ઉત્સવરાશિફળસ્પેશિયલ ફિચર્સ

સાપ્તાહિક ભવિષ્ય

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

તા. ૨૮-૭-૨૦૨૪ થી તા. ૩-૮-૨૦૨૪

ગ્રહગોચર: સૂર્યનારાયણ સમગ્ર સપ્તાહમાં કર્ક રાશિમાં ભ્રમણ કરે છે. મંગળ વૃષભ રાશિમાં સમ ગતિએ માર્ગીભ્રમણ કરે છે. બુધ મિશ્ર ગતિએ સિંહ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. ગુરુ વૃષભ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. શુક્ર કર્ક રાશિમાંથી સિંહ રાશિમાં તા. ૩૧મીએ આવે છે. શનિ કુંભ રાશિમાં વક્રી ભ્રમણ કરે છે. રાહુ મીન રાશિમાં ભ્રમણ કરે છે.

મેષ (અ, લ, ઈ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવું રોકાણ તથા દૈનિક સાપ્તાહિક વેપાર સફળ રહેશે. નોકરીના હસ્તગત કામકાજમાં પરિવર્તનો જણાય છે. મિલકતના નિર્ણયો લઈ શકશો. વાહનની અનુકૂળતા મેળવશો. કુટુંબમાં મતભેદો દૂર થાય. મહિલાઓને પરિવારના સદસ્યોનો પ્રસંગોપાત સહયોગ પ્રાપ્ત થશે. અનારોગ્યમાં ઝડપી સુધારો જણાય. વિદ્યાર્થીઓના નિર્ણયો આ સપ્તાહમાં સફળ પુરવાર થશે.

વૃષભ (બ, વ, ઉ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા નાણાંરોકાણ માટેની તક મેળવશો. નવી નોકરીનો પ્રારંભ શક્ય છે. નોકરીની મૂંઝવણો પણ દૂર થશે. વડીલો, ઉપરી અધિકારી કાર્યક્ષેત્રે ઉપયોગી થશે. કુટુંબના સદસ્યો સાથેના નાણાંવ્યવહાર પણ પૂર્ણ થશે. કુટુંબના સદસ્યોની પ્રગતિ જળવાઈ રહેશે. મહિલાઓને નવા કામકાજના પ્રારંભ માટે અનુકૂળતા જણાશે. સ્વાસ્થ્ય જળવાઈ રહેશે. વિદ્યાર્થીઓના અભ્યાસના સ્વતંત્રપણે લેવાયેલા નિર્ણયો સફળ બની રહેશે.

મિથુન (ક, છ, ઘ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા રોકાણ અને દૈનિક સાપ્તાહિક વેપાર સફળ રહેશે. નોકરી માટે તા. ૩૦, ૨, ૩ અનુકૂળ જણાય છે. વ્યક્તિગત મૂંઝવણો સ્વપ્રયત્ને ઉકેલાશે. સ્વાસ્થ્ય જાળવણીના પ્રયત્નોમાં સફળ રહેશો. મિલકતના નિર્ણયો આ સપ્તાહમાં સફળ પુરવાર થશે. સહપરિવાર મહિલાઓનો પ્રવાસ સફળ બની રહેશે. મહિલાઓના પરિવારજનો સાથેના મતભેદનો ઉકેલ આવશે. વિદ્યાર્થીઓ રમતગમત ક્ષેત્રે પણ સફળતા મેળવશે.

કર્ક (ડ, હ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં જરૂરી માર્ગદર્શન મેળવી શકશો. નોકરીના સ્થળની બદલી શક્ય છે. નોકરી અર્થે લાંબા અંતરનો પ્રવાસ શક્ય છે. સરકાર ઉચ્ચ અધિકારીઓ કોર્પોરેટ કંપનીઓ સાથેના સંબંધોમાં સુધારા થાય. ભાવ વધશે. જાહેર જીવનમાં માન-પાન મેળવશો. કુટુંબના સભ્યો દ્વારા મહિલાઓને સુખદ અનુભૂતિ થાય. કિંમતી ચીજોની ખરીદી શક્ય છે. વિદ્યાર્થીઓના અભ્યાસની મૂંઝવણોમાં માર્ગદર્શન સરળતાથી પ્રાપ્ત થતું જણાશે.

સિંહ (મ, ટ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં ધાર્યા મુજબના નાણારોકાણ અને દૈનિક સાપ્તાહિક વેપાર સફળ પુરવાર થશે. નવી નોકરીનો પ્રારંભ શક્ય છે. નોકરીનાં સહકાર્યકરોનો સહયોગ મેળવશો. ભાગીદાર સાથેના વિવાદનો ઉકેલ આવશે. અનારોગ્યની સારવારનો ઝડપી ઉકેલ આવી શકશે. સપ્તાહના પ્રાસંગિક જવાબદારીના કામકાજ મહિલાઓને અનુકૂળ થતાં જણાશે. વિદ્યાર્થીઓને અધ્યયન માટે જરૂરી સાધનો મેળવશે તથા અભ્યાસમાં નિયમિતતા દાખવી શકશો.

