ઉત્સવરાશિફળસ્પેશિયલ ફિચર્સ

સાપ્તાહિક ભવિષ્ય

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

તા. ૪-૮-૨૦૨૪ થી તા. ૧૦-૮-૨૦૨૪

ગ્રહ ગોચર : સૂર્ય નારાયણ આ સપ્તાહમાં કર્ક રાશિમાં ભ્રમણ કરે છે. મંગળ વૃષભ રાશિમાં માર્ગી ભ્રમણ કરે છે. બુધ સિંહ રાશિમાં મિશ્ર ગતિએ ભ્રમણ કરે છે. તા. ૫થી બુધ વક્રી થાય છે. ગુરુ વૃષભ રાશિમાં માર્ગી ભ્રમણ કરે છે. શુક્ર સિંહ રાશિમાં સ્થિર ગતિએ ભ્રમણ કરે છે. શનિ કુંભ રાશિમાં વક્રી ગતિએ ભ્રમણ કરે છે. રાહુ મીન રાશિમાં ભ્રમણ કરે છ. ચંદ્ર પ્રારંભ કર્ક રાશિમાં રહે છે. તા. ૫મીએ સિંહ રાશિમાં, તા. ૮મીએ ક્ધયા રાશિમાં, તા. ૧૦મીએ તુલા રાશિમાં ભ્રમણ કરે છે.

મેષ (અ.લ.ઇ.): શૅરબજારમાં નવા રોકાણ માટે ગોચરફળ શુભ છે. નોકરીનાં કામકાજ તા. ૮,૯,૧૦ના રોજ સંપન્ન થશે. કારોબારની નાણાં આવકની વૃદ્ધિ થશે. નાણાં બચતનાં નિર્ણયો સફળ બની રહેશે. પ્રવાસ દ્વારા મહિલાઓમાં પરિવારનાં કામકાજ પૂર્ણ થશે. પજ્ઞેશ સંબંધોની જૂની વિવાદની બાબતોનો ઉકેલ આવશે. વિદ્યાર્થીઓ અધ્યયનમાં ધ્યાન પૂર્ણ પણે દાખવી શકશે.

વૃષભ (બ.વ.ઉ): શૅરબજાર માટેનાં નિર્ણયો શુભ પુરવાર થશે. પરિવારનાં સભ્યોનો સહયોગ નોકરીની જવાબદારીઓમાં પ્રાપ્ત કરશો. નોકરીનાં કઠીન પ્રશ્ર્નોમાં સફળતા પ્રાપ્ત કરશો. જૂના લેણાની રકમની વસૂલી શકય છે. વ્યાપારનાં મિત્રો સાથેની વાટાઘાટો સફળ નીવડશે. મિત્રોમાં – પડોશમાં મહિલાઓને માન પાન પ્રસિદ્ધિ પ્રાપ્ત થતી જણાશે. વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રવાસની સરળતા સફળતા જણાશે.

મિથનુ (ક.છ.ધ) : શૅરબજારમાં નવાં રોકાણ તથા દૈનિક સાપ્તાહિક વેપારમાં સાવધાની દાખવવી જરૂરી છે. નોકરીનાં કામકાજ અર્થે પ્રવાસ સફળ નીવડશે. મિત્રોમાં યશ મેળવશો. કારોબારનાં મિત્રો સાથેની આર્થિક વાટાઘાટો સફળ પુરવાર થશે. જૂનાં લેણાની રકમની વસૂલી થઇ શકશે. મહિલાઓને પરિવારનાં પ્રસંગોમાં સદસ્યોનો સહયોગ પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓને અધ્યયનમાં નિયમિતતા જણાશે.

કર્ક (ડ.હ.): શૅરબજારનાં દૈનિક સાપ્તાહિક વેપાર લાભદાયી સફળ બની રહેશે. કાર્યક્ષેત્રે વધુ સફળતા હાંસલ કરશો. કુટુંબના સદસ્યો સાથેનો આર્થિક વ્યવહાર સફળ બની રહેશે. સપ્તાહનાં પરિવારનાં સભ્યો સાથે પ્રવાસ સફળ રહેશે. મહિલાઓને પડોશ સંબંધના વિવાદોનો ઉકેલ પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓ અભ્યાસમાં સફ્ળતા અનુભવશે. તથા અભ્યાસ માટે જરૂરી સાધનો પ્રાપ્ત કરશો.

સિંહ (મ.ટ.): શૅરબજારમાં નવીન કાર્યપદ્ધતિ, નવીન વિષયનું જ્ઞાન મેળવી શકશો. નોકરી માટે તા. ૬,૭નાં નિર્ણયો સફળ પુરવાર થશે. કુટુંબના સદસ્યો સાથેનો નાણાં વ્યવહાર સંપન્ન થશે. ભાગીદાર સાથેનાં વિવાદનો ઉકેલ આવશે. મહિલાઓ કિંમતી ચીજવસ્તુની ખરીદીનાં નિર્ણયનો અમલ કરી શકશે. આરોગ્ય જળવાશે. વિદ્યાર્થીઓને અભ્યાસનાં કામકાજ માટે સાનુકૂળતાઓ જણાશે.

ક્ધયા (પ.ઠ.ણ) : શૅરબજારમાં દૈનિક, સાપ્તાહિક વેપારનાં સફળ કામકાજ થઇ શકશે. નોકરીમાં તા. ૪,૫,૮નાં રોજ સફળતા જણાય છે. કાર્યક્ષેત્રે આત્મવિશ્ર્વાસ દૃઢ બનશે. વ્યાપારમાં, નીજી કારોબારમાં આવકની વૃદ્ધિ થશે. કુટુંબજીવનનો યશસ્વી અનુભવ મહિલાઓને સહજ બનતો જણાશે. પરિવારનાં સંબંધો વધુ સંપયુક્ત બનશે. વિદ્યાર્થીઓને અધ્યયનમાં સફળતા જણાશે.

