સાપ્તાહિક ભવિષ્ય
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
તા. ૧-૯-૨૦૨૪ થી તા. ૭-૯-૨૦૨૪
ગ્રહગોચર: સૂર્યનારાયણ સમગ્ર સપ્તાહમાં સિંહ રાશિમાં ભ્રમણ કરે છે. મંગળ મિથુનમાં સમ ગતિએ માર્ગીભ્રમણ કરે છે. બુધ કર્કમાંથી સિંહમાં તા. ૪થીએ માર્ગી ગતિએ સંક્રમણ કરે છે. ગુરુ વૃષભ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. શુક્ર ક્ધયા રાશિમાં શીઘ્ર ગતિએ ભ્રમણ કરે છે. વક્રી શનિ કુંભ રાશિમાં ભ્રમણ કરે છે. રાહુ મીન રાશિમાં ભ્રમણ કરે છે. ચંદ્ર પ્રારંભે તા. ૧લીએ કર્ક રાશિમાં, તા. ૪થીએ ક્ધયા રાશિમાં, તા. ૬ઠ્ઠીએ તુલા રાશિમાં સંક્રમણ કરે છે.
મેષ (અ, લ, ઈ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા રોકાણ અને દૈનિક સાપ્તાહિક વેપાર સફળ જણાશે. તા. ૫, ૬, ૭ નોકરીમાં યશસ્વી જણાશે. વાહન, મિલકતની ખરીદી શક્ય છે. કુટુંબના સભ્યો સાથેનો નાણાવ્યવહાર પણ સંપન્ન થશે. વેપારમાં મિત્રો પણ ઉપયોગી થશે. મહિલાઓને જીવનસાથીનો સહયોગ કાર્યક્ષેત્રે પ્રાપ્ત થશે. વિભાગીય પરીક્ષામાં વિદ્યાર્થીઓને સફળતા જણાશે. કિંમતી ચીજોની ખરીદી, અભ્યાસની જરૂરિયાતો આ સપ્તાહમાં પૂર્ણ થશે.
વૃષભ (બ, વ, ઉ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવું રોકાણ શક્ય છે. નોકરીમાં તા. ૨, ૩ સફળતાસૂચક છે. વ્યાપાર વધશે. કારોબારમાં નિયમિતતા જળવાશે. પ્રગતિ જળવાશે. કિંમતી ચીજો, રત્નો, સુવર્ણો આદિના કારોબારમાં યશ મેળવશો. નાણાઆવક વધશે. મહિલાઓ નવી નોકરીનો પ્રારંભ કરી શકશે. કુટુંબીજનો પ્રસંગોમાં ઉપયોગી થશે. વિદ્યાર્થીઓ અભ્યાસેત્તર પ્રવૃત્તિઓમાં પણ સફળતા મેળવી શકશે.
મિથુન (ક, છ, ઘ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવું નાણારોકાણ શક્ય છે. તા. ૩, ૪, ૫ નોકરીક્ષેત્રે યશસ્વી પુરવાર થશે. જાહેર જીવન, રાજકીય પ્રવૃત્તિઓમાં દક્ષતા, નિયમિતતા દાખવી શકશો.
નવા કારોબારનો પ્રારંભ પણ શક્ય છે. કાર્યક્ષેત્રે નાણાઆવક જળવાઈ રહેશે. ગૃહિણીઓને પરિવારજનોથી સુખદ અનુભવ થાય. કુટુંબના મતભેદોનો ઉકેલ લાવી શકશો. વિદ્યાર્થીઓને વાંચનમાં એકાગ્રતા જાળવવામાં સફળતા જણાશે.
કર્ક (ડ, હ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં અનુભવ, કાર્યદક્ષતા, માહિતીઓનો પૂર્ણપણે ઉપયોગ કરી વેપાર અને રોકાણ સફળ બનાવી શકશો. નોકરીમાં તા. ૪, ૬, ૭ શુભ જણાય છે. મિલકતના લે-વેંચના કામકાજ સફળ પુરવાર થશે. વાહન, યંત્ર કાર્યક્ષેત્રનાં સાધનો, જમીન ઈત્યાદિનો નિર્ણય લઈ શકશો. મહિલાઓને પરિવારજનો, સહોદરોથી સુખદ અનુભવ થાય. વિદ્યાર્થીઓ વાંચનમાં નિયમિતતા દાખવી શકશે.
સિંહ (મ, ટ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં ગેરદોરવણી શક્ય હોય સાવધાની દાખવવી જરૂરી છે. ગોચરગ્રહફળ વાયદાના વેપારમાં સાવધાની સૂચવે છે. નોકરી માટે તા. ૫, ૭ શુભ જણાય છે. પ્રવાસમાં યશ મેળવશો. પ્રવાસ દ્વારા કારોબારના વિકાસના કામકાજ સંપન્ન થઈ શકશે. ગૃહિણીઓને સંતાનની અભ્યાસની જવાબદારીમાં સફળતા જણાશે. વિદ્યાર્થીઓના આ સપ્તાહના અધ્યયનના નિર્ણયો સાનુકૂળ બની રહેશે. કુટુંબમાં મહિલાઓને એકવાક્યતા જાળવવામાં સફળતા જણાશે. વ્યવહારુપણે મતભેદોનો ઉકેલ લાવી શકશો.