ક્ન્યા (પ, ઠ, ણ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા નાણારોકાણ અને વાયદાના વેપાર માટે સફળતા મેળવશો. નોકરીના મિત્રોમાં યશ મેળવશો. નોકરીના અધિકારીનો પણ સહયોગ મેળવશો. નોકરીમાં નવીન તકો મેળવશો. નાણાંની આવક વધશે. વેપાર વધશે. મહિલાઓને સંતાનની જવાબદારીમાં અનુકૂળતાઓ જણાશે. સહપરિવાર પ્રવાસ સફળ બની રહેશે. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં ઉચ્ચ અભ્યાસ માટે સાનુકૂળ તકો પ્રાપ્ત થતી જણાશે.

તુલા (ર, ત): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારનું આ સપ્તાહનું રોકાણ થઈ શકશે. નોકરીના કામકાજ અર્થે સફળ પ્રવાસ જણાય છે. નોકરીના અધિકારીનો સહયોગ મેળવશો. મિત્રો સાથે અપેક્ષા મુજબ નાણાવ્યવહાર પૂર્ણ કરી શકશો. કારોબારમાં મિત્રોનો સહયોગ મેળવશો. કારોબારની નાણાંની આવક જળવાશે. વેપારના મિત્રોમાં સંપ જળવાશે. મહિલાઓને પરિવારજનોનો સહયોગ પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓને નિત્ય અભ્યાસ જાળવી રાખવા માટે સાનુકૂળતા દર્શાવતું ગોચરફળ છે.

વૃશ્ચિક (ન, ય): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં ધાર્યા મુજબના રોકાણ અને વેપારના કામકાજ સફળ પુરવાર થશે. તા. ૩૦, ૧, ૨ના નિર્ણયો સાનુકૂળ બની રહેશે. નવી નોકરીનો પ્રારંભ થાય. નોકરીના જૂના અધૂરા કાર્યો પણ પૂર્ણ કરી શકશો. નોકરીનાં અધિકારીનો સહયોગ મેળવશો. સપ્તાહના પ્રવાસના નિર્ણયો સફળ બની રહેશે. નાણાઆવક જળવાઈ રહેશે. મહિલાઓને કુટુંબજીવનનો સુખદ અનુભવ થાય. વિભાગીય પરીક્ષામાં વિદ્યાર્થીઓને સફળતા જણાશે.

ધનુ (ભ, ધ, ફ, ઢ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં આ સપ્તાહમાં દૈનિક સાપ્તાહિક વેપાર અનુકૂળ રહેશે. નોકરીના અધિકારી સાથેના મતભેદનો ઉકેલ આવશે તથા સહકાર્યકરો પણ ઉપયોગી થશે. મિલકતના ખરીદ વેચાણના કામકાજ સફળ પુરવાર થશે. વ્યક્તિગત મહત્તા, માન-મરતબો જાહેર જીવનમાં સુખદ બની રહેશે. રાજકારણમાં સફળ રહેશો. મિત્રોમાં મહિલાઓનો વિવાદ દૂર થશે. મહિલાઓને કિંમતી ચીજોની ખરીદી માટે અનુકૂળતા જણાશે. વિદ્યાર્થીઓ આ સપ્તાહમાં નવા અભ્યાસનો પ્રારંભ કરી શકશે.

મકર (ખ, જ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં અપેક્ષા મુજબનું નાણારોકાણ શક્ય છે. નોકરીમાં સ્થાન બદલી શક્ય છે. નોકરીનાં નિર્ણયો સ્વતંત્રપણે લઈ શકશે. સાહસિકપણે નવા કામકાજનો પ્રારંભ કરી શકશો. કાર્યક્ષેત્રના નિર્ણયો લેવા માટે ગોચરફળ શુભ જણાય છે. નાણાંની આવક જળવાઈ રહેશે. સંતાન પરિવારના કારોબારમાં સામેલ થશે. મિત્રો દ્વારા મહિલાઓના કાર્યક્ષેત્રના કામકાજ પૂર્ણ થઈ શકશે. વિદ્યાર્થીઓને અધ્યયન માટે જરૂરી સાધનો પ્રાપ્ત થતા જણાશે.

કુંભ (ગ, શ, સ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજાર માટે નવા રોકાણ અને દૈનિક સાપ્તાહિક વેપારના કામકાજ સફળ બની રહેશે. નવી નોકરીનો પ્રારંભ શક્ય છે. અર્થવ્યવસ્થા વધુ પ્રબળ પુરવાર થશે. કુટુંબીજનોમાં મહિલાઓને યશસ્વી અનુભવ થાય. કુટુંબના સભ્યનો મહિલાઓને જરૂરી સહયોગ પ્રાપ્ત થાય તથા પરિવારના જવાબદારીના કામકાજમાં સફળ રહેશો. વિદ્યાર્થીઓના આ સપ્તાહના અભ્યાસના નિર્ણયો સફળ બની રહેશે.

મીન (દ, ચ, ઝ, થ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજાર માટે આ સપ્તાહના નિર્ણયો સ્વતંત્રપણે સફળ પુરવાર થશે. નોકરીમાં સહકાર્યકરો સાથે વિવાદ ટાળવો જરૂરી છે. નવા કામકાજનો પ્રારંભ થાય. નિર્ણયો માટે અનુભવ અને કાર્યદક્ષતા ઉપયોગી થશે. મુસાફરીમાં મહિલાઓને સફળતાનો અનુભવ થાય. વિભાગીય પરીક્ષામાં વિદ્યાર્થીઓ સફળતા મેળવશે ઉપરાંત અધ્યયન માટે નવીન તકો પણ મેળવશો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button