ઉત્સવરાશિફળસ્પેશિયલ ફિચર્સ

સાપ્તાહિક ભવિષ્ય

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

તા. ૨૫-૮-૨૦૨૪ થી તા. ૩૧-૮-૨૦૨૪

ગ્રહગોચર: સૂર્યનારાયણ આ સમગ્ર સપ્તાહમાં સિંહ રાશિમાં ભ્રમણ કરે છે. મંગળ તા. ૨૬મીએ વૃષભમાંથી મિથુનમાં પ્રવેશે છે. વક્રી બુધ કર્ક રાશિમાં તા. ૨૮મીએ સ્તંભી થઈ માર્ગી થાય છે. બુધ મિશ્ર ગતિએ ભ્રમણ કરે છે. ગુરુ વૃષભ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. શુક્ર ક્ધયા રાશિમાં શીઘ્ર ગતિએ ભ્રમણ કરે છે. કુંભ રાશિમાં શનિ વક્રી ગતિએ ભ્રમણ કરે છે. રાહુ મીન રાશિમાં ભ્રમણ કરે છે. ચંદ્ર પ્રારંભે મેષમાંથી વૃષભમાં પ્રવેશે છે. તા. ૨૮મીએ મિથુનમાં, તા. ૩૦મીએ કર્કમાં પ્રવેશે છે.

મેષ (અ, લ, ઈ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં જૂનાં રોકાણમાંથી નાણાં મેળવશો. નોકરીમાં તા. ૨૯, ૩૦ શુભ જણાય છે. આ સપ્તાહમાં નવા કારોબારનો પ્રારંભ થાય તેમ છે. નાણાં રોકાણ શક્ય જણાય છે. લાંબા અંતરના પ્રવાસ દ્વારા નોકરીના કામકાજ સંપન્ન થશે. વેપાર વધશે. મહિલાઓની કાર્યક્ષેત્રે નાણાંની આવક જળવાશે. મહિલાઓને નોકરીમાં યશસ્વી અનુભવ થશે. વિદ્યાર્થીઓને કુટુંબના સભ્યોનો સહયોગ પ્રાપ્ત થશે.

વૃષભ (બ, વ, ઉ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવું નાણાંરોકાણ અને દૈનિક સાપ્તાહિક વેપાર સફળ બની રહેશે. નોકરી માટે તા. ૨૬, ૨૭, ૩૧ શુભ પુરવાર થશે. કારોબારની જૂની ઉઘરાણીની વસૂલી સફળ બની રહેશે. કુટુંબના સભ્યો સાથેનો નાણાં વ્યવહાર પણ આ સપ્તાહમાં સંપન્ન થશે. મહિલાઓને નોકરીમાં પરિશ્રમ જણાશે. કારોબારની આવક જળવાશે. વિદ્યાર્થીઓના અભ્યાસ સફળ બની રહેશે. નિયમિતતા જાળવી શકશો.

મિથુન (ક, છ, ઘ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવું નાણાં રોકાણ તથા વાયદાના વેપાર પણ સફળ બની રહેશે. નોકરી માટે તા. ૨૫, ૨૬, ૨૯ શુભ પુરવાર થશે. કારોબારમાં પ્રગતિ થાય. નાણાં આવક જળવાશે. જીવનસાથીનો સહયોગ કાર્યક્ષેત્રે મેળવશો. ભાગીદાર સાથેનો મતભેદ પણ દૂર થશે. મહિલાઓના સહપરિવાર પ્રવાસ સફળ બની રહેશે. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં કુટુંબજીવનનો યશસ્વી અનુભવ થાય. મુસાફરી દ્વારા શૈક્ષણિક કામકાજ પણ સંપન્ન થશે.

