ઉત્સવ

સાપ્તાહિક ભવિષ્ય

  • પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

તા. ૨૧-૭-૨૦૨૪ થી તા. ૨૭-૭-૨૦૨૪

ગ્રહગોચર: સૂર્યનારાયણ કર્ક રાશિમાં ભ્રમણ કરે છે. મંગળ વૃષભ રાશિમાં મધ્યમ ગતિએ ભ્રમણ કરે છે. બુધ સિંહ રાશિમાં મિશ્ર ગતિએ ભ્રમણ કરે છે. ગુરુ વૃષભ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. શુક્ર કર્ક રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. શનિ કુંભ રાશિમાં વક્રી ગતિએ ભ્રમણ કરે છે. રાહુ મીન રાશિમાં ભ્રમણ કરે છે. ચંદ્ર તા. ૨૧મીએ મકર રાશિમાં, તા. ૨૩મીએ કુંભ રાશિમાં, તા. ૨૫મીએ મીન રાશિમાં ભ્રમણ કરે છે. તા. ૨૭મીએ મેષ રાશિમાં પ્રવેશે છે.

મેષ (અ, લ, ઈ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારનાં નવા રોકાણ માટે અનુકૂળ ગોચર ગ્રહફળ છે. તા. ૨૨, ૨૬, ૨૭ નોકરી માટે સાનુકૂળ તકો દર્શાવે છે. પ્રવાસ દ્વારા કારોબારનાં નાણાં વ્યવહાર સફળ બનશે. મહિલાઓને પરિવારજનોનો સહયોગ પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસના નિર્ણયો સ્વતંત્રપણે લઈ શકશે. શૈક્ષણિક પ્રવાસ સફળ નીવડશે.

વૃષભ (બ, વ, ઉ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારના દૈનિક સાપ્તાહિક વેપારમાં સાનુકૂળતા, સફળતા જણાશે. નવું નાણારોકાણ શક્ય છે. નોકરીના સ્થળની બદલી શક્ય છે. કાર્યક્ષેત્રે પ્રગતિ જળવાશે. બેંક લોનના પ્રયત્નોમાં સફળતા મેળવશો. અકારણ નાણાખર્ચ ટાળી શકશો. મહિલાઓને મિત્ર સમુદાય કાર્યક્ષેત્રે ઉપયોગી થશે. પરિવારજનો સાથેના લાગણી સંબંધો જળવાઈ રહેશે. વિદ્યાર્થીઓ નવા વિષયના અધ્યયનનો પ્રારંભ કરી શકશે.

મિથુન (ક, છ, ઘ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારના લે-વેંચના નાણારોકાણના કામકાજ સફળ બની રહેશે. તા. ૨૨, ૨૫, ૨૭ નોકરીના કામકાજમાં પ્રગતિ દર્શાવે છે. વ્યક્તિગત મૂંઝવણો દૂર થશે. અધિકારીનો સહયોગ મેળવશો. મહિલાઓના પડોશ સંબંધો સરળ-સુલેહપૂર્વકના બની રહેશે. સપરિવાર પ્રવાસ જણાય છે. તા. ૨૫, ૨૭ના આર્થિક વ્યવહારો સફળ પુરવાર થશે. વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે સાનુકૂળ તકો સાંપડશે.

કર્ક (ડ, હ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા રોકાણ માટેનાં સફળ પ્રયત્નો આદરી શકશો. નવીન જ્ઞાન-વિષય પણ જાણી શકશો. નોકરીના જૂનાં મતભેદો દૂર થશે. ભાગીદાર સાથેનો નાણાવ્યવહાર સફળ રહેશે. નવીન કાર્યોનો પ્રારંભ થાય. મહિલાઓ નવીન નોકરી-કામકાજનો પ્રારંભ કરી શકશે. વિદ્યાર્થીઓને નિર્ણયો લેવામાં સાનુકૂળતા જણાશે.

સિંહ (મ, ટ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં અનુભવ, જ્ઞાન, દક્ષતા મુજબ સફળ નિર્ણયો લઈ શકશો. નોકરીમાં મોટી જવાબદારી પરત્વે સાવધાની દાખવવી જરૂરી છે. પ્રવાસ દ્વારા કાર્યક્ષેત્રે સફળતા પ્રાપ્ત કરશો. નાણાંની આવકની વૃદ્ધિ થશે. મહિલાઓને કુટુંબીજનોનો સહયોગ પ્રાપ્ત થશે. ધર્મ-તીર્થયાત્રા આદિની પ્રવૃત્તિઓ સફળ બની રહેશે. વિદ્યાર્થીઓે અધ્યયન માટે જરૂરી સાધન સામગ્રી પ્રાપ્ત કરી શકશે.

