભ થશે. નોકરીના કામકાજ સફળતાથી પૂર્ણ થઈ શકશે. સપ્તાહમાં મિલકત સંબંધિત કામકાજ શુભ પુરવાર થશે. કાર્યક્ષેત્રે એકાગ્રતા, એક વાક્યતા, કાર્યદક્ષતા ઈત્યાદિ શુભ પુરવાર થશે. કારખાના, ઉદ્યોગમાં નવા રોકાણ માટે જન્મકુંડળીના આધારે નિર્ણયો લેવા જરૂરી છે. મહિલાઓને પતિનો સહયોગ કાર્યક્ષેત્રે પ્રાપ્ત થશે. નાણાંવ્યવસ્થા જળવાઈ રહેશે. વિદ્યાર્થીઓને કુટુંબના સભ્યોનો સહયોગ પ્રાપ્ત થશે.

કર્ક (ડ, હ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં મિત્રો દ્વારા જરૂરી માર્ગદર્શન મેળવી શકશો. નોકરી માટે તા. ૧૫, ૧૬, ૨૦ના કામકાજમાં અનુકૂળતા જણાશે. નોકરીના અધિકારીનો સહયોગ મેળવશો. સ્થાવર મિલકત, શેરબજાર, વાહન સંબંધિત કામકાજ સફળ બની રહેશે. મહિલાઓને કાર્યક્ષેત્રે સફળતાનો અનુભવ થાય. વિદ્યાર્થીઓને રમતગમત ક્ષેત્રે અથવા અભ્યાસના કામકાજમાં સફળતા જણાશે.

સિંહ (મ, ટ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારના સલાહકારો તથા સહકાર્યકરો ઉપયોગી થશે. નોકરી માટે તા. ૧૫, ૧૬, ૧૭ શુભ જણાય છે. નોકરીના અધિકારીનો સહયોગ જળવાઈ રહેશે. નવા કામકાજનો પ્રારંભ થાય. ભાઈ-બહેનો સાથેનો નાણાવ્યવહાર પણ સફળ બની રહેશે. પ્રવાસ દ્વારા કારોબારના કામકાજ પણ સફળ બની રહેશે. મહિલાઓને કુટુંબના સભ્ય સાથેના વ્યવહારમાં સુખદ અનુભવ થશે. વિદ્યાર્થીઓને નવા અભ્યાસના પ્રારંભ માટે અનુકૂળતા જણાશે.

ક્ધયા (પ, ઠ, ણ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નિત્ય દૈનિક સાપ્તાહિક વેપાર લાભદાયી પુરવાર થશે. નોકરી માટે તા. ૧૭, ૧૮ શુભ જણાય છે. નોકરીના અધિકારીનો અપેક્ષિત સહયોગ જૂનાં કામકાજ પૂર્ણ કરવા માટે પ્રાપ્ત થાય. જૂના નાણાઉઘરાણીના નાણાં મેળવશો. નાણાઆવક જળવાઈ રહેશે. મિત્રોમાં મહિલાઓને યશ પ્રાપ્ત થાય. અનારોગ્યમાં ઝડપી સુધારો થશે. વિદ્યાર્થીઓને આ સપ્તાપ્તાહમાં કુટુંબના સદ્સ્યોનો પણ સહયોગ મળી રહેશે.

તુલા (ર, ત): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા રોકાણ માટેનો સફળ નિર્ણય લઈ શકશો. નોકરી માટે તા. ૧૮, ૧૯, ૨૦ શુભ પુરવાર થશે. વેપારમાં વાટાઘાટો સફળ નીવડશે. પ્રવાસ યશસ્વી બની રહેશે. ધાર્યા મુજબના નાણાંરોકાણના નિર્ણયનો અમલ પણ થઈ શકશે. કાર્યક્ષેત્રે વિવાદો ટાળવા જરૂરી છે. વેપારની તથા નોકરીની પ્રવૃત્તિઓમાં મહિલાઓને સફળતા જણાશે. વિદ્યાર્થીઓને અધ્યયન માટે જરૂરી સાધન-સામગ્રી પ્રાપ્ત થતી જણાશે.