કર્ક (ડ, હ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા નાણાં રોકાણ અને દૈનિક સાપ્તાહિક વેપાર સફળ પુરવાર થશે. નોકરીના તા. ૨૬, ૨૭ના કામકાજ શુભ પુરવાર થશે. પ્રવાસમાં ઓળખાણો મિત્રતા વગેરે સુખદ બની રહેશે. નવા વેપારના સંબંધો નિર્માણ થશે. નાણા ંવ્યવસ્થા જાળવી શકશો. મહિલાઓને પતિનો સહયોગ નિજી પ્રવૃત્તિઓમાં પ્રાપ્ત થતો જણાશે. વિદ્યાર્થીઓના અભ્યાસના નિર્ણયો શુભ પુરવાર થશે. વિદ્યાર્થીઓ શૈક્ષણિક જવાબદારી સફળતાથી પૂર્ણ કરી શકશે.

સિંહ (મ, ટ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવું નાણાં રોકાણ, દૈનિક સાપ્તાહિક વેપાર સફળ બની રહેશે. તા. ૨૬, ૨૭, સફળતા દર્શાવે છે. નોકરીમાં ઉપરી અધિકારીનો સહયોગ મેળવશો. ભાગીદાર સાથેનો મતભેદ દૂર થશે. પ્રવાસ દ્વારા ઉઘરાણીના નાણાંની વસૂલી શક્ય જણાય છે. ગૃહિણીઓને સંતાનની જવાબદારીમાં રાહત જણાશે. વિદ્યાર્થીઓ નવું અપેક્ષિત વાંચન સાહિત્ય મેળવી શકશે.

ક્ધયા (પ, ઠ, ણ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા વેપારની તકો મેળવશો. નોકરીમાં તા. ૨૮, ૨૯, ૩૦ સફળ પુરવાર થશે. નોકરીના સહકાર્યકરોનો સહયોગ મેળવી શકશો. નવા કારોબારનો પ્રારંભ થઈ શકશે. સપ્તાહમાં નાણાં વ્યવહાર માટે સાવધાની દાખવવી જરૂરી છે. લાંબા અંતરનો પ્રવાસ સફળ રહેશે. મહિલાઓ ધાર્મિક પ્રવૃત્તિઓ, તીર્થપ્રવાસો સફળતાથી પૂર્ણ કરી શકશે.વિભાગીય પરીક્ષામાં વિદ્યાર્થીઓને સફળતા જણાશે.

તુલા (ર, ત): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા રોકાણની તકો મેળવશો. નોકરી માટે તા. ૨૯, ૩૦, ૩૧ શુભ પુરવાર થશે. નોકરીમાં છુપા હરીફોની ઓળખ થશે. વ્યક્તિગત મૂંઝવણો દૂર થશે. કારોબારની નાણાં આવક વિશેની મૂંઝવણ આ સપ્તાહમાં દૂર થશે. મહિલાઓના આ સપ્તાહના કુટુંબીજનો સાથેના મતભેદો દૂર થશે. કિંમતી ચીજોની ખરીદી સફળતાથી થઈ શકશે. વિદ્યાર્થીઓના આ સપ્તાહના નિર્ણયો સફળ બની રહેશે. અધ્યયનમાં આત્મવિશ્ર્વાસ અનુભવશો.

વૃશ્ર્ચિક (ન, ય): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં જરૂરી માર્ગદર્શન મેળવી શકશો. તા. ૨૬, ૨૭, ૩૧ નોકરીના ક્ષેત્રે યશસ્વી પુરવાર થશે. નોકરીના હસ્તગત કાર્યો સમયસર પૂર્ણ કરી શકશો. કિંમતી ચીજો, મિલકત વાહનની ખરીદીમાં સાવધાની દાખવવી જરૂરી છે. અર્થવ્યવસ્થા જાળવવામાં સફળ રહેશો. પ્રવાસ, પર્યટન ઈત્યાદિ મહિલાઓને સરળ જણાશે. સહપરિવાર પ્રવાસ પણ માણી શકશો. વિદ્યાર્થીઓના અધ્યયન કાર્ય નિયમિતપણે જળવાઈ રહેશે.