ક્ધયા (પ, ઠ, ણ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવું રોકાણ શક્ય છે તથા વેપારથી પણ લાભ થશે. તા. ૫, ૬, ૭ નોકરીની પ્રવૃત્તિઓમાં સફળતા દર્શાવે છે. નવા કારોબારનો પ્રારંભ શક્ય જણાય છે. ભાગીદાર સાથેનો મતભેદ દૂર થશે. વેપાર વાણિજ્યને પૂર્ણપણે જાળવી શકશો. માંગલિક પ્રસંગોમાં મહિલાઓને સફળતા જણાશે. નોકરી ક્ષેત્રે મહિલાઓ પણ ધ્યાન આપી શકશે. વિદ્યાર્થીઓને પ્રવાસ દ્વારા શૈક્ષણિક કામકાજ સંપન્ન થતાં જણાશે.
તુલા (ર, ત): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવું નાણારોકાણ તથા દૈનિક સાપ્તાહિક વેપાર સફળ જણાશે. નોકરીમાં તા. ૨, ૩, ૪ શુભ પુરવાર થશે. વ્યાપાર દ્વારા નાણાંની આવક જળવાઈ રહેશે. નવા કામકાજનો પ્રારંભ શક્ય જણાય છે. કુટુંબના સભ્યનો સુખદ અનુભવ થાય. કુટુંબીજનો કાર્યક્ષેત્રે પ્રોત્સાહક બની રહેશે. મિત્રોમાં મહિલાઓને યશસ્વી અનુભવ થાય. પડોશ સંબંધો સુખદ બની રહેશે. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં નવા અભ્યાસ માટે સાનુકૂળતા જણાશે.
વૃશ્ર્ચિક (ન, ય): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારના વાયદાના વેપારમાં સાવધાની રાખવી જરૂરી છે. નોકરી માટે તા. ૩, ૪, ૫ શુભ પુરવાર થશે. મિલકતના નિર્ણયો ઉતાવળે લેવા નહિ. ભાગીદાર કારોબારમાં ઉપયોગી થશે. જન્મકુંડળીના આધારે વાહનની ખરીદીનો નિર્ણય લેવો જરૂરી છે. પ્રવાસ દ્વારા મહિલાઓના કૌટુંબિક જવાબદારીના કામકાજ સંપન્ન થશે. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં અધ્યયનમાં નિયમિતતા જાળવવા અનુકૂળતા જણાશે.
ધનુ (ભ, ધ, ફ, ઢ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં જરૂરી માર્ગદર્શન સમયાનુસાર મેળવી શકશો. દૈનિક સાપ્તાહિક વેપાર સફળ બની રહેશે. નોકરીમાં તા. ૪, ૫, ૬ શુભ પુરવાર થશે. વેપારના, વેચાણના નિર્ણયો સફળ બની રહેશે. કુટુંબમાં આર્થિક વ્યવહારો સંપન્ન થશે. મિલકતના નિર્ણયો જન્મકુંડળીના આધારે લેવા જરૂરી છે. નાણાંનાં વચનો, નાણાંનાં જોખમો ટાળવાં જરૂરી છે. મહિલાઓને સંતાનનો સહયોગ પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓના અભ્યાસના નિર્ણયો સફળ બની રહેશે.
મકર (ખ.જ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવું રોકાણ અને દૈનિક સાપ્તાહિક વેપાર સફળ પુરવાર થશે. નોકરી માટે તા. ૨, ૩, ૭ શુભ પુરવાર થશે. વેપાર વધશે. નાણાઆવકની વૃદ્ધિ થશે. નવો કારોબાર પણ પ્રારંભી શકશો. વિદ્યાર્થીઓના નિત્ય અભ્યાસ સફળ બની રહેશે.વિદ્યાર્થીઓના આ સપ્તાહના અભ્યાસના કામકાજ સફળ પુરવાર થશે. ઉચ્ચ પરીક્ષામાં સફળતા મેળવશો.
કુંભ (ગ, શ, સ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા કારોબાર, નવી કાર્યપદ્ધતિ અપનાવી શકશો. નોકરી માટે તા. ૨, ૩, ૪ અનુકૂળ જણાય છે. નોકરીના સહકાર્યકરોનો સહયોગ મેળવી શકશો. મિલકત, વાહન, યંત્ર ઈત્યાદિના નિર્ણયો સફળતાથી લઈ શકશો. નાણાઆવક જળવાઈ રહેશે. મહિલાઓને આ સપ્તાહમાં પડોશ સંબંધો ઉપયોગી થશે. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં સહઅધ્યાયીઓ, મિત્રોનો અપેક્ષિત સહયોગ પ્રાપ્ત થશે.
મીન (દ, ચ, ઝ, થ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા નાણારોકાણ તથા દૈનિક સાપ્તાહિક વેપાર સફળ બની રહેશે. તા. ૩, ૪, ૬ના નિર્ણયો નોકરીમાં સફળ બની રહેશે. ઉપરી અધિકારીનો સહયોગ મેળવશો. કાર્યક્ષેત્રે પ્રસિદ્ધિ મેળવશો. હસ્તગત કામકાજ સફળતાથી પૂર્ણ કરી શકશો. મહિલાઓને સ્વજનોનો સુખદ અનુભવ થાય. આરોગ્ય જળવાશે. વિદ્યાર્થીઓને નવા અભ્યાસની સફળ તકો પ્રાપ્ત થતી જણાશે.