વૃશ્ર્ચિક (ન, ય): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારના વાયદાના વેપારમાં સાવધાની દાખવવી જરૂરી છે. નોકરીમાં છુપા હરીફોની ઓળખ થાય. નોકરીની જવાબદારી પરત્વે બેદરકારી દાખવવી નહિ. કાર્યક્ષેત્રે ભાગીદારો, સહયોગીઓ ઉપયોગી થશે. નવા નાણાં આવકના સાધનો મેળવશો. વેપાર વધશે. મહિલાઓને પડોશ, મિત્રો સાથેના મતભેદમાં રાહત જણાશે. કાર્યક્ષેત્રે નાણાઆવક જળવાઈ રહેશે. વિદ્યાર્થીઓને નવા અભ્યાસ માટે જરૂરી મદદ પ્રાપ્ત થશે.

ધનુ (ભ, ધ, ફ, ઢ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારનું ધાર્યા મુજબનું કામકાજ લાભદાયી પુરવાર થશે. નોકરીમાં સહકાર્યકરો સહયોગી બનશે. કાર્યદક્ષતા અને નિપુણતાનો પૂર્ણપણે ઉપયોગ કરવા માટે ગોચરફળ શુભ જણાય છે. મિલકતની ખરીદી માટે જન્મકુંડળીના આધારે નિર્ણયો લેવા જરૂરી છે. તા. ૧૯મીએ મહિલાઓને પરિવારના વડીલથી સુખદ અનુભૂતિ થશે. વિદ્યાર્થીઓના અભ્યાસના કામકાજ નિયમિતપણે જળવાઈ રહેશે.

મકર (ખ.જ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજાર માટે આ સપ્તાહના અપેક્ષા મુજબના કામકાજ સફળ જણાશે. વેપારમાં રોકાણ, વેપારની વ્યવસ્થા, કામદારોનો અપેક્ષિત મદદનો અનુભવ ઈત્યાદિ માટે ગોચરફળ શુભ છે. કુટુંબના સભ્ય સાથેનો નાણાવ્યવહાસ પણ સંપન્ન થઈ શકશે. ગૃહિણીઓનો આ સપ્તાહનું તીર્થયાત્રાનું આયોજન સફળ બની રહેશે. પરસ્પર મતભેદો આ સપ્તાહમાં દૂર થશે. વિદ્યાર્થીઓ અભ્યાસ માટે પૂર્ણ લક્ષ્ય દાખવી શકશે.

કુંભ (ગ, શ, સ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં લાંબા સમયના રોકાણનો નિર્ણય અમલમાં મૂકી શકશો. નોકરી માટે તા. ૧૬, ૧૭, ૨૧ શુભ જણાય છે. વ્યવસ્થાશક્તિ, કાર્યદક્ષતા, નિર્ણયો લેવાની આવડત ઈત્યાદિ પૂર્ણપણે ઉપયોગી બની રહેશે. વેપાર વધશે. સરકારી અધિકારીઓ સાથેનો વ્યવહાર પણ સફળ બની રહેશે. મહિલાઓને આરોગ્ય જાળવણીમાં સફળતા જણાશે. વિદ્યાર્થીઓના આ સપ્તાહના નિર્ણયો એકંદરે શુભ પુરવાર થશે.

મીન (દ, ચ, ઝ, થ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારનાં જૂનાં રોકાણમાંથી નાણાં મેળવશો. નોકરી માટે તા. ૧૫, ૧૬, ૨૧ શુભ જણાય છે. આ સપ્તાહમાં નવા કામકાજનો પ્રારંભ થશે. નાણાં આવક જળવાઈ રહેશે. કુટુંબના સભ્યો સાથેનો મતભેદ દૂર થાય. મહિલાઓને કુટુંબ જીવનનો યશસ્વી અનુભવ થાય. વિદ્યાર્થીઓના અભ્યાસના કામકાજ નિત્ય સફળ પુરવાર થશે.

Show More

Related Articles

Back to top button
ભાદરવાની પૂર્ણિમા પર કરો આ કામ, ખુલી જશે ધનના માર્ગ આજે શ્રીહરિ બદલશે પાસું, આ ચાર રાશિના જાતકો માટે શરૂ થશે Golden Period… દેશમાં કાશ્મીરી મહિલાઓ આ બાબતમાં મોખરાના ક્રમે છે, શું છે વાત? 22 વર્ષ નાની એક્ટ્રેસ સાથે ફેમસ કોમેડિયને સેટ પર કરી આવી હરકત અને પછી જે થયું એ…