ધનુ (ભ, ધ, ફ, ઢ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં અપેક્ષાનુસાર દૈનિક સાપ્તાહિક વેપાર લાભદાયી પુરવાર થશે. તા. ૨૬, ૨૭, ૨૮ના નોકરીના કામકાજ સફળ બની રહેશે તથા સપ્તાહમાં નવી નોકરીનો પ્રારંભ પણ શક્ય જણાય છે. નોકરીની જવાબદારીઓ પૂર્ણ કરવામાં સફળ રહેશો. કિંમતી ચીજોની ખરીદી માટે જન્મકુંડળીના આધારે નિર્ણયો લેવા જરૂરી છે. મહિલાઓને નવી નોકરીમાં સફળતા જણાશે. નવી નોકરીમાં સહકાર્યકરોનો સહયોગ મેળવશો. વિદ્યાર્થીઓ સાહસિકપણે અભ્યાસની જવાબદારી સફળતાથી પૂર્ણ કરી શકશે.

મકર (ખ.જ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા કારોબારમાં તથા નવી કાર્યપદ્ધતિમાં સફળતા મેળવશો. તા. ૨૬, ૨૭, ૨૮ના નોકરીના નિર્ણયો અનુકૂળ બની રહેશે. નોકરી અર્થે પ્રવાસ પણ શક્ય છે. કામકાજમાં જરૂરી સાધનો, મિલકતનો સફળ નિર્ણય લઈ શકશો. નાણાં આવક વધશે. ગૃહિણીઓને સંતાનના શૈક્ષણિક જવાબદારીના કામકાજમાં અનુકૂળતા જણાશે. વિદ્યાર્થીઓ આ સપ્તાહમાં નવા અભ્યાસનો પ્રારંભ કરી શકશે.

કુંભ (ગ, શ, સ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારનું અપેક્ષાનુસાર સફળ કામકાજ બની રહેશે. નોકરીમાં તા. ૨૬, ૨૭, ૨૯, ૩૦ શુભ પુરવાર થશે. નોકરીના કામકાજમાં આત્મવિશ્ર્વાસ દઢ બનશે. નવી જવાબદારીઓ પણ મેળવી શકશો. વ્યક્તિગત મૂંઝવણો દૂર થશે. વેપારમાં મિત્રો, ભાગીદાર સાથેના મતભેદોનો ઉકેલ આવશે. ગૃહિણીઓને પડોશ મિત્રોનો સહયોગ પ્રાપ્ત થતો જણાશે. વિદ્યાર્થીઓનો અભ્યાસ પ્રગતિ સૂચક જણાય છે.

મીન (દ, ચ, ઝ, થ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં મિત્રોનું જરૂરી અપેક્ષિત માર્ગદર્શન મેળવશો. નોકરી માટે તા. ૨૬, ૨૭ શુભ પુરવાર થશે. નોકરીના સહકાર્યકરો ઉપયોગી થશે. વેપાર વધશે. કાર્યક્ષેત્રની નાણાં આવક જળવાઈ રહેશે. સરકાર, કોર્પોરેટ કંપની સાથેનો વ્યવહાર સફળ બની રહેશે. મહિલાઓના આ સપ્તાહના સંબંધીઓ સાથેના મતભેદો દૂર થશે. વ્યવહારુપણે વિરોધાભાસનો ઉકેલ લાવી શકશો. વિદ્યાર્થીઓ નબળા વિષયમાં અપેક્ષિત માર્ગદર્શન મેળવી શકશે.

Show More

Related Articles

Back to top button
તમારા છોટુની હાઈટ વધારવી છે? ઘરમાં થાય છે સાસુ-વહુના ઝઘડા? રસોડામાંથી તાત્કાલિક દૂર કરો આ વસ્તુઓ… આ શું થયું એફિલ ટાવર, તાજમહેલ અને લંડનના બ્રિજને? ફોટો જોશો તો… Medicineને કહો Bye Bye, આ નેચરલ વસ્તુઓથી ઘટાડો ડાયાબિટીસ…