ક્ધયા (પ, ઠ, ણ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં જૂનાં રોકાણમાંથી નાણાં મેળવી શકશો. વેપારથી લાભ થશે. નોકરીમાં યશ મેળવશો. સહકાર્યકરો સાથે વૈચારિક મતભેદોનો ઉકેલ આવશે. જાહેર-રાજકીય ક્ષેત્રની પ્રવૃત્તિઓમાં સફળતા મેળવશો. પ્રવાસ દ્વારા મહિલાઓના પરિવારની જવાબદારીના કામકાજ સંપન્ન થશે. વિદ્યાર્થીઓનો આત્મવિશ્ર્વાસ વધુ દઢ બનશે, વધુ મજબૂત બનશે.

તુલા (ર, ત): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં સંપૂર્ણ સપ્તાહનાં કામકાજમાં સફળતા જળવાઈ રહેશે. વેપાર લાભદાયી બની રહેશે. નોકરીમાં યશસ્વીપણું અનુભવશો. નોકરીમાં હરીફાઈમાં સફળતા મેળવશો. કઠિન પ્રવાસ જન્મકુંડળીના આધારે આયોજવા જરૂરી છે. મહિલાઓને પરિવારજનોનો સહયોગ પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓને કુટુંબના સભ્યોનો સહયોગ પ્રાપ્ત થશે.

વૃશ્ર્ચિક (ન, ય): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારના દૈનિક સાપ્તાહિક વેપાર સફળ-લાભદાયી પુરવાર થશે. નોકરીના કામકાજ અર્થેનો પ્રવાસ સફળ પુરવાર થશે. કારોબારના મિત્રો, ભાગીદાર ઉપયોગી થશે. કાર્યક્ષેત્રે આર્થિક પ્રશ્ર્નોમાં સફળતા મેળવશો. નાણાંલેવડદેવડ સફળ બની રહેશે. ગૃહિણીઓને સંતાનના શૈક્ષણિક જવાબદારીના કામકાજમાં સફળતા જણાશે. વિદ્યાર્થીઓને શિક્ષકનો સહયોગ પ્રાપ્ત થશે.

ધનુ (ભ, ધ, ફ, ઢ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવાં નાણાં રોકાણના નિર્ણયોનો અમલ થઈ શકશે. સપ્તાહનો વેપાર લાભદાયી પુરવાર થશે. નવી નોકરીનો પ્રારંભ શક્ય છે. નોકરીમાં ધાર્યા મુજબના કામકાજ, જવાબદારીઓ પૂર્ણ કરી શકશો. અકારણ નાણાં ખર્ચ ઉપર સાવધાની દાખવવી જરૂરી છે. મહિલાઓને આ સપ્તાહનો પ્રવાસ સફળ બની રહેશે. નોકરીમાં અધિકારીનો સહયોગ પ્રાપ્ત કરશો. વિદ્યાર્થીઓને કુટુંબીજનોનું પ્રોત્સાહન પ્રાપ્ત થશે.

મકર (ખ.જ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારનાં દૈનિક સાપ્તાહિક વેપાર સફળ-લાભદાયી નીવડશે. નોકરીમાં અધિકારીનો સહયોગ પ્રાપ્ત કરશો. તા. ૨૧, ૨૨, ૨૭ પ્રવૃત્તિઓમાં યશ દર્શાવે છે. સપ્તાહમાં નવીન પ્રવૃત્તિઓનો પ્રારંભ શક્ય છે. ભાગીદારથી સફળતા મેળવશો. મહિલાઓને સંતાનની જવાબદારીમાં યશ-સફળતા પ્રાપ્ત થતી જણાશે. વિદ્યાર્થીઓનો શૈક્ષણિક પ્રવાસ સફળ રહેશે.

કુંભ (ગ, શ, સ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં યશ મેળવશો. નવી નોકરીનો પ્રારંભ શક્ય છે. કુટુંબના સભ્યોનો સહયોગ કાર્યક્ષેત્રે પ્રાપ્ત થશે. નવીન ભાગીદારીની રચના શક્ય છે. સપ્તાહમાં નાણાઆવકની વૃદ્ધિ થશે. પ્રવાસ દ્વારા મહિલાઓના નોકરીના કામકાજ સંપન્ન થશે. વિદ્યાર્થીઓને અધ્યયનમાં નિપુણતા પ્રાપ્ત કરવામાં સફળતા જણાશે.

મીન (દ, ચ, ઝ, થ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજાર માટેના નિર્ણયો અનુકૂળ રહેશે. સાપ્તાહિક વેપાર લાભદાયી બની રહેશે. નોકરીમાં અધિકારીનો સહયોગ પ્રાપ્ત થશે. સહોદરોમાં માન-પાન યશ જળવાઈ રહેશે. પ્રવાસ સફળ રહેશે. કુટુંબીજનોનો સહયોગ મહિલાઓને પ્રાસંગિક જવાબદારીમાં યશસ્વી જણાશે. વિદ્યાર્થીઓનો શૈક્ષણિક પ્રવાસ સફળ નીવડશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button