તુલા (ર.ત.): શૅરબજારમાં દૈનિક, સાપ્તાહિક વેપાર તથા વાયદાના વેપાર માટે ગોચર ગ્રહ ફળ અનુકૂળ નથી. નોકરીના મહત્ત્વનાં નિર્ણયો લઇ શકશો. ભાગીદારીના મતભેદોમાં સપ્તાહમાં ઉકેલ પ્રાપ્ત કરશો. વારસાગત મિલકતના પ્રશ્ર્નોનો ઉકેલ આવશે. નાણાં વ્યવસ્થા સાનુકૂળ બની રહેશે. મહિલાઓને સંતાનની જવાબદારી સરળતાથી સંપન્ન થતી જણાશે.વિદ્યાર્થીઓનાં અધ્યયનનાં નિત્ય કામકાજ સફળ થતા જણાશે.

વૃશ્ર્ચિક (ન.ય.): શૅરબજારનાં નવાં રોકાણ માટે સાનુકૂળ નિર્ણયો લઇ શકશો. તા. ૬,૭,૯નાં નોકરીનાં નિર્ણયો સાનુકૂળ બનતા જણાશે. વેપારનાં કામકાજમાં પ્રગતિ થશે. કારોબારની નાણાં આવકની વૃદ્ધિ થશે. કારોબારમાં મિત્રોની વૃદ્ધિ થશે. મહિલાઓની નોકરી ક્ષેત્રે વ્યક્તિગત મૂંઝવણો દૂર થશે. વિદ્યાર્થીઓનો શૈક્ષણિક પ્રવાસ સફળ નીવડશે.

ધનુ (ભ.ધ.ફ.ઢ.) : શૅરબજારનાં દૈનિક, સાપ્તાહિક વેપાર સફળ બની રહેશે નોકરીમાં તા. ૬,૭,૮ના નિર્ણયો લાભદાયી બની રહેશે. ભાઇ-બહેનો સાથેનો વિવાદ હળવો બનશે. પરિવારનાં સદસ્યો સાથેનો નાણાં વ્યવહાર અનુકૂળ બની રહેશે. સપ્તાહની અર્થવ્યવસ્થામાં સફળ નિર્ણયો લઇ શકશો. મહિલાઓને પરિવારનાં સભ્યો સાથેના વ્યવહારમાં અનુકૂળતા જણાશે. વિદ્યાર્થીઓનાં નવાં અભ્યાસનાં નિર્ણયો સફળ બનતા જણાશે. વાંચન, અધ્યયનમાં એકાગ્રતા, નિયમિતતા જળવાશે.

મકર (ખ.જ.): સપ્તાહમાં શૅરબજારનાં રોકાણ અને વેપારનાં કામકાજમાં સફળતા મેળવશો. …… પોર્ટફોલિયો બનાવવા માટે ગોચર ગ્રહ ફળ શુભ છે. નોકરીમાં સ્થાન બદલી થાય. પ્રવાસ દ્વારા નોકરીનાં કામકાજ પણ સંપન્ન થઇ શકે તેમ છે. તા. ૪,૫,૧૦ ધાર્યા મુજબની સફળતા દર્શાવે છે. પરિવારમાં પ્રસંગો અને અન્ય જવાબદારીમાં મહિલાઓને સફળતા પ્રાપ્ત થતી જણાશે. વિદ્યાર્થીઓને કુટુંબના સદસ્યોનો સહયોગ પ્રાપ્ત થતો જણાશે.

કુંભ (ગ. સ. શ.): સપ્તાહમાં શૅરબજારના કામકાજમાં ધાર્યા મુજબનાં પરિવર્તનો લાવી શકશો. નોકરીનાં અધિકારીનો સહયોગ મેળવશો. તા. ૪,૫,૭ નોકરીમાં પ્રગતિ સૂચક જણાય છે. સપ્તાહમાં મિલકતનાં નિર્ણયો લઇ શકશો. વાહન, સ્થાવર, મિલકત માટેનાં કામકાજ પ્રગતિ સૂચક રહેશે. મહિલાઓને પતિનો સહયોગ નીજી કામકાજમાં પ્રાપ્ત થતો જણાશે. વિદ્યાર્થીઓને માટે સપ્તાહનો અધ્યયનો સમય શુભ પુરવાર થતો જણાશે.

મીન (દ.ચ.ઝ.થ): સપ્તાહમાં શૅરબજારનાં વાયદાનાં વેપારમાં સફળતા મેળવશો. નોકરીમાં સહકાર્યકરો ઉપયોગી થતા જણાશે. પ્રવાસ દ્વારા કારોબારમાં કામકાજ સંપન્ન થઇ શકશે. વાહન, મિલકત, કિંમતી ચીજોની ખરીદીમાં સાનુકૂળતા પ્રાપ્ત કરશો. કાર્યક્ષેત્રે નાણાં આવકની વૃદ્ધિ થશે. મહિલાઓનો પરિવારજનોનો યશસ્વી અનુભવ થશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં નિયમિતતા-સફળતા જણાશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સસ્તો આઉટફિટ, નો મેકઅપ લૂક અને તો ય આ રીતે લાઈમલાઈટ લૂંટી Isha Ambaniએ… પૈસાની તંગી દૂર કરશે આ ટીપ્સ આ રીતે ચલાવો AC,વિજળીનું બિલ ઘટશે તમારી રાશિ પ્રમાણે પ્રસાદ ધરો દુંદાળા દેવને